Home /News /national-international /સલીમ-સુલેમાન દ્વારા પ્રેરણાદાયક BYJU'S Young Genius ગીત સાથે કરીએ ભારતના તેજસ્વી સિતારાઓની ઉજવણી!

સલીમ-સુલેમાન દ્વારા પ્રેરણાદાયક BYJU'S Young Genius ગીત સાથે કરીએ ભારતના તેજસ્વી સિતારાઓની ઉજવણી!

BYJU'S Young Genius- News18 ની એક પહેલ. એક શો કે જે ભારતના કેટલાક યુવા અને તેજસ્વી સિતારાઓ પર લોકોનું ધ્યાન દોરશે, અને News18 ઇન્ડિયા, CNN News18, હિસ્ટ્રી ટીવી 18 અને તમામ 18 નેટવર્ક ચેનલો તેમજ બધી રિજનલ ચેનલો પર તેમની પ્રતિભાને ભારતના કેટલાક મોટા અને સૌથી વધુ જાણીતા નામો સમર્થન આપશે

BYJU'S Young Genius- News18 ની એક પહેલ. એક શો કે જે ભારતના કેટલાક યુવા અને તેજસ્વી સિતારાઓ પર લોકોનું ધ્યાન દોરશે, અને News18 ઇન્ડિયા, CNN News18, હિસ્ટ્રી ટીવી 18 અને તમામ 18 નેટવર્ક ચેનલો તેમજ બધી રિજનલ ચેનલો પર તેમની પ્રતિભાને ભારતના કેટલાક મોટા અને સૌથી વધુ જાણીતા નામો સમર્થન આપશે

વધુ જુઓ ...
એવા જીનિયસ કે જેમણે જે રીતે ઘણી સેલેબ્રિટીઓને આશ્ચર્યમાં મૂક્યા તેજ રીતે તમને પણ ચોકાવી દેશે! અને BYJU’S Young Genius- News18 ની પહેલમાં તમને આજ જોવામાં મળશે.

આપણો ભારત દેશ યુવા સંશોધકો, ઇકો-વોરિયર્સ, ડેટા સાઈન્ટિસ્ટ, જિમ્નાસ્ટ, ડાન્સર, શાર્પશૂટર્સ, સંગીતકારો, પ્રાણી બચાવનારાઓ અને એવા ઘણા તારલાઓથી ભરેલો છે. આવા ઘણા લોકોમાં નાની ઉંમરે ઘણી પ્રતિભા અને જોશ ભરેલો હોય છે. BYJU'S Young Genius- News18 ની એક પહેલ. એક શો કે જે ભારતના કેટલાક યુવા અને તેજસ્વી સિતારાઓ પર લોકોનું ધ્યાન દોરશે, અને News18 ઇન્ડિયા, CNN News18, હિસ્ટ્રી ટીવી 18 અને તમામ 18 નેટવર્ક ચેનલો તેમજ બધી રિજનલ ચેનલો પર તેમની પ્રતિભાને ભારતના કેટલાક મોટા અને સૌથી વધુ જાણીતા નામો સમર્થન આપશે.

News18 નેટવર્ક ના CEO-હિન્દી ન્યુઝ મયંક જૈન કહે છે, “TV પર 70 કરોડ અને ડિજિટલ પ્લેટફોર્મ પર 20 કરોડની પહોંચ સાથે દેશના સૌથી મોટા ન્યૂઝ નેટવર્ક તરીકે, અમને આશા છે કે BYJU’S Young Genius એક એવી અનોખી પહેલ તરીકે ઊભરી આવશે કે જે ભારતના ભાવીને ઉજ્વળ બનાવશે, અને બાળકોને તેમના સપનાઓને અનુસરવા પ્રેરણા આપશે.

આ અનોખી પહેલ, યુવા પેઢીની સકારાત્મક અને તેજસ્વી વાર્તાઓને જાણવાનો પ્રયત્ન કરે છે જે ભારતના એક વિશ્વસનીય સમાચાર નેટવર્કના માધ્યમથી લાખો લોકો સુધી પ્રસારિત કરવામાં આવશે. Network18 એ આવા તેજસ્વી બાળકોને વિવિધ શહેરો અને વિવિધ ભાષાઓમાં યોગ્ય પ્રકારનું કેન્દ્ર મંચ આપવા માટે એક યોગ્ય માર્ગ છે.

BYJU’S 'Young Genius' ચિલ્ડ્રન્સ ડે ના દિવસે 'કોલ ફોર એન્ટ્રી' ની પ્રમોશનલ ઝુંબેશથી પ્રારંભ થયું, જેને લોકોનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો. આ તમામ એન્ટ્રીમાથી અંતિમ પસંદ કરેલ યુવાન પ્રતિભાઓ 11 ભાગના સાપ્તાહિક શોમાં દર્શાવવામાં આવશે જે 16 જાન્યુઆરી 2021 ના ​​રોજ શરૂ થશે અને દર શનિવારે સાંજે News18 નેટવર્કની 18 ચેનલો પર પ્રસારિત થશે અને રવિવારની સવાર/બપોરે ફરી પ્રસારિત થશે. દરેક એપિસોડમાં વિવિધ ક્ષેત્ર જેવા કે શૈક્ષણિક, પરફોર્મિંગ આર્ટ્સ, ટેક્નોલજી અને સ્પોર્ટ્સના બાલ કલાકાર દર્શવામાં આવશે, અને દર્શકને તેમની અનન્ય પ્રતિભા દર્શાવતા તેમની વાર્તા અને ત્યાર સુધીની તેમની કુશળતાનો સફર દેખાડવામાં આવશે.

આ પ્રોમો અહીં જુઓ:

" isDesktop="true" id="1063508" >

યંગ જીનિયસ સાથે હાથ મિલાવતા જાણીતા સંગીતકારો સલીમ અને સુલેમાન મર્ચન્ટ પણ છે જે કહે છે કે, “અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે અમને યંગ જીનિયસ માટે સંગીત કંપોઝ કરવાની તક મળી - આ એક અતુલ્ય શો છે જે અસાધારણ પ્રતિભા ધરાવતા બાળકોને શોધવા અને નાની ઉમરે તમની પ્રતિભાની સંભાળ માટે તેમને સક્ષમ બનાવે છે. મને ખુશી છે કે News18 અને BYJU'S એવી પ્રતિભાને પ્રોત્સાહિત કરી રહ્યાં છે જે આગળ જતાં આપણા દેશ અને સમાજ માટે ખૂબ જ અનન્ય રીતે ફાળો આપશે."

તેમનું મોહક ગીત 'યૂ આર ધ બ્રાઈટેસ્ટ સિતારા’ ઘણી અતુલ્ય કથાઓ દર્શાવે છે. સલીમ-સુલેમાન દ્વારા કંપોઝ અને ગવાયેલું અને શ્રદ્ધા પંડિત દ્વારા લખાયેલું આ ગીત શોના લોકાર્પણની ઘોષણા કરે છે, તેમનો સંદેશ આપે છે કે બાળકો જે કોઈ પણ સપના પર મન સાથે કામ કરે તો તે દરેક સપના સાચા કરી શકે છે અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકે છે. સલીમ મર્ચન્ટ ઉમેરે છે “આ ગીત દર્શકોને યંગ જીનિયસ સાથે જોડાવા અને તેમની પ્રતિભાની ઉજવણી કરવા બોલાવે છે, પરંતુ સ્પષ્ટપણે આ શો સાથે સંકળાયેલ દરેક વ્યક્તિ અત્યારથી જ પોતાનામાં પરિવર્તન જોઇ રહ્યા છે “સુલેમાન અને હું બંને આમાં ફાળો આપવા બદ્દલ પોતાને ભાગ્યશાળી અનુભવીએ છીએ. આ અમારી માટે પણ કઈક નવું શીખવાનો અનુભવ રહ્યો છે.”

આ ગીતના લોન્ચ વિશે BYJU’S VP-માર્કેટિંગ, કહે છે, "દરેક બાળક અનન્ય છે અને તેમની પ્રતિભા દર્શાવવાની તેમની અલગ રીત ધરાવે છે. અમે આશા રાખીએ છીએ આવી વધુ છુપાયેલી પ્રતિભાને અમે દેશ સામે લાવીએ અને તેમની વૃદ્ધિ માટે તેમને પ્રોત્સાહિત કરે છે."

અહીં સાંભળો. " isDesktop="true" id="1063508" >

ફાઇનલ એપિસોડો સુધી પહોંચેલ દરેક બાળક વિવિધ પૃષ્ઠભૂમિથી આવે છે અને વિવિધ રુચિઓ ધરાવે છે, અને તેમની વચ્ચેની સામાન્ય બાબત એ છે કે તે બધા ખુબજ પ્રતિભાશાળી છે. નીતિ આયોગ ના CEO અમિતાભ કંત, પદ્મ ભૂષણ ડો. મલ્લિકા સારાભાઇ, ભારતીય હોકીના પૂર્વ કેપ્ટન - સરદાર સિંઘ અને CNBC -ટીવી 18 ના મેનેજિંગ એડિટર શિરીન ભાનની આગેવાની હેઠળ સિલેક્ષન પ્રોસેસ ખુબજ કડક હતી. આ પ્રયત્નોનો સફળ પરિણામ આવશે જ્યારે 11 એપિસોડની શ્રેણીમાં આ 21 બાળ સીતારાઓ Network18 ની ચેનલો અને ડિજિટલ પ્લેટફોર્મ પર તેમની પ્રતિભા પ્રસ્તુત કરશે.

આ યુવાન પ્રતિભાઓને ઉત્સાહિત કરવા માટે લિએન્ડર પેસ, દુતી ચાંદ, શંકર મહાદેવન, રાજકુમાર રાવ, પીવી સિંધુ, સોનુ સૂદ, સોહા અલી ખાન અને વિરેન્દ્ર સેહવાગ જેવા વિવિધ ક્ષેત્રની હસ્તીઓ આ શો માં દેખાશે. આ અનોખા શો માં સેલિબ્રિટિઑ તેમની જબરદસ્ત સેલિબ્રિટી પાવર સાથે દેશને આવા અતુલ્ય જીનિયુઝની ઉજવણી કરવામાં મદદ કરશે. આ શોનો હેતુ છે દર્શકોને આવી પ્રતિભા ધરાવનાર બાળકો શોધવા માટે પ્રોત્સાહિત કરવા આવે અને તેમની વાર્તાઓને દુનિયાભરમાં લોકો સુધી પહોંચાડવું.

યંગ જીનીયસોનો સમય હવે આવી ગયો છે. તેમની પ્રતિભા લોકો સુધી પહોંચાડવામાં સહાય કરો!
#BYJUSYoungGenius ને ફોલો કરીને અથવા https://www.news18.com/younggenius/
ની મુલાકાત લઈને ભારતભરના આવા કેટલાક પ્રતિભાશાળી તારલાઑની વાર્તાઓને જાણો.

આ ભાગીદારીવાળી પોસ્ટ છે.
First published:

Tags: Byjus, BYJUS Young Genius

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો