કેન્દ્રની 50 લાખ કર્મચારીઓને દિવાળીની ભેટ, મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો

News18 Gujarati
Updated: October 9, 2019, 4:34 PM IST
કેન્દ્રની 50 લાખ કર્મચારીઓને દિવાળીની ભેટ, મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો
કેન્દ્રીય મંત્રી જાવડેકરે જાહેરાત કરી હતી.

કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કર્યો. હવે ડી.એ. 12 ટકાથી વધીને 17 ટકા મળશે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી :  કેન્દ્ર સરકારે (Central Government) સરકારી કર્મચારીઓને (Central Employees) દિવાળીની ભેટ (Diwali 2019) આપી છે. સરકારે 50 લાખ કેન્દ્રીય કર્મચારીના (50 Lac Employees) મોંઘવારી ભથ્થામાં (Dearness Allowance) 5 ટકાનો વધારો (Hike) જાહેર કર્યો છે. હવેથી કેન્દ્રીય સરકારી કર્મચારીને 12 ટકાથી વધીને 17 ટકા મોંઘવારી ભથ્થું મળશે. આ જાહેરાતનો લાભ કર્મચારીઓ સાથે 62 લાખ પેન્શનધારકોને પણ મળશે. બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્રીય  મંત્રી પ્રકાશ જાવડેકરે (Prakash Javdekar) એક પત્રકાર પરિષદ યોજી અને આ જાહેરાત કરી હતી.

DA વધારાને મંજૂરી મળી

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે આજે મળેલી કૅબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થામાં વધારાને મંજૂરી આપી છે. પહેલાં મોંઘવારી ભથ્થામાં 3 ટકા જેટલો વધારો થતો હતો જોકે, સરકારે આ વખતે 5 ટકાનો વધારો કર્યો છે. આ નિર્ણય લાગુ થવાથી સરકારી તિજોરી પર 16 હજાર કરોડ રૂપિયાનું ભારણ વધશે. આ મોંઘવારી ભથ્થુ 1 જુલાઈથી લાગુ પડશે.

આ પણ વાંચો : મોદીને લખેલા ખુલ્લા પત્ર મામલે 49 હસ્તી સામે FIR, હવે આ 180 લોકો કર્યો વિરોધ

મોંઘાવારી ભથ્થું એટલે શું?

ડિયરનૅસ એલાઉન્સ એટલે કે મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારીઓને આવાસ-ભોજનના ખર્ચને વધારે સારી રીતે ભોગવી શકાય તેના માટે આપવામાં આવે છે. મોંઘવારીના દરમાં વધારો થયા બાદ પણ કર્મચારીની જીવનશૈલીમાં કોઈ ફરત ન પડે તેથી સરકરાર તેમને આ ભથ્થું આપતી હોય છે. આ ભથ્થું સરકારી અને ખાનગી બંને ક્ષેત્રોના કર્મચારીને આપવામાં આવે છે.આ પણ વાંચો : શી જીનપિંગ બે દિવસના ભારત પ્રવાસે આવશે, PM મોદી સાથે મુલાકાત કરશે

ખેડૂતોને સહાય માટે આધાર જોડાણની મર્યાદા લંબાવાઈ

જાવડેકરે જણાવ્યું હતું કે કૅબિનેટની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજનાના લાભાર્થી ખેડૂતો 30 નવેમ્બર સુધીમાં આધારનું જોડાણ કરી શકે છે. અગાઉ આ મર્યાદા ટૂંકી હતી જેમાં છૂટછાટ આપવામાં આવી છે. આ યોજના હેઠળ કોઈ પણ ખેડૂતનો હપ્તો અટકાવવામાં નહીં આવે.
First published: October 9, 2019, 2:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading