મોદી સરકારે SCમાં માન્યું - વધી રહ્યો છે Corona, બનાવવા પડશે મેક-શિફ્ટ હોસ્પિટલો

મોદી સરકારે SCમાં માન્યું - વધી રહ્યો છે Corona, બનાવવા પડશે મેક-શિફ્ટ હોસ્પિટલો
પ્રતિકાત્મક તસવીર

તમને જણાવી દઈએ કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના અત્યાર સુધીના સૌથી વધુ 9304 કેસ સામે આવ્યા છે. જ્યારે 260 લોકોના મોત થયા છે.

 • Share this:
  નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં કોરોના વાયરસ સંકટને ધ્યાનમાં રાખી એફિડેવિટ દાખલ કરી છે. કેન્દ્રએ એફિડેવિટમાં એ માન્યું છે કે, દેશમાં કોરોનાના મામલા વધી રહ્યા છે, આવી સ્થિતિમાં દેશમાં મોટી સંખ્યામાં મેકશિફ્ટ હોસ્પિટલ બનાવવા પડશે. કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરાયેલા એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, દેશમાં ઝડપથી કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે, એવામાં ભવિષ્ય માટે હાલની હોસ્પિટલો સિવાય કોરોના દર્દીઓ માટે અસ્થાઈ મેક શિફ્ટ હોસ્પિટલોનું નિર્માણ કરવું પડશે. જેથી તેમની સારવાર થઈ શકે. સુપ્રીમ કોર્ટમમાં સરકારે કહ્યું કે, હાલમાં ફ્રન્ટલાઈન સર્વિસ આપી રહ્યા સ્વાસ્થ્યકર્મીઓની દેખભાળની પણ જરૂરત છે. સરકાર તરફથી પૂરી કોશિસ કરવામાં આવી રહી છે કે, તેમની સુરક્ષા થઈ શકે.

  તમને જણાવી દઈએ કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના અત્યાર સુધીના સૌથી વધુ 9304 કેસ સામે આવ્યા છે. જ્યારે 260 લોકોના મોત થયા છે. આ સાથે ગુરૂવાર સુધીમાં દેશમાં સંક્રમિત અને ઘાતક વાયરસના કારણે મરનારની સંખ્યા વધીને ક્રમશ: 2, 16, 919 અને 6,075 થઈ ગઈ છે. અમેરિકા, બ્રાઝિલ, રશિયા, બ્રિટન, સ્પેન અને ઈટલી બાદ ભારત હવે કોરોના વાયરસથી સૌથી પ્રભાવિત દેશમાં સાતમા નંબર પર છે.  દેશમાં 1,06,737 સંક્રમિત દર્દીઓની સારવાર ચાલી રહી છે

  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં 1,06,737 સંક્રમિત દર્દીઓની સારવાર ચાલી રહી છે અને 1,04,106 લોકો સ્વસ્થ્ય થઈ ચુક્યા છે અને એક દર્દી દેશમાંથી બહાર જઈ ચુક્યો છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, જેથી અત્યાર સુધીમાં લગભગ 47.99 ટકા દર્દી સ્વસ્થ્ય થઈ ચુક્યા છે.

  બુધવાર સવારથી આ ઘાતક વાયરસથી અત્યાર સુધીમાં 260 લોકોના મોત થયા છે. તેમાંથી સૌથી વધારે 122 મોત મહારાષ્ટ્રમાં, દિલ્હીમાં 50, ગુજરાતમાં 30, તામિલનાડુમાં 11, પશ્ચિમ બંગાળમાં 10, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને તેલંગણામાં સાત-સાત લોકોના મોત થયા છે. ત્યારબાદ રાજસ્થાનમાં 6, આંધ્રપ્રદેશમાં ચાર, બિહાર, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, પંજાબ અને ઉત્તરાખંડમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે.

  સૌથી વધુ મહારાષ્ટ્ર અને બીજા નંબર પર ગુજરાતમાં સૌથી વધુ મોત
  મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં આ વાયરસ 2587 લોકોનો જીવ લઈ ચુક્યો છે. ત્યારબાદ ગુજરાતમાં 1122, મધ્ય પ્રદેશમાં 371, પશ્ચિમ બંગાળમાં 345, ઉત્તર પ્રદેશમાં 229, રાજસ્થાનમાં 209, તામિલનાડુમાં 208, તેલંગણામાં 99 અને આંધ્રપ્રદેશમાં 68 લોકોના મોત થયા છે.
  Published by:kiran mehta
  First published:June 04, 2020, 15:31 pm

  ટૉપ ન્યૂઝ