Home /News /national-international /

CDS Bipin Rawat Helicopter crash:CDS બિપિન રાવત શહીદ, પત્નીનું નિધન

CDS Bipin Rawat Helicopter crash:CDS બિપિન રાવત શહીદ, પત્નીનું નિધન

અલવિદા બિપિન રાવત

CDS Bipin rawat helicopter crash: ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત (CDS Bipin Rawat) તેમજ સેનાના વરિષ્ઠ અધિકારીઓને લઈને જતું હેલિકોપ્ટર IAF Mi-17 V5 તામિલનાડુના કુન્નૂર (Coonoor) ખાતે ક્રેશ થઈ ગયું છે. અકસ્માતમાં 13 જેટલા લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: CDS બિપિન રાવત (CDS Bipin Rawat),તેમનો પરિવાર અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ સાથેનું સેનાનું હેલિકોપ્ટર તમિલનાડુના (Army helicopter crash In tamil nadu) નીલગિરિમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં CDS બિપિન રાવતનું (CDS Bipin Rawat death) મોત નીપજ્યું હતું. હેલિકોપ્ટરમાં સેનાના વરિષ્ઠ અધિકારીઓ સહિત 14 લોકો સવાર હતા. ભારતીય વાયુ સેનાના (Indian airforce tweet) સત્તાવાર ટ્વીટર હેન્ડલ ઉપરથી આ અંગે જાણકારી આપી હતી. આ અકસ્માત તમિલનાડુના નીલગીરી જિલ્લામાં થયો છે. મળતી માહિતી પ્રમાણે ત્રણ લોકો ગંભીર ઇજાગ્રસ્ત છે. ઘટના સ્થળથી 13 મૃતદેહ મળ્યા છે.

    શું ઘટી હતી ઘટના?
    ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત (CDS Bipin Rawat) તેમજ સેનાના વરિષ્ઠ અધિકારીઓને લઈને જતું હેલિકોપ્ટર IAF Mi-17 V5 તામિલનાડુના કુન્નૂર (Coonoor) ખાતે ક્રેશ થઈ ગયું છે. અકસ્માતમાં 11 જેટલા લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવતના પત્ની પણ સવાર હતા. હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હોવાની માહિતી મળી છે. ત્રણ લોકોને ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની માહિતી પણ સામે આવી છે.

    DNA ટેસ્ટથી મૃતદેહોની ઓળખ થશે
    સૂત્રોના જણાવ્યા પ્રમાણે હેલિકોપ્ટરમાં સવાર 14 લોકો પૈકી 13 લોકોના મોતના મૃતદેહો મળી આવ્યા છે. દરેક લાશોની ડીએનએ ટેસ્ટ કરીને ઓળખ કરવામાં આવશે.



    હેલિકોપ્ટરમાં કોણ કોણ હતું સવાર?
    હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો સવાર હતા, જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની, સંરક્ષણ સહાયકો, સુરક્ષા કમાન્ડો અને એરફોર્સના પાઇલટ્સનો સમાવેશ થાય છે. ભારતીય વાયુસેનાએ (Indian airforce) અકસ્માત પછી તરત જ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, CDS જનરલ બિપિન રાવતને લઈ જતું IAF Mi-17V5 હેલિકોપ્ટરનો આજે તામિલનાડુના કુન્નર નજીક અકસ્માત થયો છે.

    Bipin Rawat


    આ પણ વાંચોઃ-Chopper crashed in Tamil Nadu: CDS બિપિન રાવતને લઈને જતું હેલિકોપ્ટર ક્રેશ, જોઈને ધ્રુજી જવાય એવી છે ઘટનાસ્થળની તસવીરો

    હેલિકોપ્ટમાં સવાર લોકોનું લિસ્ટ

    1. જનરલ બિપિન રાવત
    2. મધુલિકા રાવત
    3. બ્રિગેડિયર એલએસ લિદ્દર
    4. લે.ક.હરજિંદર સિંહ
    5. નાયક ગુરુસેવક સિંહ
    6. નાયક.જીતેન્દ્ર કુમાર
    7. લાન્સ નાયક વિવેક કુમાર
    8. લાન્સ નાયક બી.સાઈ તેજા
    9. હવા સતપાલ



    રક્ષામંત્રી કાલે હેલિકોપ્ટર દુર્ઘટના પર નિવેદન આપશે
    તામિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટના અંગે રક્ષા મંત્રી રાજનાથ સિંહ આવતીકાલે (ગુરુવારે) સંસદમાં નિવેદન આપશે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજનાથ સિંહ બુધવારે જ સંસદમાં નિવેદન આપી શકે છે, પરંતુ હવે સૂત્રોના જણાવ્યા અનુસાર રક્ષા મંત્રી રાજનાથ સિંહ ગુરુવારે સંસદમાં CDS બિપિન રાવત અને હેલિકોપ્ટર દુર્ઘટના અંગે કેન્દ્ર સરકાર વતી નિવેદન આપશે.

    આ પણ વાંચોઃ-CDS Bipin Rawat Helicopter crash Live Updates : CDS બિપિન રાવત અને સ્ટાફને લઇ જતું હેલિકોપ્ટર ક્રેશ

    જનરલ બિપિન રાવત 2015ના હેલિકોપ્ટર દુર્ઘટનામાં બચી ગયા હતા
    જનરલ બિપિન રાવત છ વર્ષ પહેલા હેલિકોપ્ટર દુર્ઘટનામાં પણ બચી ગયા હતા. 3 ફેબ્રુઆરી, 2015 ના રોજ રાવત નાગાલેન્ડના દીમાપુરમાં ક્રેશ થયેલા ચિતા હેલિકોપ્ટરમાં સવાર હતા. તે સમયે તેઓ લેફ્ટનન્ટ જનરલ હતા.
    Published by:ankit patel
    First published:

    Tags: CDS, CDS બિપિન રાવત, Helicopter-crash, Tamilnadu, ભારતીય સેના Indian Army

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन