Home /News /national-international /મોદી સરકારની આતંકવાદનો સફાયો કરવાની કોશિશો તેજ, જૈશ-એ-મોહમ્મદના પ્રોક્સી સંગઠન PAFF પર પ્રતિબંધ

મોદી સરકારની આતંકવાદનો સફાયો કરવાની કોશિશો તેજ, જૈશ-એ-મોહમ્મદના પ્રોક્સી સંગઠન PAFF પર પ્રતિબંધ

આતંકવાદના સફાયાની કોશિશો તેજ, JEMના પ્રોક્સી સંગઠન PAFF પર પ્રતિબંધ લગાવ્યો છે.

Jammu and Kashmir: વેલીમાં આતંકવાદ પર કમર કસવાની કોશિશ ઝડપી બનાવીને કેન્દ્ર સરકારે પ્રતિબંધિત સંગઠન જૈસ-એ-મોહમ્મદના પ્રોક્સી સંગઠન પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ અને તેની સાથે જોડાયેલા તમામ ફ્રન્ટ સંગઠનોને પ્રતિબંધિત સંગઠનોના લિસ્ટમાં નાખી દીધા છે.

વધુ જુઓ ...
    સર્જિકલ સ્ટ્રાઈક હોય કે સરહદ પાર ફાઈટર પ્લેન મોકલીને એક્શન લેવાની હોય મોદી સરકાર એક્ટિવ રહેતી હોય છે. હવે કેન્દ્રએ પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ (People’s Anti Fascist Front - PAFF) અને તેની સાથે જોડાયેલા તમામ ફ્રન્ટ સંગઠનોને 'આતંકવાદી' સંગઠન જાહેર કર્યા છે. PAFF વર્ષ 2019માં જૈશ-એ-મોહમ્મદના એક પ્રોક્સી સંગઠન તરીકે સામે આવ્યું છે. PAFF સતત સુરક્ષા બળો, નેતાઓ અને કાશ્મીરમાં કામ કરી રહેલા અન્ય લોકોને ધમકીઓ આપે છે. 2019માં આ સંગઠન જૈશ-એ-મોહમ્મદનું પ્રોક્સી સંગઠન બન્યા પછી ગેરકાયદેસર ગતિવિધિ અધિનિયમ 1967 હેઠળ પહેલી અનુસૂચીની ક્રમ સંખ્યા 6માં લિસ્ટેડ એક પ્રતિબંધિત આતંકવાદી સંગઠન છે.

    ગૃહ મંત્રાલયે એક અધિસૂચના જારી કરીને કહ્યું છે કે, "PAFF" સતત ભારતીય સુરક્ષા બળો, રાજકીય નેતાઓ, અન્ય રાજ્યથી જમ્મુ કાશ્મીરમાં કામ કરવા માટે આવેલા નાગરિકોને ધમકી આપતું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે અન્ય સંગઠનો સાથે PAFF જમ્મુ કાશ્મીર અને ભારતના અન્ય મુખ્ય શહેરોમાં હિંસક આતંકવાદી કામોને પાર પાડવા માટે સંગઠીત રીતે અને સૌશિયલ મીડિયામાં સક્રિય રીતે ષડ્યંત્ર રચવામાં જોડાયેલું છે.

    આ પણ વાંચોઃ કાતિલ ઠંડીનું જોર રહેશે, બે દિવસ બાદ તાપમાનમાં મોટા ફેરફારની આગાહી

    આ સાથે ગૃહ મંત્રાલયે કહ્યું કે PAFF અન્ય સંગઠનો સાથે બંદૂક, દારુ-ગોળા અને વિસ્ફોટકોના ઉપયોગ માટે યુવાનોની ભરતી અને ટ્રેનિંગના ઉદ્દેશ્યથી તેમને કટ્ટર બનાવવાનું કામ કરવા સાથે સંકળાયેલું છે.

    PAFFના આ તમામ કામોને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારનું માનવું છે કે પીપલ્સ એન્ટી ફાસિસ્ટ-ફ્રન્ટ આતંકવાદ સાથે સંકળાયેલું છે અને તેણે ભારતમાં આતંકવાદના અલગ-અલગ કામોને પાર પાડ્યા છે. કેન્દ્ર સરકારે શુક્રવારે યુએપીએની ચોથી અનુસૂચી હેઠળ લશ્કર-એ-તૈયબાના આકા અરબાઝ અહમદ મીરને વ્યક્તિગત આતંકવાદી જાહેર કર્યો, જે હાલ પાકિસ્તાનમાં બેઠેલો છે. મીર પાછલા ઘણાં વર્ષોથી કુલગામમાં એક સ્કૂલ શિક્ષક રજની બાલાના ટાર્ગેટેડ કિલિંગ મામલે મુખ્ય આરોપી હતો.

    " isDesktop="true" id="1315122" >

    નોંધનીય છે કે પાકિસ્તાન સ્થિત ઘણાં આતંકી સંગઠન હવે કાશ્મીર વેલીમાં આતંકવાદ ફેલાવાનું ષડ્યંત્ર રચવા માટે ઘણાં છૂપા સંગઠનોના સહારે યુવાનોને ખોટા કામમાં ઢસડવાનું કામ કરી રહી છે.
    Published by:Tejas Jingar
    First published:

    Tags: Center government, Home minister amit shah, Home ministry

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन