નવી દિલ્હી: તામિલનાડુના (Tamilnadu) કુન્નુરમાં થયેેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં (CDS Helicopter crash) સીડીએસ બિપિન રાવત (Bipin Rawat) સહિત કુલ 13 લોકોના મોત થયા છે. ઘટનાથી દેશ આખાને આઘાત લાગ્યો છે. આ અકસ્માતને નજરે જોનારાએ આપવીતી વર્ણવી છે, જે ઘણી જ દર્દનાક છે. 68 વર્ષના કૃષ્ણસ્વામીઆએ જણાવ્યુ કે, 'મેં જોયું કે, ચારે બાજુ ધુમાડો છે અને વચ્ચે એક માણસ સળગી રહ્યો છે, બે-ત્રણ માણસો સળગી રહ્યા છે, પછી તેઓ નીચે પડ્યા. હું ડરી ગયો, પાછળ દોડ્યો અને લોકોને કહ્યું કે, પોલીસને બોલાવો, ફાયર બ્રિગેડને બોલાવો. વિસ્ફોટથી વૃક્ષો ધરાશાયી થયા હતા, વીજ થાંભલાઓ હલી ગયા હતા. હેલિકોપ્ટર દુર્ઘટના બાદ તરત જ ત્યાં પહોંચેલા પ્રત્યક્ષદર્શીએ આ વાત કહી છે.' પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, મારું નામ કૃષ્ણસ્વામી છે. હું નાંજપ્પા સાઈથીરામમાં રહું છું. હું ઘરની અંદર હતો ત્યારે ધડાકો સંભળાયો અને હું બહાર આવ્યો.
'આ જોઇને હું ગભરાઇ ગયો હતો'
કૃષ્ણસ્વામીએ જણાવ્યું કે, તેઓ તેમના ઘરમાં તૂટેલી પાઈપ રિપેર કરી રહ્યા હતા, ચંદ્ર કુમાર પણ તેમની સાથે હતા. બ્લાસ્ટનો અવાજ સાંભળીને તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ચારેબાજુ ધુમાડો અને આગના ગોટેગોટા જોયા. દરમિયાન તેણે એક વ્યક્તિને જીવતો સળગતા જોયો. કૃષ્ણસ્વામીએ કહ્યું કે, આ નજારો જોઈને હું ગભરાઈ ગયો હતો, થોડીવારમાં અધિકારીઓ આવ્યા. તે પછી કૃષ્ણસ્વામી ઘરે પાછા ફર્યા.
તો અન્ય એક સ્થાનિક શ્રમિકે જણાવ્યું કે, લેન્ડિંગ થાય તે પહેલા હેલિકોપ્ટર એક વૃક્ષ સાથે અથડાયું અને ક્રેશ થઇ ગયું. પહેલા તો લોકોને લાગ્યું કે, આગ વૃક્ષોમાં લાગી છે, પરતું નજીક ગયા તો હેલિકોપ્ટર જોયું. બાદમાં સ્થાનિક લોકોએ પોતાની રીતે આગ ઓલવવાના અને અંદર રહેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસ કર્યા પરંતુ આગ એટલી તીવ્ર હતી કે તેમને સફળતા ના મળી.
નોંધપાત્ર રીતે, CDS જનરલ બિપિન રાવતને લઈ જતું ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર બુધવારે તમિલનાડુના કુન્નૂર પાસે ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટરમાં જનરલ રાવતની સાથે તેમની પત્ની મધુલિકા રાવત પણ હતી. સીડીએસ બિપિન રાવત સ્પેશિયલ એરક્રાફ્ટથી સવારે 9 વાગે દિલ્હીથી રવાના થયા હતા. મળતી માહિતી મુજબ, CDS બિપિન રાવતે સ્ટાફ કોલેજ વેલિંગ્ટનમાં બપોરે 2:45 કલાકે લેક્ચર આપ્યું હતું.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર