Home /News /national-international /

CDS Bipin Rawat Helicopter Crash: PM મોદી, રાજનાથ સિંહે શોક વ્યક્ત કર્યો, કહ્યું- ‘તેમનું યોગદાન ક્યારેય નહીં ભૂલાય’

CDS Bipin Rawat Helicopter Crash: PM મોદી, રાજનાથ સિંહે શોક વ્યક્ત કર્યો, કહ્યું- ‘તેમનું યોગદાન ક્યારેય નહીં ભૂલાય’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીડીએસ બિપિન રાવતના પરિવાર અને પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. (PTI)

CDS Bipin Rawat Helicopter Crash: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ CDS બિપિન રાવતના નિધન અંગે શોક વ્યક્ત કરતા કહ્યું કે, જનરલ રાવતે દેશની સેવા કરી છે. તેમનું યોગદાન ક્યારેય નહીં ભૂલાય.

    નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ CDS બિપિન રાવત (CDS Bipin Rawat)ના આકસ્મિક અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે જનરલ રાવતે દેશની સેવા કરી છે, તેમનું યોગદાન ક્યારેય નહીં ભૂલાય. હું તેમના એકાએક નિધનથી દુઃખી છું. વડાપ્રધાને સીડીએસ બિપિન રાવતના પરિવાર અને પરિજનો પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી છે.

    તો સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે (Defense Minister Rajnath Singh) તમિલનાડુમાં ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર ક્રેશમાં દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, તેમની પત્ની અને 11 અન્ય લોકોના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે તેમનું આકસ્મિક અવસાન દેશ માટે એક પૂરી ન શકાય એવી ખોટ છે.



    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Home Minister Amit Shah) જણાવ્યું કે હું અત્યંત શોકમગ્ન છું. આજે દેશે એક દુઃખદ દુર્ઘટનામાં પોતાના સીડીએસ બિપિન રાવતને ખોઈ દીધા છે. તેમનું અનુકરણીય યોગદાન અને પ્રતિબદ્ધતા શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી.



    સેના અને સેનાના અધિકારીઓએ પણ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તો દેશભરમાંથી શોક સંદેશ આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી, સંસદ, રાજનેતા અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ સંવેદના વ્યક્ત કરી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વિટ (Rahul Gandhi) કરી છે. તેમણે કહ્યું કે મારી શોક સંવેદના રાવત પરિવાર સાથે છે. આ દુર્ઘટનામાં જેમનું નિધન થયું છે, એ તમામ પ્રત્યે મારી સહાનુભૂતિ.



    તો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે (Arvind Kejariwal) શોક વ્યક્ત કરતા કહ્યું કે, આ એક અત્યંત દુઃખદ ઘટના છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. આમ આદમી પાર્ટીના સંસદ સંજય સિંહે પણ શોક વ્યક્ત કર્યો. તેમણે ટ્વિટ કરી કે હેલિકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને 11 અન્ય અધિકારીઓના આકસ્મિક નિધનના સમાચાર અત્યંત પીડાદાયક છે.

    આ પણ વાંચો: CDS Bipin Rawat: દેશના CDSનો કાર્યભાર હવે કોઈ અન્ય અધિકારી સંભાળશે કે પછી થશે નવી નિમણૂક? જાણો નિયમ અને જોગવાઈઓ

    બસપા સુપ્રીમો માયાવતી (Mayavati Tweet)એ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. માયાવતીએ ટ્વિટર પર લખ્યું, 'દેશના સર્વોચ્ચ 5 સ્ટાર રેન્કના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ બિપિન રાવત સહિત ઘણા સૈન્ય અધિકારીઓનું આજે તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું, તે ખૂબ જ દુઃખદ છે. મારી ઊંડી સહાનુભૂતિ. કુદરત તેમના પરિવાર અને અન્ય તમામને આ ક્ષતિ સહન કરવાની શક્તિ આપે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: CDS, CDS બિપિન રાવત, Helicopter-crash, બિપિન રાવત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन