Home /News /national-international /

CDS Bipin Rawat Helicopter Crash: જનરલ બિપિન રાવતના આકસ્મિક નિધન બાદ સરકાર 7 દિવસમાં નવા CDSની નિમણૂક કરી શકે છે, જાણો આ પદની લાયકાતના માપદંડ

CDS Bipin Rawat Helicopter Crash: જનરલ બિપિન રાવતના આકસ્મિક નિધન બાદ સરકાર 7 દિવસમાં નવા CDSની નિમણૂક કરી શકે છે, જાણો આ પદની લાયકાતના માપદંડ

તમિલનાડુના કુન્નુરમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવાથી CDS બિપિન રાવત (CDS Bipin Rawat)નું નિધન થઈ ગયું છે. (Image- PTI)

Next CDS appointment likely in 7 to 10 days: સરકાર આગામી સાતથી દસ દિવસમાં નવા સીડીએસની નિમણૂક કરી શકે છે. આ પદ માટે યોગ્ય અધિકારીઓ પર વિચાર કરવામાં આવશે.

    નવી દિલ્હી. દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન સિંહ રાવત (CDS Bipin Singh Rawat)નું હેલિકોપ્ટર દુર્ઘટનામાં આકસ્મિક નિધન થયા બાદ કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં નવા સીડીએસ (New CDS)ની નિમણૂક કરી શકે છે. ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર આગામી સાતથી દસ દિવસમાં (7 to 10 Days) નવા સીડીએસની નિમણૂક કરી શકે છે. સૂત્રોનું કહેવું છે કે આજની દુ:ખદ ઘટના બાદ સરકાર નવા સીડીએસની નિમણૂકને લઈને પ્રતિબદ્ધ છે. આ પદ માટે યોગ્ય અધિકારીઓ પર વિચાર કરવામાં આવશે.

    જનરલ બિપિન રાવતના નિધન બાદ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે (General Manoj Mukund Naravane) હવે દેશના સૌથી વરિષ્ઠ લશ્કરી અધિકારી બની ગયા છે. આર્મી વાઇસ ચીફ લેફ્ટનન્ટ જનરલ સીપી મોહંતી (CP Mohanty) અને નોર્ધન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ વાયકે જોશી આ અધિક્ર્મમાં આગળ છે.

    જનરલ રાવત જાન્યુઆરી 2020માં દેશના પહેલા CDS (First CDS) બન્યા હતા. સીડીએસના પદ માટે મહત્તમ વયમર્યાદા 65 વર્ષ છે. PM મોદીએ 2019 માં સ્વતંત્રતા દિવસ પર જાહેરાત કરી હતી કે CDS ત્રણેય સેના પ્રમુખોથી અગ્રતાના ક્રમમાં ઉપર હશે.

    આજે લોકસભા અને રાજ્યસભામાં નિવેદન આપશે સુરક્ષા મંત્રી

    સુરક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે સવારે 11:15 વાગ્યે લોકસભામાં અને 12:00 વાગ્યે રાજ્યસભામાં હેલિકોપ્ટર દુર્ઘટના અંગે નિવેદન આપશે. જનરલ રાવતના પાર્થિવ દેહને તમિલનાડુથી દિલ્હી લાવવામાં આવશે. આવતીકાલે રાષ્ટ્રીય રાજધાનીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

    આ પણ વાંચો: CDS Bipin Rawat: PM મોદી, રાજનાથ સિંહે શોક વ્યક્ત કર્યો, કહ્યું- ‘તેમનું યોગદાન ક્યારેય નહીં ભૂલાય’

    નવા સીડીએસની જાહેરાત એવા સમયે વધુ મહત્વની બની જાય છે જ્યારે ભારત અને ચીનનો સરહદી વિવાદ ચરમસીમાએ છે.

    સીડીએસ પદની લાયકાતના માપદંડ (Eligibility criteria for CDS post)

    - નિયમો અનુસાર સશસ્ત્ર દળોના કોઈપણ કમાન્ડિંગ ઓફિસર અથવા ફ્લેગ ઓફિસર આ પદ માટે લાયક છે.

    - સામાન્ય રીતે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) માટે ઉપલી વયમર્યાદા 65 વર્ષ નક્કી કરવામાં આવી છે.

    - શેકટકર સમિતિની ભલામણ કહે છે કે સરકારે ત્રણ સર્વિસ ચીફમાંથી સીડીએસની પસંદગી કરવી જોઈએ.

    આ પણ વાંચો: દેશના CDSનો કાર્યભાર હવે કોઈ અન્ય અધિકારી સંભાળશે કે પછી થશે નવી નિમણૂક? જાણો નિયમ અને જોગવાઈઓ

    - સુરક્ષા સંસ્થાનમાં ઘણા લોકો માને છે કે પ્રથમ બે કે ત્રણ સીડીએસની નિમણૂંક સેનામાંથી થવી જોઈએ.

    - આ એટલા માટે છે કારણ કે દેશને જે સુરક્ષા પડકારોનો સામનો કરવો પડે છે તે બે વિરોધીઓ સાથે સરહદો પર છે.

    - જનરલ રાવતને CDSના પદ પર નિયુક્ત કરવા પાછળનું કારણ જમ્મુ અને કાશ્મીર અને પૂર્વોત્તરમાં તેમનો અનુભવ હતો.

    આ પણ વાંચો: CDS બિપિન રાવત સવાર હતા એ રશિયન હેલિકોપ્ટર અંગે જાણો અજાણી વાતો

    - જનરલ રાવતે બે ટોચના જનરલો, લેફ્ટનન્ટ જનરલ પ્રવીણ બક્ષી અને લેફ્ટનન્ટ જનરલ પીએમ હારિઝની જગ્યા લીધી હતી.
    Published by:Nirali Dave
    First published:

    Tags: CDS, CDS બિપિન રાવત, Helicopter-crash, Military Plane Crash, Rajnath Singh, બિપિન રાવત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन