એહતેશામ ખાન, નવી દિલ્હી. મહિલાઓ પણ નેશનલ ડિફેન્સ એકેડમીમાં (National Defence Academy- NDA) પ્રવેશ લઈ શકશે. કેન્દ્ર સરકારે (Central Government) બુધવારે સુપ્રીમ કોર્ટને (Supreme Court) કહ્યું કે, ભારતના સશસ્ત્ર દળોમાં (Indian Armed Forces) સ્થાયી કમીશન માટે મહિલાઓ પણ એનડીએમાં (NDA) ભરતી થશે. હાલમાં જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ભારતીય સેનાને (Indian Army) ‘નીતિ’ના કારણે ફટકાર લગાવી હતી અને મામલાની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો હતો. સાથોસાથ કોર્ટે આ વર્ષે યોજાનારી પરીક્ષામાં મહિલાઓને બેસવાની મંજૂરી આપી હતી.
જોકે, સરકારે કહ્યું છે કે, મહિલાઓને NDA પાઠ્યક્રમોમાં સામેલ કરવા માટે દિશા-નિર્દેશ તૈયાર કરવા માટે થોડો સમય જોઈશે. સુપ્રીમ કોર્ટે સરકારને 10 દિવસનો સમય આપ્યો છે. અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, અમને એ જાણીને ખૂબ ખુશી થઈ રહી છે કે સશસ્ત્ર દળોએ જાતે જ મહિલાઓને NDAમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. અમે જાણીએ છીએ કે સુધાર એક દિવસમાં નથી થતો...સરકાર આ પ્રક્રિયા અને કાર્યવાહીની સમયમર્યાદા નક્કી કરશે.
Centre tells Supreme Court that a decision has been taken yesterday to allow induction of girls in National Defence Academy (NDA).
The Centre says the decision was taken after consultation with three service chiefs.
કોર્ટે કહ્યું કે, સશસ્ત્ર દળ અગત્યની ભૂમિકા નિભાવે છે...પરંતુ દળોમાં જાતીય સમાનતાઓ માટે વધુ કામ કરવાની જરૂર છે. અમે ઈચ્છીએ છીએ કે તેઓ કોર્ટના હસ્તક્ષેપની ઇંતજાર કરવાને બદલે, જાતે જ જાતીય સમાનતાને સુનિશ્ચિત કરવા માટે પગલાં ભરે.
બુધવારે સુપ્રીમ કોર્ટમાં એ અરજી પર સુનાવણી થઈ રહી હતી જેમાં માંગ કરવામાં આવી છે કે મહિલાઓને પણ NDA અને નેવલ એકડમીમાં સ્થાન મળવું જોઈએ. આ પહેલા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે આ વર્ષે યોજાનારી NDAની પરીક્ષામાં મહિલાઓને પણ સામેલ થવાની મંજૂરી આપવામાં આવે. તેમનું સિલેક્શન થાય કે નહીં તેની પર કોર્ટ બાદમાં નિર્ણય આપશે. સરકાર અત્યાર સુધી મહિલાઓને NDAમાં પ્રવેશ આપવાનો વિરોધ કરી રહી હતી.
સરકારનું કહેવું હતું કે મહિલાઓને સેનામાં યૂપીએસસી અને બીજી પરીક્ષાઓ દ્વારા પસંદગી કરવામાં આવે છે. તેથી હાલ NDAનો રસ્તો ખોલવાની જરૂર નથી. પરંતુ આજની સુનાવણીમાં કેન્દ્ર સરકારના વકીલ એશ્વર્યા ભાટીએ કોર્ટને જણાવ્યું કે કેન્દ્ર સરકારે મંગળવારે આ નિર્ણય લીધો છે કે મહિલાઓને એનડીએમાં એન્ટ્રી આપવામાં આવશે. આ નિર્ણય સેનાની ત્રણેય પાંખ સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવ્યો છે. સરકારની નવી નીતિ મુજબ, હવે એનડીએ અને નેશનલ નેવલ એકેડમીમાં મહિલા કેડેટની પણ પસંદગી કરવામાં આવશે. પરંતુ હજુ તેની પૂરી રૂપરેખા નથી બની. તેના માટે થોડા સમયની જરૂરિયાત છે.
તેના જવાબમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે પરિવર્તન માટે સમયની જરૂરિયાત હોય છે. પરંતુ સરકારને જણાવવું પડશે કે કેટલો સમય લાગશે. કોર્ટે સરકારને નિર્દેશ આપ્યો કે 20 સપ્ટેમ્બર સુધી એફિડેવિટ દાખલ કરી ટાઇમલાઇનની સાથે જણાવે કે મહિલાઓની એનડીએમાં એન્ટ્રીને કેવી રીતે અને ક્યાર સુધીમાં લાગુ કરવામાં આવશે.
કોર્ટે કહ્યું કે, જો આ કામ સરકાર પહેલા જ જાતે કરી લેતી તો કોર્ટને આદેશ ન આપવો પડતો. આ મામલામાં આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરને થશે. સુપ્રીમ કોર્ટના પહેલાના આદેશ મુજબ, આ વર્ષે એનડીએની પરીક્ષામાં મહિલાઓ પણ સામેલ થશે. આ પરીક્ષા 14 નવેમ્બરે યોજાશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર