JK: પાકિસ્તાને ફરી કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન, પૂંછ અને ભીબંર સેક્ટરમાં ફાયરિંગ ચાલુ

VINOD LEUVA | News18 Gujarati
Updated: September 27, 2017, 3:18 PM IST
JK: પાકિસ્તાને ફરી કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન, પૂંછ અને ભીબંર સેક્ટરમાં ફાયરિંગ ચાલુ
પાકિસ્તાન 1 ઓગષ્ટથી અત્યાર સુધીમાં 285 સીઝફાયરનું ઉલ્લંઘન થઇ ચુક્યુ છે જ્યારે વર્ષ 2016માં કૂલ 228 વખત પાકિસ્તાને સિઝફાયર તોડ્યો હતો.
VINOD LEUVA | News18 Gujarati
Updated: September 27, 2017, 3:18 PM IST
પાકિસ્તાને ફરી એક વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. જમ્મૂ-કશ્મીરનાં પૂંછ અને ભીબંર સેક્ટરમાં પાકિસ્તાની રેંજર્સ દ્વારા BSF કેમ્પ અને રહેવાસી વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યાં છે. તેઓ અહીં અંધાધુંધ ફાયરિંગ કરી રહ્યાં છે.

સોર્સિસની માનીયે તો, મંગળવારે અડધી રાતથી પાકિસ્તાન તરફથી સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે ભારતીય સેના પણ પાકિસ્તીની રેન્જર્સને જડબાતોડ જવાબ આપે છે. આ પહેલાં 21 સેપ્ટેમ્બરનાં રોજ જમ્મૂનાં સામ્બા સેક્ટરનાં અરનિયા વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાને 6 દિવસની અંદર ત્રીજી વખત સીઝફાયરનું કર્યુ
છે ઉલ્લંઘન કર્યુ છે.



21 સેપ્ટેમ્બરનાં રોજ પાકિસ્તાની સેનાએ કશ્મીરનાં અખનૂર અને પૂંછ સેક્ટરની LoC પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ હતું. ફાયરિંગમાં BSFનાં બે જવાન સહિત 5 લોકો ઘાયલ થયા હતા.
આપને જણાવી દઇએ કે 1 ઓગષ્ટથી અત્યાર સુધીમાં 285 સીઝફાયરનું ઉલ્લંઘન થઇ ચુક્યુ છે જ્યારે વર્ષ 2016માં કૂલ 228 વખત પાકિસ્તાને સિઝફાયર તોડ્યો હતો.
First published: September 27, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर