નવી દિલ્હીઃ પૂર્વ લદાખની ગલવાન ઘાટી (Galwan Valley)માં 15 જૂનની સાંજે ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ બાદ ભારત (India) સતત ચીન (China)થી સરહદ વિવાદ ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ દરમિયાન ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત (Bipin Rawat)એ ચીનને ચેતવણી આપતાં કહ્યું કે, લદાખ (Ladakh)માં ચીની પીપલ્બ લિબરેશન આર્મી (PLI)ના વલણને જોતાં સૈન્ય વિકલ્પ હજુ પણ ઉપલબ્ધ છે.
સમાચાર એજન્સી એએનઆઈ મુજબ, જનરલ રાવતે કહ્યું કે, LACની સાથે થયેલા ફેરફાર અલગ-અલગ ધારણાઓના કારણે થાય છે. સરહદ પર રક્ષા સેવાઓ પર નજર રાખવી અને ઘૂસણખોરીને રોકવાનું અભિયાન હાથ ધરવામાં આવે છે. તેની સાથે જ કોઈ પણ મુદ્દે શાંતિપૂર્ણ રીતે ઉકેલ શોધવા માટે અને ઘૂસણખોરીની ઘટનાઓ પર રોક લગાવવાના ઈરાદાથી સરકારના સંપૂર્ણ દૃષ્ટિકોજ્ઞને અપનાવવામાં આવે છે. રક્ષા સેવાઓ હંમેશા સૈન્ય કાર્યો માટે તૈયાર રહે છે, પછી તે LACમાં યથાસ્થિતિ કાયમ રાખવાની વાત કેમ ન હોય.
The military option to deal with transgressions by the Chinese Army in Ladakh is on but it will be exercised only if talks at the military and the diplomatic level fail: General Bipin Rawat, Chief of Defence Staff on the ongoing dispute between India and China in Eastern Ladakh pic.twitter.com/YT6hxzReP5
તેઓએ કહ્યું કે, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા જવાબદાર લોકો એ તમામ વિકલ્પોની સમીક્ષા કરે છે, જેનાથી LAC પર યથાસ્થિતિ ફરી એકવાર બહાલ કરવામાં આવી શકે.
ચીની પીપલ્સ લિબરેશન આર્મીની સાથે ડોકલામમાં વર્ષ 2017માં 73 દિવસ સુધી ચાલેલા સૈન્ય ગતિરોધ દરમિયાન સેના પ્રમુખ રહેલા સીડીએસ રાવતે તે તમામ વાતોનું ખંડન કર્યું જેમાં કહેવામાં આવ્યું છે કે દેશની મુખ્ય ઇન્ટેલિજન્સ એજન્સીઓની વચ્ચે સમન્વયનો અભાવ છે.
આ પણ વાંચો, કોરોનાનો ગર્ભનાળ ઉપર પણ હુમલો, મુંબઈમાં ગર્ભપાતના નવા કેસથી ડૉક્ટર્સ પણ ચોંકી ગયા ફિંગર ક્ષેત્રથી પાછળ નહીં હટે ભારતીય સેના - ચીનની સાથે સરહદ વિવાદને ઉકેલવા માટે ચાલી રહેલા પ્રયાસોની વચ્ચે ભારતમાં પૂર્વ લદાખમાં ફિંગર ક્ષેત્રથી સમાન અંતર પર પાછળ હટવાની ચીનની ભલામણને ફગાવી દેવામાં આવી છે. ડિપ્લોમેટિક સ્તરની વાતચીત બાદ, બંને પક્ષ સરહદ મુદ્દાને ઉકેલવા માટે સૈન્ય-સ્તરની વધુ મંત્રણાઓનું આયોજન કરવા અંગે પણ કામ કરી રહ્યા છે. આવું તે સરહદ વિવાદને ઉકેલવા માટે કરવામાં આવી રહ્યું છે, જે ત્રણ મહિનાથી વધુ સમયથી ચાલતો આવી રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર