Helicopter Crash: Combat free fallમાં એક્સપર્ટ હતા શહીદ વિવેક કુમાર, 30 હજાર ફૂટની ઊંચાઈ પરથી કૂદવાની ટ્રેનિંગ લીધી હતી
Helicopter Crash: Combat free fallમાં એક્સપર્ટ હતા શહીદ વિવેક કુમાર, 30 હજાર ફૂટની ઊંચાઈ પરથી કૂદવાની ટ્રેનિંગ લીધી હતી
હેલિકોપ્ટર દુર્ઘટનામાં હિમાચલના વિવેક કુમાર પણ શહીદ થયા છે.
CDS Bipin Rawat Helicopter Crash: વિવેક કુમાર (Lance Naik Vivek Kumar )નું યૂનિટ નાહનમાં પોસ્ટેડ હતું, પરંતુ તે પેરા કમાન્ડો હતા અને દોઢ વર્ષ પહેલા જ તેમની સીડીએસ બિપિન સિંહ રાવતના પીએસઓ તરીકે નિમણૂક કરવામાં આવી હતી
શિમલા : હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના કાંગડા જિલ્લાના સબ-ડિવિઝન જયસિંહપુરના ગામ ઠેહડૂ કોસરીના વિવેક કુમાર (Lance Naik Vivek Kumar)ના ઘર અને ગામમાં શોક છવાયેલો છે. હેલિકોપ્ટર દુર્ઘટના (Helicopter Crash)માં વિવેકના શહીદ થયા બાદ પરિવારજનો આઘાતમાં છે. ઘરમાં બે દિવસથી ચૂલો નથી સળગ્યો.
ગુરુવારે દિલ્હીમાં વિવેકના ડિએનએથી પરિવારનો ડિએનએચ મેચ થશે અને ત્યાર બાદ વિવેકના પાર્થિવ દેહને તેના ઘરે લાવવામાં આવશે. આશા સેવાઈ રહી છે કે, શુક્રવારે સાંજ સુધી તેમનો પાર્થિવ દેહ કાંગડા પહોંચી શકે છે.
વિવેકનું યૂનિટ નાહનમાં પોસ્ટેડ હતું, પરંતુ તે પેરા કમાન્ડો હતા અને દોઢ વર્ષ પહેલા જ તેમની સીડીએસ બિપિન સિંહ રાવતના (cds bipin rawat) પીએસઓ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. વિવેક ખૂબ જ સ્કિલ્ડ અને યુદ્ધમાં નિષ્ણાત ફૌજી હતા. તેઓ કાશ્મિરમાં સર્વિસ કરવા ઉપરાંત, ચાઇના બોર્ડર ઉપર પણ તૈનાત રહી ચૂક્યા હતા. તેઓ પેરા કમાન્ડો હતો અને કોમ્બેટ ફ્રી ફોલમાં માહેર હતા. આ ઉપરાંત કમ્યુનિકેશન એક્સપર્ટ અને અનઆર્મ્ડ કોમ્બેટમાં તેમની નિપુણતા હતી.
જણાવી દઈએ કે કોમ્બેટ ફ્રી ફોલર્સ એ લોકો હોય છે જે હાઈ એલ્ટીટ્યૂડ હાઈ ઓપનિંગ (HAHO) અને હાઈ અલ્ટીટ્યૂડ ઓલર એચએએલઓ ઓપનિંગ (HALO) ટેકનિક દ્વારા કોઈ પણ મુશ્કેલ લોકેશન ઉપર લેન્ડ કરી શકે છે અને મુશ્કેલ હાલમાં લડવા માટે સક્ષમ હોય છે. સાથે તેમને કઠોર ટ્રેઇનિંગમાંથી પસાર થવું પડે છે. 30 હજાર ફીટની ઊંચાઈ ઉપરથી કૂદવામાં પણ વિવેક અવ્વલ હતા.
કહેવામાં આવી રહ્યું છે કે, વિવેકના સાળાનું 19 વર્ષની ઉંમરે મૃત્યુ થયું હતું અને તે સાસરા પક્ષનો પણ સહારો હતો. તેઓ પોતાના સાસુ અને સસરાનો ખ્યાલ રાખતા હતા. બીજી બાજુ, તેઓ પોતાના કુટુંબમાં પણ એકમાત્ર કમાનાર વ્યક્તિ હતા. જોકે, તેમના નાના ભાઈ બેકરીમાં નોકરી કરે છે, પરંતુ વિવેક ઉપર તેમના માતા-પિતા અને પુત્રની સારસંભાળની જવાબદારી હતી.
શહીદ વિવેક કુમારના પિતાનું કહેવું છે કે, અમારા ઘરમાં વિવેક એકમાત્ર કમાનાર વ્યક્તિ હતો અને હવે તેના જવાથી અમારા માટે કોઈ સહારો નથી. બીજો પુત્ર છે, પરંતુ તે બેરોજગાર છે. તેમણે સરકારને અરજ કરી છે કે તેને સરકારી નોકરી આપવામાં આવે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર