2024ની લોકસભા ચૂંટણી સુધીમાં શરૂ થઈ જશે રિમોટ વોટિંગની વ્યવસ્થા : મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરા

2024ની લોકસભા ચૂંટણી સુધીમાં શરૂ થઈ જશે રિમોટ વોટિંગની વ્યવસ્થા : મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરા
મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાની ફાઇલ તસવીર

મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ કહ્યું કે, રિમોટ વોટિંગની પ્રાયોગિક પરિયોજના બે-ત્રણ મહિનામાં શરૂ થઈ શકે છે

  • Share this:
    નવી દિલ્હી. મુખ્ય ચૂંટણી કમિશ્નર (CEC) સુનીલ અરોરા (Sunil Arora)એ શનિવારે આશા વ્યક્ત કરી કે રિમોટ વોટિંગ (Remote Voting)ની વ્યવસ્થા 2024ની લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024) સુધીમાં શરુ થઈ શકે છે. અરોરાએ તેની સાથે જ કહ્યું કે, પ્રાયોગિક પરિયોજના આગામી બે-ત્રણ મહિનામાં શરૂ થઈ શકે છે. અરોરાએ એક કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું કે ચૂંટણી પંચ (Election Commission)એ આ વર્ષની શરૂઆતમાં આઇઆઇટી મદ્રાસ, અન્ય આઇઆઇટી અને અન્ય પ્રમુખ સંસ્થાનોને પ્રતિષ્ઠિત ટેક્નોક્રેટ્સની સાથે વિચાર વિમર્શથી રિમોટ વોટિંગને સક્ષમ બનાવવા માટે એક શોધ પરિયોજના શરૂ કરી હતી.

    મુખ્ય ચૂંટણી કમિશ્નરે કહ્યું કે, છેલ્લા કેટલાક મહિનાઓથી એક સમર્પીત ટીમ આ પરિયોજનાને આકાર આપવા માટે અથાગ મહેનત કરી રહી છે. તેઓએ કહ્યું કે, આશા છે કે આ અવધારણા 2024ની લોકસભા ચૂંટણી સુધીમાં પૂર્ણ થઈ જાય. CECએ કહ્યું કે, પહેલી પ્રાયોગિક પરિયોજના આગામી બેથી ત્રણ મહિનામાં શરૂ થઈ શકે છે. તેઓએ કહ્યું કે આ રેખાંકિત કરવું જરુરી છે કે પરિયોજનાનો ઉદ્દેશ્ય ન તો ઇન્ટરનેટ આધારિત મતદાન છે અને ન તો તેમાં ઘરે બેઠા મતદાન સામેલ છે.



    આ પણ વાંચો, Ind vs Eng: ટીમ ઈન્ડિયાની જીત બાદ વિરાટ કોહલીનું મોટું નિવેદન, કહ્યુ- IPL 2021માં પણ કરશે ઓપનિંગ

    સુનીલ અરોરાએ કહ્યું કે, ચૂંટણી પંચ માટે મતદાનની પારદર્શિતા અને ગોપનીયતા હંમેશા સ્વતંત્ર, નિષ્પક્ષ અને વિશ્વસનીય ચૂંટણી સુનિશ્ચિત કરવામાં એક માર્ગદર્શક વિચાર રહ્યો છે. તેઓએ કહ્યું કે, ચૂંટણી પંચ ટૂંક સમયમાં જ વિભિન્ન વિકલ્પો પર વિચાર-વિમર્શ બાદ આ પ્રકારના મતદાનના અંતિમ મોડલને આકાર આપશે.

    આ પણ વાંચો, Corona Returns: આ દેશોથી આવનારા લોકોને રહેવું પડશે 14 દિવસ સુધી ક્વૉરન્ટિન


    તેઓએ કહ્યું કે, કેટલાક પ્રક્રિયાત્મક ફેરફાર પણ થશે. CECએ કહ્યું કે, રાજકીય પાર્ટીઓ અને અન્ય હિતધારકોની સાથે વ્યાપક વિચાર-વિમર્શ થશે. પરિયોજનામાં સામેલ બ્લોકચેન ટેક્નોલોજી વિશે જણાવતા પૂર્વ વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશ્નર સંદીપ સક્સેનાએ પહેલા કહ્યું હતું કે આ અવધારણા બાયોમેટ્રિક ઉપકરણો અને એક વેબ કેમેરાની સાથે સક્ષમ સમર્પિત ઇન્ટરનેટ લાઇનો પર વ્હાઇટ-લિસ્ટેડ આઇપી ઉપકરણો પર નિયંત્રિત માહોલમાં બે તરફથી ઇલેક્ટ્રોનિક વોટિંગ પ્રણાલી છે.

    તેઓએ આશા વ્યક્ત કરી કે આ અવધારણા આગામી 6 મહિના કે એક વર્ષમાં પુર્ણ થશે. હાલના સમયમાં અનિવાસી ભારતીય તે મતક્ષેત્રમા; મતદાન કરી શકે છે જેમાં તેમનું નિવાસસ્થાન સ્થિત છે, જેનો ઉલ્લેખ પાસપોર્ટમાં કરવામાં આવ્યો છે.
    Published by:Mrunal Bhojak
    First published:March 21, 2021, 08:12 am

    ટૉપ ન્યૂઝ