Home /News /national-international /

CDS જનરલ બિપિન રાવતને છે બે દીકરીઓ, જાણો શું કરે છે બંને

CDS જનરલ બિપિન રાવતને છે બે દીકરીઓ, જાણો શું કરે છે બંને

CDS Bipin Rawat Helicopter crash: જનરલ બિપીન રાવતની બે પુત્રી (Bipin Rawat two Daughters)ઓ છે – મોટી પુત્રી કીર્તિકા (Kirtika) અને નાની પુત્રી તારિણી (Tarini).

CDS Bipin Rawat Helicopter crash: જનરલ બિપીન રાવતની બે પુત્રી (Bipin Rawat two Daughters)ઓ છે – મોટી પુત્રી કીર્તિકા (Kirtika) અને નાની પુત્રી તારિણી (Tarini).

ભારતના પહેલી સીડીએસ જનરલ બિપીન રાવત (CDS General Bipin Rawat)ના હેલિકોપ્ટર ક્રેશ (Helicopter Crash)માં અચાનક થયેલા નિધનથી દરેક દેશવાસી નિરાશ છે. આ દુર્ઘટનામાં બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત (Wife Madhulika Rawat) અને અન્ય 11 જવાનો શહીદ થયા છે. સીડીએસ જનરલ બિપીન રાવતે પોતાના શૌર્ય અને વીરતા, રણનીતિક કુશળતા અને દૂરગામી નિર્ણયો સાથે ભારતીય સેના (Indian Army)ને નવી તાકાત પ્રદાન કરી હતી. ભારતમાતાના આજે આવા સાહસિક પુત્રની વિદાયથી આખો દેશ ગમગીન છે, પરંતુ તેમની બંને પુત્રીઓ પર તો દુઃખના વાદળો ફાટી પડ્યા છે. માતાપિતાની આકસ્મિક વિદાયથી બંને પુત્રીઓના ખભા પર મોટો ભાર આવી ગયો છે.

બિપીન રાવતને છે બે પુત્રીઓ

આપને જણાવી દઇએ કે સીડીએસ જનરલ બિપીન રાવતની બે પુત્રી (Bipin Rawat two Daughters)ઓ છે – મોટી પુત્રી કીર્તિકા (Kirtika) અને નાની પુત્રી તારિણી (Tarini). કીર્તિકાના લગ્ન થઇ ચૂક્યા છે અને તે મુંબઇમાં રહે છે. જ્યારે તારિણી દિલ્લીમાં રહે છે અને દિલ્લી હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરી રહી છે.

માતા સાથે બંને દીકરીઓ


શું થયું હતું એ કાળમુખા દિવસે?

બુધવારે સાંજે વાયુસેનાએ એક નિવેદન બહાર પાડ્યું કે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત હવે આપણી વચ્ચે નથી રહ્યા. હેલિકોપ્ટર ક્રેશમાં બિપીન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત સહિત 13 લોકોનું નિધન થઇ ગયું છે. આવો જાણીએ કે આખરે તે દિવસે શું થયું અને શું હતો જનરલ રાવતનો સમગ્ર કાર્યક્રમ –

*બુધવારે સવારે 8.47 મિનિટે દિલ્હીથી વાયુસેનાનાં સ્પેશ્યલ એરક્રાફ્ટથી ભારતના સીડીએસ જનરલ બિપીન રાવત, તેમના પત્ની સહિત 14 લોકો સાથે રવાના થયા હતા.

*સવારે 11.34 મિનિટે તમિલનાડુના સુલુર પહોંચ્યા હતા.

*સવારે 11.48 મિનિટે વાયુસેનાનું હેલિકોપ્ટર MI-17 Vથી સ્ટાફ કોલેજમાં લેક્ચર આપવા માટે આગળ વધ્યું હતું.

*બપોરે 12.20 મિનિટે સમાચાર આવ્યા કે જનરલ બિપીન રાવત સહિત 14 લોકોને લઇને જઇ રહેલું સેનાનું ખાસ હેલીકોપ્ટર ક્રેશ થઇ ગયું છે.

*સાંજે ભારતીય વાયુ સેનાએ નિવેદન જાહેર કર્યુ કે, સીડીએસ જનરલ બિપીન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 જવાનો આ દુર્ઘટનામાં શહીદ થઇ ગયા છે.

દુશ્મનોને ઘરમાં ઘૂસીને મારવાનો જૂસ્સો અપાવ્યો રાવતે

દેશની રક્ષા માટે ઊંચાણ વાળા યુદ્ધ ક્ષેત્ર અને આતંકવાદ સામે ઓપરેશન ચલાવવામાં માહિર જનરલ બિપીન રાવતે જ 21મી સદીના ભારતને સીમા પાર જઇને દુશ્મનોને ઘરમાં ઘૂસીને તેમની નાપાક હરકતોનો સબક આપવાનો જુસ્સો જગાવ્યો હતો. આતંક વિરોધી પ્રવૃતિઓને ડામવા અને દૂરગામી વિચારો કરતા બિપીન રાવતે પૂર્વોત્તરમાં પણ અનેક મોટા ઓપરેશનને અંજામ આપ્યા છે.

બિપિન રાવત પત્ની સાથે


મ્યાનમારમાં ઘૂસીને કર્યુ ઓપરેશન

વર્ષ 2015માં મણિપુરમાં થયેલા આતંકી હુમલામાં 18 જવાનો શહીદ થઇ ગયા હતા. જે બાદ 21 પેરા કમાન્ડોના જવાનોએ સરહદ પાર જઇને મ્યાનમારમાં ઘૂસીને આતંકી સંગઠનને ઠાર કર્યા હતા. મ્યાનમારમાં સરહદ પાર કરી રહેલા 21 પેરા કમાન્ડો તે સમયે થર્ડ કોર્પ્સ હેઠળ હતા, જેના કમાન્ડર બિપીન રાવત હતા. જેમણે 2016માં પાકિસ્તાને જવાનો પર કરેલા હુમલા બાદ કિંમત ચૂકવવાની તૈયારી રાખવાની ચેતાવણી આપી હતી.

જે બાદ બિપીન રાવતે સેનાના પ્રમુખ બન્યાના એક મહીનાની અંદર જ સર્જીકલ સ્ટ્રાઇકને અંજામ આપ્યો હતો. ભારતીય સેનાએ 29 સપ્ટેમ્બર, 2016માં પીઓકેમાં સર્જીકલ સ્ટ્રાઇક કરી અને અનેક આતંકવાદી શિબીરોને નાબૂદ કરી દીધા હતા.

અનેક મેડલથી કરાયા છે સન્માનિત

દેશની સેવામાં સદા તત્પર રહેનાર જનરલ બિપીન રાવતની છાતી અનેક મેડલ્સ સાથે ગર્વથી ફૂલેલી રહેતી હતી. તેમને પરમ વિશિષ્ય સેવા મેડલ, ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ, યુદ્ધ સેવા મેડલ, સેના મેડલ જેવા તમામ વીરતા ચક્રોથી સન્માનિત કરાયા હતા. કાશ્મીમાં આતંકીઓને ઓલઆઉટ કરવાનું અભિયાન ચલાવનાર ભારતના આ વીર પુત્રને દરેક દેશવાસી હંમેશા યાદ રાખશે.
First published:

Tags: CDS બિપિન રાવત, Helicopter-crash, દિલ્હી, ભારત, ભારતીય સેના

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन