સ્વદેશી હથિયારોની થશે પસંદગી, લાગી શકે છે 101 રક્ષા ઉપકરણોની આયાત પર બેન

સ્વદેશી હથિયારોની થશે પસંદગી, લાગી શકે છે 101 રક્ષા ઉપકરણોની આયાત પર બેન
CDS બિપિન રાવત

ભારત મેક ઈન ઇન્ડિયાને પ્રાથમિકતા આપતા સ્વદેશી હથિયારોને પ્રથમ પસંદગી કરે છે. ત્યારે હવે મળતી માહિતી મુજબ, નવી યાદી બનાવાઈ રહી છે જેમાં 101 રક્ષા ઉપકારનોની આયાત પર બેન લગાવાઈ શકે છે.

  • Share this:
ભારત મેક ઈન ઇન્ડિયાને પ્રાથમિકતા આપતા સ્વદેશી હથિયારોને પ્રથમ પસંદગી કરે છે. ત્યારે હવે મળતી માહિતી મુજબ, નવી યાદી બનાવાઈ રહી છે જેમાં 101 રક્ષા ઉપકરણોની આયાત પર બેન લગાવાઈ શકે છે. CDS બિપિન રાવતની આગેવાની હેઠળ ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી અફેર્સ દ્વારા તૈયાર કરાઈ રહેલી આ યાદી માર્ચ મહિનાના અંતમાં આવી શકે છે. આ નિર્ણયથી મેક ઈન ઇન્ડિયા મિશન વધુ મજબૂત બનશે. આ યાદીને 'Positive List Of Indigenisation' કહેવાય રહી છે.

આ યાદીમાં સામેલ કરાયેલા ઉપકરણો અંગે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં કામ કરતા સ્વદેશી પ્રાઇવેટ પ્લેયર્સ સાથે ચર્ચા ચાલી રહી છે. હવે ભારતમાં જ હથિયારોનું નિર્માણ થાત તેના પર જોર આપવામાં આવી રહ્યું છે. સાથે જ ટાર્ગેટ સમય સાથે જ આયાતને રોકવામાં આવે. સમાચાર એજન્સી ANIએ એક સિનિયર અધિકારીને ટાંકીને કહ્યું છે કે, 'જો દેશમાં જ બધા હથિયારો તૈયાર થશે તો આપણે કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહી શકીશું.'આ પણ વાંચો :  સુરત : 8 લાખની લૂંટનો Live Video, હીરાના વેપારીનો થેલો ઝૂંટવી લૂંટારૂઓ ફરાર

ગત મહિને સરકારે સાઈન કર્યો મોટો રક્ષા કરાર

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે બેંગ્લોરમાં આયોજિત એરો ઇન્ડિયા 2021 કાર્યક્રમમાં ફેબ્રુઆરી મહિનામાં 83 તેજસ લાઈટ કોમ્બેટ વિમાનોની ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. આ વિમાનોનું નિર્માણ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કરશે. નોંધનીય છે કે, આ સ્વદેશી મિલિટરી એવિએશન સેક્ટરની સૌથી મોટી ડીલ છે.

આ પણ વાંચો :  રાજ્યમાં coronaનાં રેકોર્ડબ્રેક 1790 નવા કેસ નોંધાયા, 8 દર્દીનાં મોત

આ દરમિયાન રક્ષામંત્રીએ કહ્યું હતું કે, હું ખુબ ખુશ છું કે HALને 48 હજાર કરોડથી વધુની કિંમતના 83 સ્વદેશી લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ બનાવવાનો ઓર્ડર મળ્યો છે. તેમણે કહ્યું હતું કે, આ અત્યાર સુધીનો સૌથી મોટો મેક ઈન ઇન્ડિયા ડિફેન્સ કોન્ટ્રાકટ છે. એટલું જ નહીં જેટના માર્ક A1 વર્ઝનમાં 43 સુધારા થશે. જે બાદ તેની સારસંભાળ કરવામાં આસાની રહેશે.
Published by:News18 Gujarati
First published:March 24, 2021, 20:10 pm

ટૉપ ન્યૂઝ