Home /News /national-international /મોટા સમાચાર: મોદી સરકારનો મોટો નિર્ણય: મફત રાશન યોજનામાં કર્યા ફેરફાર, 80 કરોડ લોકોને થશે ફાયદો

મોટા સમાચાર: મોદી સરકારનો મોટો નિર્ણય: મફત રાશન યોજનામાં કર્યા ફેરફાર, 80 કરોડ લોકોને થશે ફાયદો

પીએમ મોદી (ફાઈલ ફોટો)

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાય મહત્વના નિર્ણયો લેવાયા છે. જેમાં મફત અનાજવાળી તમામ યોજનાઓને સરકારે હવે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં સામેલ કરી દીધી છે.

    Pradhan Mantri Garib Kalyan Anna Yojana: કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાય મહત્વના નિર્ણયો લેવાયા છે. જેમાં મફત અનાજવાળી તમામ યોજનાઓને સરકારે હવે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં સામેલ કરી દીધી છે. પહેલા ગરીબી રેખા નીચે આવતા લોકોને અંત્યોદય અન્ન યોજના અને આવી જ બીજી યોજનાઓ ચલાવી રહ્યા હતા. જેના દ્વારા ગરીબોને મફત રાશન આપવામાં આવતું હતું. હવે એક જાન્યુઆરીથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત દેશભરમાં ગરીબોને રાશન આપવામાં આવશે.

    આ પણ વાંચો: મોટા સમાચાર: મોદી કેબિનેટમાં UPI ટ્રાંજેક્શન અને મફત રાશન યોજના માટે લેવાયા આ નિર્ણય

    લગભગ 80 કરોડ ગરીબોને થશે ફાયદો


    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટની બેઠકમાં ચર્ચા બાદ આ નિર્ણય પર મહોર લગાવામાં આવી છે. આ નવી યોજનાની શરુઆત 1 જાન્યુઆરી 2023થી થઈ ગઈ છે અને દેશના 80 કરોડ ગરીબોને તેનો લાભ મળી રહ્યો છે. આ યોજનાની શરુઆત થયા બાદ 2023માં પ્રાઈમરી હાઉસહોલ્ડ અને અંત્યોદય અન્ન યોજનાના લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત મફત રાશન આપવામાં આવે છે.

    કેન્દ્ર સરકાર તરફથી કહેવાયું છે કે, PMGKAY અંતર્ગત દેશભરના ગરીબોને રાશન વિતરણ કરવામાં પારદર્શિતા લાવવા અને તમામ રાજ્યોને એક જેવી વ્યવસ્થા લાગૂ થશે. એ એકીકૃત યોજના ગરીબો માટે ખાદ્યાન્નની પહોંચ, સામર્થ્ય અને ઉપલબ્ધતાના મામલામાં NFSA 2013ની જોગવાઈઓને મજબૂત કરશે.

    એક વર્ષ માટે લંબાવી આ યોજના


    આ અગાઉ ડિસેમ્બર 2022માં જણાવ્યું હતું કે, મોદી સરકારે PMGKAY યોજનાને એક વર્ષ સુધી લંબાવી દીધી છે. એટલે કે, આગામી એક વર્ષ સુધી ગરીબોને મફત અનાજની સુવિધા મળતી રહેશે. આપને જણાવી દઈએ કે, 2020માં કોરોના લોકડાઉન બાદ સરકાર તરફથી આ યોજના લાગૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત ગરીબોને 5 કિલો મફત રાશન આપવામા આવે છે. જો કે, પહેલા તે 10 કિલો હતું જેને હવે ઘટાડી દેવામાં આવ્યું છે. મફત અનાજમાં કાપને લઈને વિપક્ષના નેતા મોદી સરકાર પર પ્રહારો કરતા રહ્યા છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Modi government cabinet

    विज्ञापन
    विज्ञापन