Home /News /national-international /કેન્દ્રની નવી SOP-વિદેશ જતા લોકો 28 દિવસ પછી કોઈપણ સમયે લઈ શકે છે કોવિશિલ્ડનો બીજો ડોઝ

કેન્દ્રની નવી SOP-વિદેશ જતા લોકો 28 દિવસ પછી કોઈપણ સમયે લઈ શકે છે કોવિશિલ્ડનો બીજો ડોઝ

કોરોના મહામારી (Corona Pandemic) દરમિયાન રસીના ડોઝ વચ્ચેનો સમયગાળો હંમેશા મહત્વપૂર્ણ પ્રશ્ન રહ્યો છે. (પ્રતીકાત્મક તસવીર)

    નવી દિલ્લી: કેન્દ્ર સરકારે વિદેશમાં જનારા વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય કર્યો છે. કોરોના વેક્સિનેશન (Corona Vaccination)ના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે આ અંગે સોમવારે એક નવી ગાઈડ લાઈન જાહેર કરી છે. અને તેમા કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ વિદેશનો પ્રવાસ કરવા ઈચ્છે છે તો તે કોવિશીલ્ડ વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસ બાદ ગમે ત્યારે લઈ શકે છે. જોકે પ્રથમ ડોઝ લીધા પછી 84 દિવસ બાદ બીજો ડોઝ લેવાનો નિયમ છે.

    કેન્દ્રના નવા એસઓપીમાં એમ કહેવામાં આવ્યું છે કે, વિદેશી મુસાફરી માટે કોવિડશિલ્ડ રસી લીધી હોય તેવા લોકોને જ રસીકરણનું પ્રમાણપત્ર આપવામાં આવશે. રસીકરણના પ્રમાણપત્ર પર પાસપોર્ટ નંબરનો ઉલ્લેખ કરવો ફરજિયાત છે. આ સુવિધા તે લોકો માટે છે જે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો 31 ઓગસ્ટ સુધી વિદેશ મુસાફરી કરવા માંગે છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નવા એસઓપીમાં એમ કહેવામાં આવ્યું છે કે, ટૂંક સમયમાં વિદેશી મુસાફરી કરનારાઓને લઈને આ ખાસ વ્યવસ્થા કોવિન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે.

    નવી માર્ગદર્શિકાથી કોને ફાયદો

    • જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા જઇ રહ્યા છે.

    • વિદેશમાં નોકરી કરવા જતા લોકો માટે.

    • રમતગમતના વ્યક્તિઓ માટે, ખેલાડીઓ માટે, તથા ટોક્યો ઓલિમ્પિક રમતોમાં ભાગ લેવા જતા સ્ટાફ માટે

    • નવી સિસ્ટમ મુજબ, કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચે ઓછામાં ઓછું 84 દિવસ (12- 16 અઠવાડિયા) નું અંતર હોવું ફરજિયાત છે.


    કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચે ઓછામાં ઓછા દિવસ 84 દિવસ (12- 16 અઠવાડિયા) નું અંતર રાખવાનો નિયમ છે, પરંતુ વિદેશમાં જતા, નોકરી કરતા અને રમતવીરોને આમાંથી મુક્તિ આપવામાં આવશે. તેમને આ લાંબા સમયથી રાહત મળશે. ઓથોરિટી જોશે કે, પહેલા ડોઝ પછી 28 દિવસ વીતી ગયા છે કે કેમ.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Corona vaccine, Covishield

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन