ગૃહ મંત્રાલયે લૉકડાઉનમાં આપી થોડી છૂટ, કહ્યું- બોર્ડર પર ડૉક્ટર્સ-મેડિકલ સ્ટાફને રોકશો નહીં

ગૃહ મંત્રાલયે લૉકડાઉનમાં આપી થોડી છૂટ, કહ્યું- બોર્ડર પર ડૉક્ટર્સ-મેડિકલ સ્ટાફને રોકશો નહીં
ભારત (India)માં ભલે કોરોના વાયરસ સંક્રમણ (Coronavirus)ની ઝડપથી ફેલાઇ રહ્યું હોય. પણ દુનિયા (World)ની સામે ભારતની સ્થિતિ બાકીથી સારી છે. ભારતમાં એક લાખની વસ્તી સામે કોરોના વાયરસના ખાલી 7.1 કેસ સામે આવ્યા છે. જ્યારે વૈશ્વિક સ્તર પર આ આંકડો પ્રતિ લાખ 60 દર્દીઓનો છે. ઉલ્લેખનીય છે કે દેશમાં અત્યારસુધી કોરોના વાયરસથી 96,169 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. જ્યારે 3029 લોકોની મોત થઇ ગઇ છે. આ તમામની વચ્ચે ભારતમાં કોરોના સંક્રમિત લોકોના ઠીક થવાનો દર 38.39 ટકા થયો છે.

કેન્દ્ર સરકારે રાજ્યોને એ સુનિશ્ચિત કરવાનું કહ્યું છે કે લૉકડાઉનમાં ડૉક્ટર્સ- મેડિકલ સ્ટાફની અવર-જવરમાં કોઈ પ્રકારની મુશ્કેલી ન થવી જોઈએ

 • Share this:
  નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે રાજ્યોને એ સુનિશ્ચિત કરવાનું કહ્યું છે કે લૉકડાઉન (Lockdown) દરમિયાન ડૉક્ટરો અને પેરા મેડિકલ સ્ટાફની અવર-જવરમાં કોઈ પ્રકારની મુશ્કેલી ન થવી જોઈએ. સરકારે કહ્યું કે આ લોકોની અવર-જવર પર પ્રતિબંધ લગાવવાથી કોવિડ અને બિન-કોવિડ ચિકિત્સા સેવાઓ ગંભીર રીતે પ્રભાવિત થઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી પડોશી રાજ્યો દ્વારા અંતર રાજ્ય સરહદો બંધ કરવા અને ચિકિત્સાકર્મીઓની અવર-જવર પ્રતિબંધ લગાવ્યા બાદ રાષ્ટ્રીય રાજધાની સહિત કેટલાક સ્થળો પર સ્વાસ્થ્ય સેવાઓ પ્રભાવિત થવાના અહેવાલ આવી રહ્યા છે.

  ગૃહ સચિવે લખ્યો પત્ર  તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને લખેલા એક પત્રમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા (Home Secretary Ajay Bhalla)એ કહ્યું કે મેડિકલ તથા પેરા મેડિકલ સ્ટાફની અંતર રાજ્ય અવર-જવરને જ્યાં જરૂર હોય ત્યાં સુગમ બનાવવી જોઈએ. તેઓએ પત્રમાં કહ્યું કે, મેડિકલ પ્રોફેશનલ અને પેરા મેડિકલ સ્ટાફની અવર-જવર પર કોઈ પ્રકારના પ્રતિબંધ કોવિડ અને બિન-કોવિડ મેડિકલ સેવાઓમાં ગંભીર અડચણો પહોંચી શકે છે. તેઓએ કહ્યું કે, તમામ મેડિકલ પ્રોફેશનલ્સની સરળ અવર-જવર જન સ્વાસ્થ્ય સુવાઓ અને અનમોલ માનવ જિંદગીઓ બચાવવા માટે આવશ્યક છે...

  આ પણ વાંચો, લૉકડાઉનના કારણે તુર્કી ન જઈ શક્યો આ જર્મન, 54 દિવસથી દિલ્હી એરપોર્ટ પર રહેવા મજબૂર

  'આવું ન કરો'

  ભલ્લાએ કહ્યું કે, અનેક સ્થળો પર ખાનગી ક્લિનિકો અને નર્સિંગ હોમના સંચાલનની મંજૂરી નથી આપવામાં આવી તેવા અહેવાલો આવી રહ્યા છે. તેઓએ ધ્યાન દોર્યું કે આ ચિકિત્સા કેન્દ્રો ચાલુ થવા ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે રોજેરોજના મેડિકલ માળખાનો અભિન્ન અંગ છે અને હૉસ્પિટલોનો ભારણ ઓછું કરે છે. તેઓએ કહ્યું કે હું તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોથી આવા તમામ ક્લિનિક તથા નર્સિંગ હોમને કોઈ અડચણ વગર કામ કરવા દેવાનું સુનિશ્ચીત કરવાની અપીલ કરું છું.

   

  આ પણ વાંચો, ICMRની નવી ગાઇડલાઇન, ડૉક્ટરોએ કોરોના દર્દીઓના મોતના કારણની જાણકારી આપવી પડશે
  Published by:News18 Gujarati
  First published:May 11, 2020, 13:55 IST

  ટૉપ ન્યૂઝ