Home /News /national-international /

જનરલ Bipin Rawatના એ 6 નિવેદનો, જેનાથી ચીન-પાકિસ્તાન ધ્રુજી ઉઠ્યા હતા

જનરલ Bipin Rawatના એ 6 નિવેદનો, જેનાથી ચીન-પાકિસ્તાન ધ્રુજી ઉઠ્યા હતા

CDS જનરલ બિપીન રાવતે (Bipin Rawat) આતંકવાદી પ્રવૃત્તિઓ અને દેશની સરહદ (Indian border) પર થઇ રહેલી હલચલ મુદ્દે અનેક વખત ચીન (China)-પાકિસ્તાન (Pakistan)ને રોકડું પરખાવ્યું હતું.

CDS જનરલ બિપીન રાવતે (Bipin Rawat) આતંકવાદી પ્રવૃત્તિઓ અને દેશની સરહદ (Indian border) પર થઇ રહેલી હલચલ મુદ્દે અનેક વખત ચીન (China)-પાકિસ્તાન (Pakistan)ને રોકડું પરખાવ્યું હતું.

તમિલનાડુ (Tamilnadu)ના કુન્નુરમાં ગતરોજ થયેલ હેલિકોપ્ટર ક્રેશ (Kunnur Helicopter Crash) દુર્ઘટનામાં ભારતના પહેલા CDS જનરલ બિપીન રાવત (CDS General Bipin Rawat) અને તેમના પત્ની મધુલિકા રાવત (Madhulika Rawat) સહિત અન્ય 11 લોકોના મોત નીપજ્યા છે. અચાનક બનેલી આ દુર્ઘટનાએ દેશવાસીઓને મોટો આઘાત આપ્યો છે. બુધવારે સાંજે ભારતીય વાયુસેના (IAF)એ ટ્વિટ કરીને દેશવાસીઓને આ દુઃખદ સમાચાર આપ્યા હતા.

CDS જનરલ બિપીન રાવતે આતંકવાદી પ્રવૃત્તિઓ અને દેશની સરહદ પર થઇ રહેલી હલચલ મુદ્દે અનેક વખત ચીન (China)-પાકિસ્તાન (Pakistan)ને રોકડું પરખાવ્યું હતું. તેમના નિવેદનોથી બંને દેશો થરથર કાંપવા લાગતા હતા. દેશની સુરક્ષા મુદ્દે તેમણે આપેલા અમુક નિવેદનો ઘણા મહત્વના છે.

સરહદ સંબંધિત મુદ્દાઓ એક રાતમાં ઉકેલી ન શકાય

મે મહિનામાં પૂર્વ લદ્દાખમાં ચીનના સૈન્ય સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે જનરલ રાવતે જણાવ્યું હતું કે, 'ચીન-પાકિસ્તાન સાથે આપણી સરહદ વિવાદના અનેક મુદ્દાઓ છે અને અમે તેને સમજી શકીએ છીએ. પરંતુ આ મુદ્દાઓને એક રાતમાં ઉકેલી શકાય નહીં. તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે કે તેમાં કેટલો સમય લાગશે. આ મુદ્દાઓને પરસ્પર શરતો સાથે જ ઉકેલી શકાય છે.'

આ પણ વાંચો - CDS Bipin Rawat Helicopter Crash: અકસ્માતનું દ્રશ્ય નજરે જોનાર વ્યક્તિ આઘાતમાં, કહ્યુ, 'મેં માણસને જીવતો સળગતો જોયો'

ભારત બંને મોરચે યુદ્ધ માટે તૈયાર

2017માં જ્યારે જનરલ બિપિન રાવત સેના પ્રમુખ હતા, ત્યારે ચીન અને પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું હતું કે, 'ભારત ભવિષ્યમાં બે મોરચા પર યુદ્ધ કરવા માટે તૈયાર છે. ANI સાથે વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં પરિસ્થિતીઓ સામાન્ય થશે.'

યુવાનોને ચરમપંથી બનાવ્યા, તેમને ઓળખી સમજાવવાની જરૂર છે

રાયસીના ડાયલોગ કાર્યક્રમમાં જનરલ રાવતે જણાવ્યું હતું કે, 'હું ચરમપંથથી અસહેમત છું, તેને ખતમ કરવાની જરૂરિયાત છે. તે જાણવાની જરૂર છે કે ચમરપંથી ગતિવિધિઓ ક્યાંથી સંચાલિત થાય છે અને તે કોણ લોકો છે, જે યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.'

આ પણ વાંચો - CDS Bipin Rawat Chopper Crash: CDS બિપીન રાવતનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું ત્યાંથી લેન્ડિંગ સ્પોટ ફક્ત 16 કિમી દૂર હતું

બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ચીનથી આગળ નીકળી જશે ભારત

માર્ચ 2021માં ઇન્ડિયા ઈકોનોમિક કોનક્લેવમાં સીડીએસ રાવતે કહ્યું હતું કે, 'મને લાગે છે કે આપણે તે ઝડપથી આગળ વધી શકીએ છીએ, જે વિરોધી સીમા પાર કરી રહ્યું છે. તે દિવસ દૂર નથી જ્યારે આપણે તેમનાથી પણ આગળ નીકળી જઇશું.'

સેના દરેક મુકાબલા માટે તૈયાર રહે

જાન્યુઆરી, 2020માં જનરલ બિપિન રાવતે જણાવ્યું હતું કે, 'સેનાની ત્રણેય પાંખોએ ભવિષ્યમાં આવનાર કોઇ પણ ખતરાનો સામનો કરવા તૈયાર રહેવું જોઇએ. જોકે, હાલ તે ખતરાને માપવો મુશ્કેલ છે, પરંતુ તેની સામે લડવા તૈયાર રહવું જોઇએ.'

પાકિસ્તાનને આતંકવાદીઓની લાશ પાછી લેવી પડશે

બિપીન રાવત જ્યારે સેનાના પ્રમુખ હતા ત્યારે તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે, 'સરહદ પર કોઇ પણ હરકત માટે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવશે અને તેમણે આતંકીઓની લાશ પાછી લેવી પડશે.'
Published by:Kaushal Pancholi
First published:

Tags: CDS બિપિન રાવત, Helicopter-crash, Tamilnadu, ભારત, ભારતીય સેના

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन