Home /News /national-international /

CDS Bipin Rawatના પાર્થિવ દેહને લઈ જતી ગાડીઓ પૈકી એકને નડ્યો અકસ્માત, મોટી દુર્ઘટના ટળી

CDS Bipin Rawatના પાર્થિવ દેહને લઈ જતી ગાડીઓ પૈકી એકને નડ્યો અકસ્માત, મોટી દુર્ઘટના ટળી

અકસ્માતની તસવીર

Bipin rawat helicopter crash: આ દુર્ઘટના ગુરુવારે મેટ્ટાપલયમ (Metapalayam) નજીક બુર્લિયારમાં ઘટી હતી. દુર્ઘટનામાં કેટલાક પોલીસ કર્માચીરો (policemen) રસ્તા ઉપર પડ્યા હતા. સ્થાનિક લોકોએ તેમની મદદ કરી હતી.

    Coonoor Helicopter Crash: સીડીએસ જનરલ બિપિન રાવત ( cds bipin rawat) તેમની પત્ની અને 11 અન્ય અધિકારીઓના પાર્થિવ શરીરને લઈ જઈ રહેલી ગાડીઓ પૈકી એક ગાડી અકસ્માતગ્રસ્ત થઈ હતી. આ દુર્ઘટના ગુરુવારે મેટ્ટાપલયમ (Metapalayam) નજીક બુર્લિયારમાં (Burliar) ઘટી હતી. દુર્ઘટનામાં કેટલાક પોલીસ કર્માચીરો રસ્તા ઉપર પડ્યા હતા. સ્થાનિક લોકોએ તેમની મદદ કરી હતી.

    સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાર્થિવ દેહો માટે અન્ય ગાડી મંગાવવામાં આવી હતી. તેને સહસમ્માન મોકલાવમાં આવ્યા હતા. સ્થાનિક લોકોએ આ ગાડીઓ ઉપર ફૂલ વરસાવીને શ્રદ્ધાંજલિ આપી હતી. બુધવારે હેલિકોપ્ટર ક્રેશમાં (Coonoor Helicopter Crash) સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની સહિત 11 અન્ય અધિકારીઓના મોત નીપજ્યા હતા.

    આ પહેલા બુધવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ બિપિન રાવત અને તેમની પત્ની સહિત 13 લોકોના મોત થયા હતા, જ્યારે રશિયાના એક ગ્રુપ કેપ્ટન ગંભીર રીતે ઘાયલ થયા હતા. બુધવારે, હેલિકોપ્ટર બુર્લિયાર પાર કરતી વખતે એક ઝાડ સાથે અથડાયું હતું અને તે વેલિંગ્ટન હેલિપેડથી લગભગ 10 કિમી પહેલાં ક્રેશ થયું હતું.

    આ પણ વાંચોઃ-CDS Bipin Rawat Helicopter crash: CDS બિપિન રાવતનું નિધન, AIFએ ટ્વીટ કરી જાણકારી આપી

    લોકોએ કહ્યું કે જો હેલિકોપ્ટરમાં આગ ન લાગી હોત તો લોકોને બચાવી શકાયા હોત. બુરલિયારના લોકોએ જણાવ્યું કે આ અકસ્માત બાદ આ વિસ્તારમાં ઘણા સરકારી વાહનો જોવા મળ્યા છે, જ્યારે અગાઉ આટલા નંબરના વાહનો આવતા ન હતા.

    આ પણ વાંચોઃ-CDS Bipin Rawat Helicopter Crash: PM મોદી, રાજનાથ સિંહે શોક વ્યક્ત કર્યો, કહ્યું- ‘તેમનું યોગદાન ક્યારેય નહીં ભૂલાય’

    આ ઘટનામાં જનરલ બિપિન રાવત, મધુલિકા રાવત (જનરલ રાવતના પત્ની), બ્રિગેડિયર એલ. s લિડર, લેફ્ટનન્ટ કર્નલ હરજિન્દર સિંઘ, વિંગ કમાન્ડર પી.એસ. ચૌહાણ, સ્ક્વોડ્રન લીડર કે. સિંહ, JWO દાસ, JWO પ્રદીપ એ., હવાલદાર સતપાલ, નાઈક ગુરસેવક સિંહ, નાઈક જિતેન્દ્ર કુમાર, લાન્સ નાઈક વિવેક કુમાર અને લાન્સ નાઈક સાઈ તેજા મૃત્યુ પામ્યા.

    આ પણ વાંચોઃ-CDS Bipin rawat helicopter crash: સીડીએસ બિપિન રાવતના પડોશી અને સિનિયર જનરલ પ્રસાદે પોતાના સાથીને કઈ રીતે યાદ કર્યા?

    તેમના મૃતદેહને મોકલવા માટે કેટલાક વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાંથી એક અકસ્માતનો શિકાર બન્યો હતો. જો કે તે એક નાનો અકસ્માત હતો, પરંતુ કોઈ ઈજાના અહેવાલ નથી. ત્યારબાદ સ્થાનિક લોકોની મદદથી મૃતદેહને અન્ય વાહન મારફતે આગળ મોકલવામાં આવ્યો હતો.
    Published by:ankit patel
    First published:

    Tags: Accident News, CDS બિપિન રાવત, Helicopter-crash

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन