નવી દિલ્હી : CDS બિપિન રાવત (CDS Bipin Rawat) સહિત તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં (Helicopter crash) 13 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આજે બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવતને અંતિમ વિદાય આપવામાં આપી છે. બન્નેનો દેહ પંચતત્વમાં વિલિન થઇ ગયો છે. સીડીએસ જનરલ બિપિન રાવતના પૂરા સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમના અંતિમ સંસ્કાર તેમની પત્ની મધુલિકા રાવત સાથે કરવામાં આવ્યા. તેમની પુત્રી કૃતિકા અને તારિણીએ માતા-પિતાને મુખાગ્નિ આપી હતી. આખા દેશે ભીની આંખે લશ્કરી વડાને અંતિમ વિદાય આપી છે.
લગભગ 800 સૈન્યકર્મીઓ સાથે રક્ષામંત્રી રાજનાથ સિંહ, કાનૂન મંત્રી કિરેન રિજિજૂ, ભારતમાં ફ્રાન્સના રાજદૂત ઇમૈનુએલ લેનિન અને ભારતમાં બ્રિટિશ ઉચ્ચાયુક્ત એલેક્સ એલિસ પણ સીડીએસના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે અત્યેષ્ટિ સ્થળ પર હાજર રહ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ હાજર રહ્યા હતા.
જનરલ બિપિન રાવતના પાર્થિવ દેહ સાથે મોટી સંખ્યામાં લોકો ચાલ્યા હતા. દિલ્હીના નાગરિકોએ ‘જબ તક સૂરજ ચાંદ રહેગા, બિપિનજી કા નામ રહેગા’ના નારા લગાવ્યા હતા. લોકો ત્રિરંગા લઈને જનરલ બિપિન રાવતની અંતિમ યાત્રામાં જોડાયા હતા.
રાષ્ટ્રપતિ કોવિંદે શ્રદ્ધાંજલિ આપવા માટે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બરાડ સ્ક્વેરમાં સીડીએસ જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપી હતી.
-બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસે (Alex Ellis, British High Commissioner) સીડીએસ જનરલ બિપિન રાવતના નિધન અંગે શોક વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘એક મહાન નેતા, એક સૈનિક અને એક સારી વ્યક્તિને ગુમાવવી ભારત માટે બહુ દુઃખદ છે. તેઓ એક એવા વ્યક્તિ હતા જેમણે સંરક્ષણ ક્ષેત્રે યુકે અને ભારત વચ્ચેના સંબંધો સુધારવામાં ઘણું રોકાણ કર્યું. અમે જનરલ રાવત, તેમના પત્ની અને દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ લોકોને યાદ કરીએ છીએ.’
I wanted to pay tribute & to come in person for that ceremony as we remember him as a great military leader, emphatic, warm, determined & great friend to move forward cooperation with my country. He'll be really fondly remembered: Emmanuel Lenain, Ambassador of France#CDSRawatpic.twitter.com/Rufvvk6m4t
જનરલ બિપિન રાવતના મૃતદેહને શુક્રવારે બેઝ હોસ્પિટલથી તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. અહીં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત તમામ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. CDS બિપિન રાવત અને મધુલિકા રાવતની પુત્રીઓ કૃતિકા અને તારિણીએ તેમના માતા-પિતાને શ્રદ્ધાંજલિ આપી હતી.
#WATCH | Delhi: Citizens raise slogans of "Jab tak suraj chaand rahega, Bipin ji ka naam rahega", as the cortège of #CDSGeneralBipinRawat proceeds towards Brar Square crematorium in Delhi Cantonment. pic.twitter.com/s7sjV4vg73
કેન્દ્રીય મંત્રીઓ નિર્મલા સીતારમણ, મનસુખ માંડવિયા, સ્મૃતિ ઈરાની અને સર્બાનંદ સોનોવાલે CDS જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે આર્મી ચીફ એમ એમ નરવણે, આઈએએફ ચીફ વી આર ચૌધરી અને નેવી ચીફ આર હરિકુમારે સીડીએસ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપી.
Union Ministers Nirmala Sitharaman, Mansukh Mandaviya, Smriti Irani, and Sarbananda Sonowal paid tribute to CDS General Bipin Rawat who lost his life in the IAF chopper crash on Wednesday pic.twitter.com/cdqVXHzJEx