Lockdown 2.0: લગ્ન પ્રસંગો પર પ્રતિબંધ નહીં, મહેમાનોની સંખ્યા અંગે કલેક્ટર નિર્ણય લેશે

News18 Gujarati
Updated: April 15, 2020, 12:50 PM IST
Lockdown 2.0: લગ્ન પ્રસંગો પર પ્રતિબંધ નહીં, મહેમાનોની સંખ્યા અંગે કલેક્ટર નિર્ણય લેશે
આ સંબંધમાં નવદંપતીએ કહ્યું કે અમે લોકો લોકડાઉનના નિયમોનું પાલન કરીને લગ્ન કર્યા છે. અને અમારા જીવનનો આ પળ એક યાદગાર ઓળખ બની રહેશે. તેમણે કહ્યું તો કોરોના જેવી બિમારીને હંફાવવું હોય તો લોકડાઉનના નિયમનું ચુસ્ત પણે પાલન કરો. અને દેશને આ મહામારીથી બચાવો.

અંતિમ સંસ્કાર માટે કેટલા લોકો હાજર રહી શકે તેનો નિર્ણય પર જિલ્લા કલેક્ટર જ લેશે

  • Share this:
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લૉકડાઉન (Lockdown Phase 2)ને ધ્યાને લઈ બુધવારે ગાઇડલાઇન જાહેર કરી છે. તેમાં લગ્ન પ્રસંગ યોજવા અંગે અને સાર્વજનિક સ્થળો માટે નિર્દેશ સામેલ છે. ગૃહ મંત્રાલય (Home Ministry) તરફથી કહેવામાં આવ્યું છે કે લગ્ન, અંતિમ સંસ્કાર માટે લોકોની સંખ્યા પર અંતિમ નિર્ણય જિલ્લા કલેક્ટર જ લેશે. કેન્દ્ર દ્વારા જાહેર ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે હવે સાર્વજનિક સ્થળે માસ્ક પહેરવો અનિવાર્ય રહેશે. સાથોસાથ સાર્વજનિક સ્થળો પર, કાર્યસ્થળો અને પરિવહનની સેવાઓમાં પણ સ્વાસ્થ્ય મંત્રાલય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી સોશિયલ ડિસ્ટન્સિંગની ગાઇડલાઇન્સનું પાલન કરવાનું રહેશે.

નવી ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે, આ તમામ ગતિવિધિઓ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા મંજૂરી આપ્યા બાદ શરૂ થશે જોકે આ પહેલા સોશિયલ ડિસ્ટન્સિંગના ઉપાય પણ કરવામાં આવશે. ગૃહ મંત્રાલય COVID-19ના પ્રબંધન માટે જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રીય નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે તમામ સાર્વજનિક સ્થઇો, કાર્યસ્થળો પર ફેસ કવર પહેરવું અનિવાર્ય છે. બીજી તરફ, સાર્વજનિક સ્થળો પર થૂંકવું દંડનીય હશે અને તેના માટે ભારે દંડ ફટકારવામાં આવશે.

આ પણ વાંચો, લૉકડાઉન પાર્ટ-2માં ખેડૂતોને મળી મોટી રાહત, હવે આ કામોને મળી છૂટ

સાર્વજનિક સ્થળો પણ 3 મે સુધી બંધ રહેશે  

સરકારે કોરોના વાયરસના કારણે લગાવવામાં આવેલા લૉકડાઉનની બીજા ચરણ માટે બુધવારે નવી ગાઇડલાઇન જાહેર કરતાં તેની અવધિ દરમિયાન તમામ પ્રકારના પબ્લિક ટ્રાન્સપોર્ટ અને સાર્વજનિક સ્થળોને ખોલવા પર પ્રતિબંધ લગાવ્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર દિશા-નિર્દેશો મુજબ, લોકોની આંતર રાજ્ય, આંતર જિલ્લા અવર-જવર, મેટ્રો, બસ સેવાઓ પર 3 મે સુધી પ્રતિબંધ ચાલુ રહેશે.

આ પણ વાંચો, ગરમ દેશોમાં બમણી ગતિએ ફેલાઈ રહ્યો છે કોરોના, ભારત-બ્રાઝિલ બન્યા ઉદાહરણ

 
First published: April 15, 2020, 12:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading