દિલ્હી સહિત 9 રાજ્યોમાં ફરી વધી રહ્યા છે કોરોનાના કેસ, કેન્દ્રએ આપ્યા ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટના નિર્દેશ

દિલ્હી સહિત 9 રાજ્યોમાં ફરી વધી રહ્યા છે કોરોનાના કેસ, કેન્દ્રએ આપ્યા ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટના નિર્દેશ
(તસવીર - AP)

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને સતર્ક રહેવાની અપીલ કરી છે

  • Share this:
    નવી દિલ્હી : દેશમાં ફરી એક વખત ઝડપથી વધી રહેલા કોરોના વાયરસને કાબુમાં કરવા માટે કેન્દ્ર સરકાર (Central Government)એલર્ટ છે. શનિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ (Rajesh Bhushan)અને નીતિ આયોગના (NITI Ayog)સ્વાસ્થ્ય સદસ્ય ડોક્ટર વિનોદ પોલે 9 રાજ્યોના સ્વાસ્થ્ય સચિવ સાથે વાતચીત કરી છે. આ રાજ્યોમાં કોવિડ-19ના (Covid-19) કેસમાં વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને સતર્ક રહેવાની અપીલ કરી છે.

    સમાચાર એજન્સી એએનઆઈના મતે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ અને નીતિ આયોગના સ્વાસ્થ્ય સદસ્ય ડોક્ટર વિનોદ પોલે હરિયાણા, આંધ્ર પ્રદેશ, ઓડિશા, ગોવા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી અને ચંદીગઢના સ્વાસ્થ્ય સચિવો સાથે ચર્ચા કરી છે. કોવિડ-19 સુરક્ષાને ધ્યાનમાં રાખીને થયેલી આ બેઠકમાં નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેક્ટર પણ સામેલ થયા હતા. આ 9 રાજ્યોમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.



    આ પણ વાંચો - સુરત : શાળાઓમાં કોરોનાનું સંક્રમણ વધ્યું, 3 વિદ્યાર્થી અને 1 શિક્ષક પોઝિટિવ

    આ સિવાય કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના વાયરસ મહામારીને લઈને શરૂઆતમાં લેવામાં આવેલી સાવધાનીઓ પર પાછા ફરવાની અપીલ કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટની વ્યવસ્થાઓ પર ફરીથી કામ શરુ કરે. કેરળ અને મહારાષ્ટ્ર સિવાય દેશના ઘણા રાજ્યોમાં સ્થિતિ બગડી રહી છે.

    શનિવારે ભારતમાં એક દિવસમાં કોરોના સંક્રમણના 18,327 નવા કેસ સામે આવ્યા છે.
    Published by:Ashish Goyal
    First published:March 06, 2021, 19:03 pm

    ટૉપ ન્યૂઝ