CBSE સ્કૂલોની ફીમાં મનમાની નહી ચાલે, વિદ્યાર્થી ગમે ત્યાંથી ગણવેશ-પુસ્તકો ખરીદી શકશે: જાવડેકર

News18 Gujarati
Updated: October 19, 2018, 7:52 AM IST
CBSE સ્કૂલોની ફીમાં મનમાની નહી ચાલે, વિદ્યાર્થી ગમે ત્યાંથી ગણવેશ-પુસ્તકો ખરીદી શકશે: જાવડેકર
કેન્દ્રીય માનવસંશાધન મંત્રી પ્રકાશ જાવડેકરે જાહેરાત કરી

કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે ગુરૂવારે સીબીએસસી સ્કૂલોની માન્યતા આપવાના વર્ષો જુના નિયમોમાં ફેરફાર કરાયો હોવાની જાણકારી આપી

  • Share this:
કેન્દ્રીય પ્રધાન પ્રાકશ જાવડેકરે સીબીએસસી સ્કૂલને લઈ મહત્વની જાહેરાત કરી છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, સીબીએસસીના તમામ વિદ્યાર્થીઓ માટે રમત અનિવાર્ય બનાવવામાં આવશે. સ્કૂલ સંચાલકો ફીમાં વધારાનો કોઈ પણ પ્રકારનો ચાર્જ નહી વસુલી શકે. આટલું જ નહી વિદ્યાર્થી કોઈ પણ સ્થળેથી ગણવેશ-પુસ્તકો ખરીદી શકશે.

સ્કૂલ શિક્ષાની ગુણવત્તાને મજબૂત કરવા માટે કામે લાગેલી સરકારે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(સીબીએસસી)ની માન્યતા આપવાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે સરકાર સીબીએસસી માટે નવી સ્કૂલને માન્યતા તેના અભ્યાસની ગુમવત્તાના આધારે આપશે. આ સાથે સ્કૂલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તપાસ કરવાની જવાબદારી રાજ્ય સરકાર પર છોડી છે. આ માટે સ્કૂલે જીલ્લા શિક્ષણ અધિકારી પાસેથી એનઓસી લેવી પડશે.

કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે ગુરૂવારે સીબીએસસી સ્કૂલોની માન્યતા આપવાના વર્ષો જુના નિયમોમાં ફેરફાર કરાયો હોવાની જાણકારી આપી. સાથે તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી સ્કૂલોની માન્યતા આપવાની પ્રક્રિયા હેઠળ સીબીએસસી અને રાજ્ય બંને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તપાસ કરતા હતા. જેથી પુરી પ્રક્રિયામાં વર્ષો લાગી જતા હતા. આ સાથે સ્કૂલની ગુણવત્તા પર ધ્યાન ઓછુ જતું હતું.

નવા નિયમ હેઠળ સીબીએસસી માત્ર હવે સ્કૂલના લર્નિંગ આઉટક્રમ પર ફોકસ કરશે. આ દરમ્યાન સ્કૂલોમાં શિક્ષકોની યોગ્યતા, તેમના પ્રશિક્ષણ, વેતન અને પ્રયોગશાળા વગેરેની તપાસ કરશે. સાથે સ્કૂલમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓની યોગ્યતા પણ પરખવામાં આવશે. એટલે કે, તે જે કક્ષામાં અભ્યાસ કરી રહ્યો છે, તે પાઠ તેને આવડે છે કે નહી.

તેમણે જણાવ્યું કે, હાલમાં દેશમાં સીબીએસસીની લગભગ 20,783 સ્કૂલ છે. તેમાં કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલય પણ શામેલ છે. જ્યારે આમાં 16 હજાર પ્રાઈવેટ સ્કૂલો પણ છે. તેમણે કહ્યું કે એક વર્ષમાં લગભગ અઢી હજાર સ્કૂલની માન્યતા માટે અરજીઓ આવે છે. ની ઝડપી પ્રક્રિયા માટે વ્યવસ્થાને ઓનલાઈન કરી દેવામાં આવી છે.

સીબીએસસી સ્કૂલમાં મનમાની રીતે વસુલવામાં આવતી ફીના પ્રશ્ન પર તેમણે કહ્યું કે, કોઈ પણ સ્કૂલ ફીના નામે વધારાનો ચાર્જ નહી લઈ શકે. વિદ્યાર્થી પોતાની મરજીથી જ્યાંથી ગણવેશ કે પુસ્તક લેવા હોય તે લઈ શકશે. સીબીએસસી આના માટે સ્કૂલો પર નજર રાખશે. જરૂરત પડી તો, આવી સ્કૂલો સામે કડક પગલા ભરવામાં આવશે અને તેની માન્યતા પણ રદ્દ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
First published: October 18, 2018, 11:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading