નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) એ 11 સશકત સમૂહોની રચના કરી છે જેથી COVID19 પર વ્યાપક અને એકીકૃત પ્રતિક્રિયા (comprehensive & integrated response) આપી શકાય. આ 11 સશક્ત સમિતિઓમાંથી 9ના અધ્યક્ષ સચિવ સ્તરના અધિકારી હશે. જ્યારે એકની અધ્યક્ષતા નીતિ આયોગ (Niti Ayog) ના સભ્ય અને એકની અધ્યક્ષતા નીતિ આયોગના CEO કરશે.
કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic) થી ઉત્પન્ન ગંભીર પરિસ્થિતઓની વચ્ચે વડાપ્રધાન કાર્યાલય (PMO) એ રવિવારે 11 અલગ-અલગ ઉચ્ચસ્તરીય સમિતિઓની રચના કરી છે. આ સમિતિઓ સ્વાસ્થ્ય સેવાઓમાં સુધાર, અર્થવ્યવસ્થા ને પાટા પર લાવવી અને 21 દિવસનું લૉકડાઉન સમાપ્ત થયા બાદ લોકોની મુશ્કેલીઓને જેટલી શક્ય હોય તેટલી વહેલી તકે દૂર કરવા માટે ભલામણો કરશે.
પીએમના પ્રિન્સિપલ સેક્રેટરીના નિર્દેશનમાં સમિતિઓ કામ કરશે
દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના પ્રસારને નિયંત્રિત કરવાનો પ્રયાસ સ્વરૂપે 24-25 માર્ચની મધ્યરાત્રિથી 21 દિવસનું લૉકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. આ દરમિાયન જરૂરી સેવાઓને બાદ કરતાં અન્ય ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. લોકોને ઘરોમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.
PMO દ્વારા રચવામાં આવેલી સમિતિઓ વિભિન્ન મુદ્દાઓને જોશે. આ સમિતિઓ વડાપ્રધાનના પ્રિન્સિપલ સેક્રેટરી પી. કે. મિશ્રાના નિર્દેશનમાં કામ કરશે. સૂત્રોએ આ જાણકારી આપી છે.
ઓછામાં ઓછા સમયમાં સામાન્ય સ્થિતિનું નિર્માણ કરવાનું પણ કામ કરશે સમિતિઓ
સરકારના આ પગલાને દેશમાં કોરોના વાયરસ ના પ્રસારને જોતાં વિભિન્ન મોરચે ઊભા થયેલા પડકારોથી ઉત્પન્ન ઇમરજન્સી સ્થિતિનો સામનો કરવાની દિશામાં સક્રિયતાની સાથે કરવામાં આવી રહેલી પહેલ તરીકે જોવામાં આવી રહી છે.
સૂત્રોનું કહેવું છે કે જાહેર આરોગ્ય દેખભાળ સહિત પોત-પોતાના ક્ષેત્રોમાં ઓછામાં ઓછામાં સંભવિત સમયમાં સામાન્ય સ્થિતિ લાવવાની રણનીતિ ઉપર પણ આ સમિતિઓ કામ કરશે.