બેંગલોર. ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતે (Bipin Singh Rawat) શુક્રવારે કહ્યું કે ભારત કેટલાય બાહ્ય સુરક્ષા પડકારો (Security Challenges)નો સામનો કરી રહ્યો છે અને સૌથી વધુ ચિંતાજનક સાયબર તથા અંતરિક્ષ ક્ષેત્રમાં ચીનની ટેકનીકલ પ્રગતિ છે. તેઓ ભારતીય વાયુસેનાના ત્રણ દિવસીય સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા, જેનું ઉદ્ઘાટન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે 1971ના ભારત-પાક યુદ્ધમાં વિજયના 50 વર્ષ પૂર્ણ થતા ઉજવવામાં આવતા ‘સ્વર્ણિમ વિજય વર્ષ’ માટે યેલહંકા એરફોર્સ સ્ટેશન ખાતે કર્યું હતું.
રાવતે કહ્યું, ‘ભારતને ઘણાં બાહ્ય સુરક્ષા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં ઊંડા પ્રાદેશિક આંતરસંબધ, વણઉકેલ્યા સરહદી વિવાદોનો વારસો, પ્રતિસ્પર્ધાનું કલ્ચર અને ભારતના વ્યૂહાત્મક સ્થાનને નુકસાન પહોંચાડવા સંબંધી પડકારો સામેલ છે.’
તેમણે જણાવ્યું કે ભારત હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ભૂ-વ્યૂહાત્મક પ્રતિસ્પર્ધા પણ જોઈ રહ્યું છે, જેમાં હિન્દ મહાસાગર ક્ષેત્રમાં વ્યૂહાત્મક સ્થળોની દોડ અને ઉત્તરી શત્રુ ચીન દ્વારા ક્ષેત્રમાં ‘બેલ્ટ એન્ડ રોડ’ ચોકીઓનું લશ્કરીકરણ વધારવાનું સામેલ છે. રાવતે કહ્યું, ‘સાયબર અને અંતરિક્ષ ક્ષેત્રમાં ચીનની ટેકનીકલ પ્રગતિ સૌથી વધુ ચિંતાજનક છે.’ તેમણે કહ્યું કે ઉત્તરી સીમાઓ પર તાજેતરમાં થયેલી આક્રમક મુદ્રાની ઘટનાઓ ચીનની વિસ્તારવાદી વિદેશ નીતિનું કેન્દ્ર બની રહેશે, જેને લઈને ભારતે હંમેશા સાવધાન રહેવું પડશે.
પાકિસ્તાન વિશે શું બોલ્યા CDS પાકિસ્તાન મુદ્દે સીડીએસનું કહેવું છે કે બોર્ડર પર આતંકવાદને સતત પ્રાયોજિત કરવું, સોશ્યલ મીડિયા પર ભારત વિરોધી નિવેદન આપવા અને ભારતની અંદર સામાજિક દુશ્મનાવટ પેદા કરવાનો પ્રયત્ન, ભારત અને એ દેશ વચ્ચે વિશ્વાસની ખાઈ ન ભરનારી બાબતો છે.
આ પ્રસંગે વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વી આર ચૌધરી, રક્ષા સચિવ અજય કુમાર અને કર્ણાટકના મહેસૂલ મંત્રી આર અશોક સહિત અન્ય લોકો પણ હાજર હતા. એ બાબત તરફ ઈશારો કરતા કે 1971 પછી દુનિયામાં ચીજો કઈ રીતે બદલાઈ છે, અજયકુમારે આજના સિક્યોરીટી સિનારિયોનો સામનો કરવા માટે અનેક ગણું વધારે તૈયાર રહેવાની આવશ્યકતા પર ભાર આપ્યો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર