Home /News /national-international /CBSE Board Exam Date Sheet 2021: સીબીએસઇ બોર્ડની પરીક્ષાની તારીખો આજે થશે જાહેર, આવી રીતે જુઓ ડેટશીટ

CBSE Board Exam Date Sheet 2021: સીબીએસઇ બોર્ડની પરીક્ષાની તારીખો આજે થશે જાહેર, આવી રીતે જુઓ ડેટશીટ

કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’ (ફાઇલ તસવીર)

કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’ આજે સાંજે 6 વાગ્યે CBSE ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાની તારીખોની જાહેરાત કરશે

CBSE Board Exam Date Sheet 2021: સીબીએસઈની ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડ પરીક્ષાઓની ડેટશીટ આજે જાહેર થઈ જશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’ (Ramesh Pokhariyal Nishank) આજે સાંજે 6 વાગ્યે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાની તારીખોની જાહેરાત કરશે. ત્યારબાદ સીબીએસઇ બોર્ડ પરીક્ષાઓની તારીખોને લઈને અસમંજસની સ્થિતિ સમાપ્ત થઈ જશે. રમેશ પોખરિયાલે બુધવારે જાણકારી આપી હતી કે તેઓ ગુરવાર 31 ડિસેમ્બરે સાંજે 6 વાગ્યે સીબીએસઈ ધોરણ-10 અને 12ની પરીક્ષાની તારીખોની જાહેરાત કરશે.

નહીં યોજાય ઓનલાઇન પરીક્ષા

કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે એવી પણ સ્પષ્ટતા કરી કે સીબીએસઇ બોર્ડની પરીક્ષાઓ લેખિત જ થશે. તેને ઓનલાઇન આયોજિત નહીં કરવામાં આવે. તેની પાછળ તેઓએ અંતરિયાળ વિસ્તારમાં સ્માર્ટફોન અને ઈન્ટરનેટની સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાનું કારણ જણાવ્યું.

આ પણ વાંચો, IRCTCની નવી વેબસાઇટ આજે થશે લૉન્ચ, સેકન્સ્sમાં બુક થશે ટિકિટ, મળશે આ નવા ફીચર્સ

સૂચનો બાદ નિર્ણય લેવાયો

શિક્ષણ મંત્રીએ થોડા દિવસ પહેલા બોર્ડ પરીક્ષાઓને લઈ બાળકોના માતા-પિતા, શિક્ષકો અને સ્ટુડન્ટ્સ સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી વાતચીત કરી હતી. ત્યારબાદ હવે તેઓ પરીક્ષાની તારીખોની જાહેરાત કરવા જઈ રહ્યા છે. તેઓએ જણાવ્યું કે તેમને સૂચનો અને ભવિષ્યમાં પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા નવા વર્ષની પૂર્વ સંધ્યા પર સીબીએસઇ બોર્ડ પરીક્ષાની તારીખોની જાહેરાત કરશે.

આ પણ વાંચો, એપ્રિલથી ઘટી જશે આપની સેલરી, EMI ચૂકવવામાં થઈ શકે છે મુશ્કેલી, જાણો શું છે સરકારનો પ્લાન

અહીંથી કરી શકશો ડાઉનલોડ

એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે શિક્ષણ મંત્રીની જાહેરાત બાદ સીબીએસઇ બોર્ડ પરીક્ષા ડેટશીટ 2021 બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ cbse.nic.in પર ઉપલબ્ધ હશે, જેને ડાઉનલોડ પણ કરી શકાશે. ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષાઓની તારીખોની સાથે પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખો પણ સીબીએસઇની ઓફિશિયલ વેબસાઇટ પર જોઈ શકાશે. તેના માટે સ્ટુડન્ટ્સને આ વેબસાઇટ પર નજર રાખવી પડશે. તેના હોમ પેજ પર રિસન્ટ એનાઉન્સમેન્ટ સેક્શનમાં આપવામાં આવેલા ડેટશીટ સંબંધિત લિંક પર ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ સીબીએસઇ બોર્ડ એક્ઝામ ડેટશીટ 2021 પીડીએફ ફોર્મેટમાં જોવા મળશે.
First published:

Tags: Board examination, CBSE, Cbse board, Examination, Students