Home /News /national-international /લોકસભા સાથે 11 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવાની તૈયારીમાં કેન્દ્ર: સૂત્ર

લોકસભા સાથે 11 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવાની તૈયારીમાં કેન્દ્ર: સૂત્ર

કેન્દ્ર સરકાર આવનાર વર્ષે લોકસભા ચૂંટણીની સાથે-સાથે 11 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ કરાવી શકે છે.

કેન્દ્ર સરકાર આવનાર વર્ષે લોકસભા ચૂંટણીની સાથે-સાથે 11 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ કરાવી શકે છે.

  કેન્દ્ર સરકાર આવનાર વર્ષે લોકસભા ચૂંટણીની સાથે-સાથે 11 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ કરાવી શકે છે. બીજેપી સૂત્રોએ જણાવ્યું કે, 2019ના લોકસભા ચૂંટણી સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મિઝોરમ, છત્તીસગઢ અને હરિયાણા જેવા રાજ્યોમાં ચૂંટણી કરાવવામાં આવી શકે છે. આ માટે બધી પાર્ટીઓની બેઠક બોલાવવામાં આવી શકે છે. આ રીતે ચૂંટણી કરાવવા માટે સંવિધાનમાં સંશોધન કરવાની જરૂરત પણ નથી. જણાવી દઈએ કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર એક દેશ એક ચૂંટણીના પક્ષમાં છે.

  આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને ઓડિશાની ચૂંટણીઓ લોકસભા ચૂંટણીઓ સાથે જ થશે. જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં લોકસભાની ચૂંટણીઓમાં છ મહિનાની અંદર વિધાનસભાની ચૂંટણીઓ થાય છે. એવામાં આ રાજ્યોની ચૂંટણીઓને કેટલાક મહિનાઓ આગળ વધારી શકાય છે. જમ્મુ કાશ્મીરમાં હાલમાં કોઈની પણ સરકાર નથી. પીડીપી બીજેપીના અલગ થયા પછી રાજ્યપાલ શાસન છે. એવામાં ત્યાં પણ આવતા વર્ષે ચૂંટણી કરાવવામાં આવી શકે છે. જ્યારે મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણા જેવા રાજ્યોમાં સમયથી પહેલા ચૂંટણી કરાવવામાં આવી શકે છે.

  ઉલ્લેખનિય છે કે, ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે વન નેશન વન ઈલેક્શન એટલે રાજ્યોની વિધાનસભા અને લોકસભા ચૂંટણી એક સાથે કરવાને લઈને લો કમીશનને ચિઠ્ઠી લખી છે. અમિત શાહે એક દેશ એક ચૂંટણીનું સમર્થન કરતાં કહ્યું છે કે, ચૂંટણીમાં થનાર ભારે ખર્ચથી બચવા આવું કરવું આવનાર સમયની જરૂરત છે.

  લો કમીશનને મોકલવામાં આવેલ ચિઠ્ઠીમાં શાહે- દેશમાં વર્તમાન સમયમાં ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ થતી રહે છે. આના કારણે માત્ર રાજ્ય સરકાર જ નહી પરંતુ કેન્દ્ર સરકારના પણ વિકાસના કાર્ય રોકાઈ જાય છે. વારં-વાર ચૂંટણીથી ઘણા પૈસા ખર્ચ થાય છે. પ્રશાસન પર પણ બોઝ વધે છે. આને ઓછું કરવા માટે દેશમાં એક ચૂંટણીની જરૂરત છે.

  2013માં આ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ
  રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમ

  2014માં આ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી
  ઓડિશા, તેલંગાના, આંધ્ર પ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, હરિયાણા, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ
  Published by:Mujahid Tunvar
  First published:

  Tags: 2019 lok sabha election, Assembly elections, Center government

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन