ભારતીય સેનાએ વધારી નિવૃત્તિની ઉંમર, સમયથી પહેલા નિવૃત્ત થયા તો નહીં મળે પેન્શન

પ્રતિકાત્મક તસવીર

તેવામાં કહેવામાં આવ્યું છે કે પેન્શન અને નિવૃત્તનીથી જોડાયેલા આ ફેરફારના પ્રસ્તાવનો ડ્રાફટ 10 નવેમ્બર સુધી તૈયાર કરી DMAના સેક્રેટરી જનરલ બિપિન રાવતને રિવ્યૂ માટે મોકલવામાં આવશે.

 • Share this:
  કેન્દ્ર સરકાર ભારતની ત્રણેય સેનાઓના અધિકારીઓથી જોડાયેલા મહત્વના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. ન્યૂઝ એજન્સી ANIએ સુત્રોના હવાલેથી ખબર આપી છે કે પહેલાથી સેનામાં કાર્યરત અધિકારી જે સમય કરતા પહેલા નિવૃત્તી લે છે તેઓની પેન્શન ઘટાડવી જોઈએ. બીજું કે નિવૃત્તિની ઉંમર પણ વધારવી જોઈએ. 29 મી ઓક્ટોબરે, આર્મી,નેવી અને એરફોર્સથી જોડાયેલા અને કો ઓર્ડિનેશન માટે બનાવેલા ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટ્રી અફેર્સની તરફથી આ પત્ર જાહેર કરવામાં આવ્યો હતો.

  તેવામાં કહેવામાં આવ્યું છે કે પેન્શન અને નિવૃત્તનીથી જોડાયેલા આ ફેરફારના પ્રસ્તાવનો ડ્રાફટ 10 નવેમ્બર સુધી તૈયાર કરી DMAના સેક્રેટરી જનરલ બિપિન રાવતને રિવ્યૂ માટે મોકલવામાં આવશે.

  વધુ વાંચો : રિયા ચક્રવર્તીના વકીલે કર્યો મોટો ખુલાસો, 8 જૂને આ કારણે સુશાંતનું ઘર છોડ્યું હતી એક્ટ્રેસે

  રિપોર્ટમાં સુત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે સેનામાં કર્નલ, બ્રિગેડિયર અને મેજર જનરલ રેન્કના અધિકારીઓની રિટાયરમેન્ટની ઉંમર વધારીને 57, 58 અને 59 વર્ષ કરવામાં આવે. આર્મી સિવાય ભારતીય નૌસેના અને એરફોર્સ પર પણ આ નિયમ લાગુ થાય છે. જાણકારી માટે તમને કહી દઇએ કે હાલ કર્નલ, બ્રિગ્રેડિયર અને મેજર જનરલ રેંકના અધિકારીની રિટાયરમેન્ટ ઉંમર 54 વર્ષે, 56 વર્ષ અને 58 વર્ષ છે.  ત્યાં જ પેન્શન મામલે અધિકારીઓને સેનામાં કેટલા વર્ષની સર્વિસ આપી છે તે આધારે પેન્શન નક્કી કરવામાં આવશે. 20-25 વર્ષ સર્વિસ કરનાર અધિકારીઓ માટે 50 ટકા પેન્શન, 26-30 વર્ષ સર્વિસ કરનારને 60 ટકા, 30-35 વર્ષ કરનારને 75 ટકા પેન્શન આપવામાં આવે છે. જો કે પૂરી પેંશન ખાલી તેમને જ આપવામાં આવે છે જેને 35 વર્ષથી વધુ ભારતીય સેનામાં સેવા આપી હોય.
  Published by:Chaitali Shukla
  First published: