કેન્દ્ર સરકારે આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ નેતા કુમાર વિશ્વાસ ( Kumar Vishwas)ની સુરક્ષા વધારવાનો મોટો નિર્ણય લીધો છે. સરકારે કુમાર વિશ્વાસને વાય કેટેગરીની સુરક્ષા આપી છે. સૂત્રોનું માનીએ તો IBના રિપોર્ટ બાદ જ ગૃહ મંત્રાલયે (MHA) આ નિર્ણય લીધો છે. AAP પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પર લાગેલા આરોપો બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. કુમાર વિશ્વાસે કેજરીવાલ પર આરોપ લગાવ્યો હતો કે દિલ્હીના સીએમ પંજાબમાં અલગતાવાદીઓના સમર્થક છે. વિશ્વાસના આ આરોપ બાદ તમામ રાજકીય પક્ષો કેજરીવાલને સવાલો પૂછી રહ્યા છે.
કેન્દ્ર સરકારનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે પૂર્વ AAP નેતાએ દિલ્હીના મુખ્યમંત્રી પર પંજાબ ચૂંટણી પહેલા પંજાબના અલગતાવાદીઓને સમર્થન કરવાનો આરોપ લગાવ્યો છે. કુમાર વિશ્વાસના નિવેદનથી રાજકીય જગતમાં હલચલ વધી ગઈ છે.
અગાઉ એકવાર અરવિંદ કેંજરીવાલે કહ્યું હતું કે તેઓ કાં તો પંજાબના મુખ્યમંત્રી બનશે અથવા સ્વતંત્ર રાષ્ટ્ર ખાલિસ્તાનના પ્રથમ વડાપ્રધાન બનશે. વિશ્વાસના આરોપો બાદ હવે કોંગ્રેસે પણ કેજરીવાલ પર પ્રહારો તેજ કર્યા છે. શનિવારે કોંગ્રેસે કહ્યું કે કુમાર વિશ્વાસ દ્વારા કેજરીવાલ પર લગાવવામાં આવેલા આરોપો દેશની સુરક્ષા અને સંપ્રભુતા સાથે સંબંધિત છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે કેજરીવાલને પંજાબના સીએમ બનવાની તક નથી મળી તેથી તેઓ બીજા દેશના પીએમ બનવાના વિચારને આગળ વધારી રહ્યા છે.
શનિવારે કોંગ્રેસે કહ્યું કે કુમાર વિશ્વાસ દ્વારા કેજરીવાલ પર લગાવવામાં આવેલા આરોપો દેશની સુરક્ષા અને સંપ્રભુતા સાથે સંબંધિત છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે કેજરીવાલને પંજાબના સીએમ બનવાની તક નથી મળી તેથી તેઓ બીજા દેશના પીએમ બનવાના વિચારને આગળ વધારી રહ્યા છે.
કુમાર વિશ્વાસને આપવામાં આવેલી સુરક્ષામાં કુલ 11 CRPF જવાનો હાજર રહેશે. બે PSO એટલે કે ખાનગી સુરક્ષા ગાર્ડ હશે. જણાવી દઇએ કે, ગૃહ મંત્રાલય કોઈ ખાસ વ્યક્તિની સુરક્ષાનું મૂલ્યાંકન કરે છે અને તેના આધારે તેને સુરક્ષા કવચ આપવામાં આવે છે. Z પ્લસ સુરક્ષા દેશમાં પૂરી પાડવામાં આવતી સુરક્ષામાં ટોચ પર આવે છે ત્યારબાદ Z, Y અને X શ્રેણીની સુરક્ષા આવે છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર