Home /News /national-international /ઈન્કમ ટેક્સ વિભાગની મોટી કાર્યવાહી, કર્ણાટકમાં 1300 કરોડની કાળી કમાણીનો થયો ખુલાસો

ઈન્કમ ટેક્સ વિભાગની મોટી કાર્યવાહી, કર્ણાટકમાં 1300 કરોડની કાળી કમાણીનો થયો ખુલાસો

કર્ણાટકમાં આઈટી વિભાગે 1,300 કરોડ રૂપિયાની કાળી આવકનો ખુલાસો કર્યો છે. (પ્રતિકાત્મક તસ્વીર)

કેન્દ્રીય પ્રત્યક્ષ કર વિભાગ(CBDT)એ જણાવ્યું હતું કે આવકવેરા વિભાગે તાજેતરમાં કર્ણાટકમાં દરોડા પાડીને રૂ. 1300 કરોડથી વધુની બિનહિસાબી આવક શોધી કાઢી છે. CBDT મુજબ, કર્ણાટકમાં કેટલાક રિયલ એસ્ટેટ ડેવલપર્સ સાથે મિલીભગત ધરાવતા લોકો સામે દરોડા પાડવામાં આવ્યા હતા. બેંગલુરુ, મુંબઈ અને ગોવામાં લગભગ 50 સ્થળો પર 20 ઓક્ટોબર અને 2 નવેમ્બરના રોજ દરોડા પાડવામાં આવ્યા હતા.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: કેન્દ્રીય પ્રત્યક્ષ કર વિભાગ(CBDT)એ જણાવ્યું હતું કે આવકવેરા વિભાગે તાજેતરમાં કર્ણાટકમાં દરોડા પાડીને રૂ. 1300 કરોડથી વધુની બિનહિસાબી આવક શોધી કાઢી છે. CBDT મુજબ, કર્ણાટકમાં કેટલાક રિયલ એસ્ટેટ ડેવલપર્સ સાથે મિલીભગત ધરાવતા લોકો સામે દરોડા પાડવામાં આવ્યા હતા. બેંગલુરુ, મુંબઈ અને ગોવામાં લગભગ 50 સ્થળો પર 20 ઓક્ટોબર અને 2 નવેમ્બરના રોજ દરોડા પાડવામાં આવ્યા હતા.

    સીબીડીટીનું કહેવું છે કે અત્યાર સુધી પાડવામાં આવેલા દરોડામાં 1,300 કરોડ રૂપિયાથી વધુની બિનહિસાબી આવક મળી આવી છે. રોકડમાં મળી આવેલી આ અઘોષિત સંપત્તિ ઉપરાંત 24 કરોડથી વધુની કિંમતના સોનાના ઘરેણા પણ જપ્ત કરવામાં આવ્યા છે.

    કરચોરીની ફરિયાદ બાદ નોઈડા ઈન્કમ ટેક્સની ટીમે સેક્ટર-68ના બી બ્લોકમાં આવેલી એક્સપોર્ટ કંપની યુનાઈટેડ એક્ઝિમ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન લાખોની રોકડ અને કરોડોના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા હતા. અત્યાર સુધીની કાર્યવાહીમાં લગભગ 64 લાખ રોકડા મળી આવ્યા છે, જેમાં 60 લાખની વિગતો આપી શકાઈ નથી. ટેક્સમાં અંદાજે 5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: CBDT, Incometax, આઇટી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन