પંજાબ નેશનલ બેંકના કૌભાંડ મામલે સીબીઆઇએ ચાર્જશીટ દાખલ કરવાની તૈયારી કરી લીધી છે. સીબીઆઇની ટીમ કોર્ટમાં પહોંચી છે, આ મામલે અત્યાર સુધીમાં તમામ 19 લોકોના નામ પણ ચાર્જશીટમાં છે, તો કહેવામાં આવી રહ્યું છે કે નિરવ મોદી સિવાય પીએનબીના પૂર્વ સીએમ ડી અને સીઇઓના પણ નામ ચાર્જશીટમાં દાખલ કરવામાં આવશે તથા અન્ય બે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
પંજાબ નેશનલ બેંકની મુંબઇ સ્થિત બ્રાંચમાં 11360 કરોડ રૂપિયાના ફ્રોડ ટ્રાન્ઝેકશન મામલે ચાર્જશીટમાં મેહુલ ચોક્સીનું નામ સામેલ છે કહેવામાં આવી રહ્યું છે કે નીરવ મોદીના નાના ભાઇ નિશાલ મોદીના નામનો પણ એફઆઇઆરમાં ઉલ્લેખ છે, જેથી સીબીઆઇની ચાર્જશીટમાં તેમનું પણ નામ સામેલ કરવામાં આવશે.
પંજાબ નેશનલ બેંકમાં 11,360 કરોડના કૌભાંડ મામલે ઈડીએ 17 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. જેમાંથી ચાર ઠેકાણાઓ મુંબઈમાં આવેલા છે. ઈડીએ તપાસ દરમ્યાન નિરવ મોદી અને મેહુલ ચોકસીની 126 કથીત કંપનીઓ અંગે માહિતી મેળવી હતી. જેમાથી 78 કંપનીઓ એવી છે જે નિરવ મોદી નામે છે. બાકીની 48 કંપની મેહુલ ચોકસીની છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર