CDS Bipin rawat helicopter crash latest updates: દુર્ઘટના બાદ તરત જ રેસ્ક્યૂ ઓપરેશન (Rescue operation) શરૂ કરવામાં આવ્યું હતું. સેનાના આ હેલિકોપ્ટરમાં (helicopter crash) કુલ 14 લોકો સવાહ હતા. અત્યાર સુધીમાં 13 લોકોના મૃતદેહ (death toll in helicopter crash) મળી આવ્યા છે.
CDS Bipin Rawat Helicopter Crash: તમિલનાડુના કુન્નુરમાં બુધવારે બપોરે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતને (Bipin Rawat Latest Updates) લઈ જઈ રહેલા ભારતીય સેનાનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત (Army Helicopter Crash) થયું હતું. જ્યારે એ દુર્ઘટના ઘટી ત્યારે હેલોકોપ્ટરમાં CDS બિપિન રાવત ઉપરાંત તેમના પત્ની અને સેનાના અન્ય અધિકારીઓ પણ સવાર હતા. દુર્ઘટના બાદ તરત જ રેસ્ક્યૂ ઓપરેશન (Rescue operation) શરૂ કરવામાં આવ્યું હતું. સેનાના આ હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો સવાહ હતા. અત્યાર સુધીમાં 13 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.
દુર્ઘટના બાદ તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (prime minister Narendra Modi) અને રક્ષામંત્રી રાજનાથ સિંહે દુર્ઘટના અંગે જાણકારી આપી હતી. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ (Defense Minister Rajnath Singh) ગુરુવારે સંસદમાં (Parliament) દુર્ઘટના અંગે જાણકારી આપશે.
રક્ષા મંત્રી કાલે હેલિકોપ્ટર દુર્ઘટના પર નિવેદન આપશે તામિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટના અંગે રક્ષા મંત્રી રાજનાથ સિંહ આવતીકાલે (ગુરુવારે) સંસદમાં નિવેદન આપશે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજનાથ સિંહ બુધવારે જ સંસદમાં નિવેદન આપી શકે છે, પરંતુ હવે સૂત્રોના જણાવ્યા અનુસાર રક્ષા મંત્રી રાજનાથ સિંહ ગુરુવારે સંસદમાં CDS બિપિન રાવત અને હેલિકોપ્ટર દુર્ઘટના અંગે કેન્દ્ર સરકાર વતી નિવેદન આપશે.
CDS બિપિન રાવત હોસ્પિટલમાં દાખલ કરાયા, હાલત નાજુકઃ રિપોર્ટમાં દાવો તાજા રિપોર્ટમાં જાણવા મળ્યા પ્રમાણે ઘટના સ્થળથી સીડીએસ જનરલ બિપિન રાવતને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવાયા છે. જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ વેલિંગટનમાં ડિફેસ સ્ટાફ કોલેજ જઈ રહ્યા હતા. તમિલનાડુની કૂન્નુરમાં ક્રેશ થયેલા ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરમાં CDS બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સહિત 14 લોકો સવાર હતા.
#WATCH | Latest visuals from the spot (between Coimbatore and Sulur) where a military chopper crashed in Tamil Nadu. CDS Bipin Rawat, his staff and some family members were in the chopper. pic.twitter.com/6oxG7xD8iW
ગ્રૂપ કેપ્ટન એએસ ચૌહાન અને ક્વોડ્રન લીડર કુલદીપ ઉડાવી રહ્યા હતા Mi-17V-5 હેલિકોપ્ટર તમિનલાડુના કુન્નુરમાં ક્રેશ થયેલું ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટરમાં CDS બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સાથે પાયલટ ગ્રૂપ કેપ્ટન પીએસ ચૌહાન અને સ્ક્લોર્ડન લિડર કુલદીપની સાથે ઉડાન ભરી હતી. આ દરમિયાન તેમની સાથે એક બ્રિગેડિયર રેંકના અધિકારી સહિત 14 લોકો સવાર હતા.
જનરલ બિપિન રાવત 2015ના હેલિકોપ્ટર દુર્ઘટનામાં બચી ગયા હતા જનરલ બિપિન રાવત છ વર્ષ પહેલા હેલિકોપ્ટર દુર્ઘટનામાં પણ બચી ગયા હતા. 3 ફેબ્રુઆરી, 2015 ના રોજ રાવત નાગાલેન્ડના દીમાપુરમાં ક્રેશ થયેલા ચિતા હેલિકોપ્ટરમાં સવાર હતા. તે સમયે તેઓ લેફ્ટનન્ટ જનરલ હતા.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર