બ્લૂમબર્ગની એક રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને કહ્યું છે કે, રૂપિયાને મજબૂત કરવા માટે જરૂરી પગલાઓ એકદમ ઝડપી લેવામાં આવે, પાછલા મહિને રૂપિયાની સ્થિતિ ખુબ જ ખરાબ રહી. આ વર્ષે રૂપિયો અમેરિકન ડોલરની સરખામણીએ 11.6 ટકા નીચે પટકાયા બાદ 2011 પછી અત્યાર સુધીની સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયો છે. સરકારી પ્રવક્તાએ જણાવ્યું કે, નાણામંત્રાલય અને કેન્દ્રીય બેંક એક બીજામાં સંપર્કમાં છે.
કેન્દ્ર સરકારે સોમવારે કહ્યું કે, તેઓ રૂપિયાની ઘટતી કિંમતથી ચિંતામાં છે. આમાં સુધાર લાવવા માટે સરકાર સ્પેશ્યલ ડિપોઝીટ સ્કીમ લાવવાનું વિચારી રહી છે જેથી આ સમસ્યાને ઉકેલી શકાય. બ્લૂમબર્ગે કહ્યું કે, રૂપિયાની ઘટકી કિંમત અમેરિકન ડોલર સામે 72.66 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે. જોકે, કેટલાક સમય પછી ફરીથી રૂપિયો થોડો મજબૂત થયો હતો.
ચાલુ ખાતાનું નુકશાન અને વધતી કિંમત હાલમાં સરકારની મુશ્કેલીમાં વધારો કરી શકે છે અને સતત ડોલરની વધતી કિંમત પણ સરકારના પાયા હચમચાવી શકે છે. શુક્રવારે રજૂ થયેલા આંકડાઓ અનુસાર વ્યાપાર નુકશાનના કારણે ચાલું ખાતાઓનું નુકશાન એપ્રિલ-જૂન મહિનામાં વધીને 15.8 બિલિયન ડોલર થઈ ગયું છે જે આ મહિનામાં પાછલા વર્ષે 15 બિલિયન ડોલર હતું. 2013માં આવી રીતની સમસ્યાને ઉકેલવા માટે રિઝર્વે બેંકે ડિસ્કાઉન્ટ ફોરેન કરન્સી સ્વૈપનો ઉપયોગ કરીને 34 બિલિયન ડોલર કરન્સી ઉભી કરી નાંખી હતી.
નાણામંત્રી અરૂણ જેટલીએ પાછલા સપ્તાહે કહ્યું હતુ કે, રૂપિયાની કિંમત વૈશ્ચિક કારણોથી ઘટી રહી છે આનાથી ચિંતિત થવાની જરૂરત નથી. જણાવી દઈએ કે, સોમવારે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓએ ભારત બંધનું આહ્વાન આપ્યું હતું.
ઈન્ટરનેશનલ ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝ અનુસાર રૂપિયાની સતત ઘટતી કિંમત ભારતીય કંપનીઓ માટે 'ક્રેડિટ નેગેટિવ' હશે કેમ કે આ કંપનીઓએ લોન અમેરિકન ડોલરમાં લીધેલી છે જ્યારે તેમની આવક રૂપિયામાં થાય છે.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર