નવી દિલ્હી. સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ ભારત સરકારને નિર્દેશ આપ્યા છે કે કોરોના વાયરસ સંક્રમણ (Coronavirus In India)ના કારણે મૃત્યુ પામનારા લોકોના પરિવારને વળતરની રકમ ( Ex-gratia Compensation)ની ચૂકવણી કરવા માટે દિશા-નિર્દેશ તૈયાર કરે. જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે કોર્ટ કોઈ વળતર નક્કી ન કરી શકે. સરકાર પોતાની નીતિ મુજબ પીડિત પરિવારને રાહત આપવાનો નિર્ણય લઈ શકે છે. કોર્ટે કહ્યું કે, સરકાર પોતાના સંસાધનના હિસાબથી વળતર કે રાહત પર નીતિ નક્કી કરી શકે છે. કોર્ટે કહ્યું કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી વળતર નક્કી કરી શકે છે, નિયમ અને સંસાધન મુજબ. કોર્ટે કહ્યું કે 6 સપ્તાહમાં સરકાર કોઈ નિર્ણય લઈ શકે છે.
નોંધનીય છે કે, અરજીકર્તાઓએ પીડિત પરિવારોને ચાર લાખ રૂપિયા વળતર આપવાની માંગ કરી હતી. જોકે, કોર્ટે આ માંગને ફગાવી દીધી છે. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે આટલું વળતર આપવું શક્ય નથી. સરકાર પર આર્થિક દબાણ વધશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા કે તેઓ કોવિડ સંક્રમણના કારણે થનારા મોતના મામલામાં ડેથ સર્ટિફિકેટ ઇસ્યૂ કરવાને સરળ બનાવવા માટે યોગ્ય દિશા-નિર્દેશ પણ જાહેર કરે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, NDMA પોતાના કાયદાકિય કર્તવ્યનું નિર્વહન કરવામાં નિષ્ફળ રહી છે.
A three-judge bench of the Supreme Court headed by Justice Ashok Bhsuhan, in its judgement, also directs the National Disaster Management Authority to ascertain within 6 weeks ex-gratia amount that can be paid to the family members of those who died due to COVID
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રએ થોડા દિવસો પહેલા થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે રાજકોષીય સામર્થ્યનો કોઈ મુદ્દો નથી પરંતુ રાષ્ટ્રના સંસાધનોનું તર્કસંગત, વિવેકપૂર્ણ અને સર્વોત્તમ ઉપયોગ કરવાને ધ્યાને લઈ કોવિડના કારણે જીવ ગુમાવનારાના પરિવારોને ચાર લાખ રૂપિયાનું વળતર નહીં કરી શકે.
કેન્દ્રએ સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ વધારાનું સોગંદનામું દાખલ કર્યું છે. સુપ્રીમ કોર્ટે 21 જૂને તે બે જાહેરહિતની અરજીઓ પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી દીધો હતો, જેમાં કેન્દ્ર અને રાજ્યોને કોરોના વાયરસનથી જીવ ગુમાવનારા લોકોના પરિવારને કાયદા હેઠળ ચાર-ચાર લાખ રૂપિયાનું વળતર આપવા અને ડેથ સર્ટિફિકેટ ઇસ્યૂ કરવા માટે એકસમાન નીતિનો અનુરોધ કરવામાં આવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર