Home /News /national-international /

HIV પીડિત સાથે ભેદભાવ હવે અપરાધ, બે વર્ષની કેદ, એક લાખનો દંડ

HIV પીડિત સાથે ભેદભાવ હવે અપરાધ, બે વર્ષની કેદ, એક લાખનો દંડ

હવે કોઈ એચઆઈવી પીડિત સાથે ભેદભાવ નહી કરવો અપરાધ ગણવામાં આવેશે

હવે કોઈ એચઆઈવી પીડિત સાથે ભેદભાવ નહી કરવો અપરાધ ગણવામાં આવેશે

  HIV (એડ્સ)ના દર્દી સાથે ભેદભાવ કરવાનું હવે અપરાધની શ્રેણીમાં માનવામાં આવશે. આવું કરનારા લોકોને બે વર્ષની જેલ અને એક લાખ સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. આ સંબંધમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી એચઆઈવી-એડ્સ અધિનિયમ, 2017ની સૂચના જાહેર કરવામાં આવી છે. સૂચનાપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, 10 સપ્ટેમ્બરથી આને પૂરા દેશમાં લાગુ કરી દેવામાં આવશે.

  HIV-એડ્સ અધિનિયમ 2017ને એપ્રિલમાં પસાર કરવામાં આવ્યો હતો. જોકે, સૂચના પસાર થયા બાદ પણ આને લાગુ ન કરવાના કારણે દિલ્હી હાઈકોર્ટે આને સ્વત: સંજ્ઞાનમાં લઈને સ્વાસ્થ્ય મંત્રાલયને જબરદસ્ત ફટકાર લગાવી હતી. આ સૂચનાપત્ર જાહેર થઈ ગયા બાદ એચઆઈવી અથવા એડ્સ પીડિતોને સંપત્તિમાં પૂરો અધિકાર અને સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડાયેલી દરેક બનતી મદદ મળી શકશે. સૂચનાપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ રીતના દર્દીઓ સાથેના ભેદભાવને અપરાધની શ્રેણીમાં માનવામાં આવશે.

  સમજીએ શું છે HIV/AIDS Act
  હ્યૂમન ઈમ્યૂનોડેફિસિએંશી વાયરસ એન્ડ એકાયર્ડ ઈમ્યૂન ડેફિસિએન્સી સિંડ્રોમ (પ્રિવેંશન એન્ડ કંન્ટ્રોલ)બિલ, 2017નો આ એક્ટ એચઆઈવી ક્મ્યૂનિટી માટે કાયદો મજબૂત કરવા માટે પાસ કરવામાં આવ્યો છે. આનાથી આવા સમુદાયના લોકોને લીગલ સેંક્ટિટી એટલે કે કાયદાની શુદ્ધતા એટલેકે ન્યાયનો અધિકાર આપવામાં આવશે.

  આ બિલ કેમ લાવવામાં આવ્યું?
  આ બિલ હેઠળ ભારતમાં એચઆઈવીને રોકવામાં આવશે. ખાસ વાત એ છે કે, આ બિલની અંદર એવી જોગવાઈ કરવામાં આવી છે, કે હવે કોઈ એચઆઈવી પીડિત સાથે ભેદભાવ નહી કરવો અપરાધ ગણવામાં આવેશે. UNAIDS ગૈપ રિપોર્ટ પ્રમાણે, ભારતમાં 2015 સુધી 20 લાખ આસ-પાસ લોકો એચઆઈવી પીડિત હતા. એકલા 2015માં 68000થી વધારે એડ્સથી સંબંધિત મોત થયા છે, જ્યારે 86000 નવા લોકોમાં એચઆઈવી ઈન્ફેક્શનના લક્ષણ જોવા મળ્યા છે. અત્યાર સુધીમાં આવ સંખ્યા લાખોમાં વધી ગઈ હશે. આ સાથે એચઆઈવી-એડ્સ પીડિત સાથે ભેદભાવની સમસ્યા અલગ જ છે. આથી આ એક્ટ ખુબ મહત્વનો છે.

  નવી જોગવાઈમાં શું છે?
  1 - આ એક્ટ હેઠળ એચઆઈવી પીડિત નાબાલિક પરિવારને પરિવાર સાથે રહેવાનો અધિકાર આપે છે અને તેમના ભેદભાવ કરવા અને નફરત ફેલાવવાથી રોકે છે.
  2 - આ એક્ટ હેઠળ દર્દીને એન્ટ્રી-રેટ્રોવાઈરલ થેરાપીનો ન્યાયિક અધિકાર મળી જાય છે. આ અંતર્ગત દરેક દર્દીને એચઆઈવી પ્રિવેન્શન, ટેસ્ટિંગ, ટ્રિટમેન્ટ અને કાઉન્સલિંગ સર્વિસિસનો અધિકાર મળે છે. સાથે આ એક્ટ હેઠળ રાજ્ય અને કેન્દ્ર સરકારને એવી જવાબદારી આપવામાં આવી છે કે, દર્દીઓમાં ઈન્ફેક્શન રોકવા માટે અને તેની વ્વસ્થિત સારવાર આપવામાં મદદ કરે. સરકારોએ આવા દર્દીઓ માટે કલ્યાણકારી યોજના શરૂ કરવાનું પણ કહેવામાં આવ્યું છે.
  3 - આ બિલમાં આવા દર્દીઓ વિરુદ્ધ ભેદભાવને પણ પરિભાષિત કરવામાં આવ્યો છે. આમાં કહેવામાં આવ્યું છે કે, દર્દીઓને રોજગાર, શિક્ષા, સ્વાસ્થ્ય પ્રોપર્ટી, ભાડા પર મકાન જેવી સુવિધા આપવા માટે ના પાડવી અથવા કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવો અપરાધ ગણાશે.
  4 - આમાં કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ દર્દીને તેની સહમતી વગર એચઆઈવી ટેસ્ટ કે કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ માટે મજબૂર નહી કરી શકાય. એક એચઆઈવી પોઝેટિવ વ્યક્તિ ત્યારે જ પોતાનું સ્ટેટસ ઉજાગર કરવા મજબૂર થશે, જ્યારે તેના માટે કોર્ટનો ઓર્ડર મળી જશે. જોકે, લાયસન્સ બ્લડ બેન્ક, અને મેડિકલ રિસર્ચના ઉદ્દેસ્ય માટે સહમતિની જરૂર નહી હોય, જ્યાં સુધી તે વ્યક્તિના એચઆઈવી સ્ટેટસને સાર્વજનિક ન કરવામાં આવે.
  Published by:kiran mehta
  First published:

  Tags: 10th september 2018, Bringing, Force, Hivaids act, Notification, કેન્દ્ર સરકાર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन