Home /News /national-international /

Air crashes: સંજય ગાંધીથી લઈને લોકસભા સ્પીકર GMC બાલયોગી સુધી, CDS Bipin rawat પહેલા આ લોકોએ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે

Air crashes: સંજય ગાંધીથી લઈને લોકસભા સ્પીકર GMC બાલયોગી સુધી, CDS Bipin rawat પહેલા આ લોકોએ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે

સંજય ગાંધી અને માધવરાવ સિંધિયા (File Photo)

Plane and Helicopters Crash In India: આજે બનેલી આ દુ:ખદ દુર્ઘટનાએ ભૂતકાળમાં મોટા પ્લેન અને હેલિકોપ્ટર ક્રેશ (Plannes and Helicopter Crash) ની ઘટનાની યાદ અપાવી દીધી છે. દેશમાં હેલિકોપ્ટર અને પ્લેન દુર્ઘટનામાં (Helicopter and plane crashes) ઘણા મોટા નેતાઓએ જીવ ગુમાવ્યા છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી. દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન સિંહ રાવત (CDS Bipin Singh Rawat)નું બુધવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ (Death in Helicopter crash) થયું. આ અકસ્માતમાં રાવત અને તેમની પત્ની સહિત 13 લોકોના મોત થયા છે. દેશમાં આજે બનેલી આ દુ:ખદ દુર્ઘટનાએ ભૂતકાળમાં મોટા પ્લેન અને હેલિકોપ્ટર ક્રેશ (Plannes and Helicopter Crash) ની ઘટનાઓની યાદ અપાવી દીધી છે. દેશમાં હેલિકોપ્ટર અને પ્લેન દુર્ઘટનામાં ઘણા મોટા નેતાઓએ જીવ ગુમાવ્યા છે. જેમાં સંજય ગાંધી, લોકસભા સ્પીકર રહી ચૂકેલા જીએમસી બાલયોગી, પૂર્વ કેન્દ્રીય મંત્રી માધવ રાવ સિંધિયા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસઆર રેડ્ડીના નામ સામેલ છે.

    ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી (Sanjay Gandhi)નું 1980માં એક વિમાન દુર્ઘટનામાં નિધન થયું હતું. સંજય ગાંધીનું મૃત્યુ દિલ્હીના સફદરજંગ એરપોર્ટ પર થયું હતું. આ પછી એક મોટી વિમાન દુર્ઘટના વર્ષ 2001માં થઈ જ્યારે કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી માધવ રાવ સિંધિયા (Madhav Rao Sindhia)નું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. સિંધિયા તેમના ખાનગી વિમાનમાં મુસાફરી કરતા હતા. કહેવાય છે કે આ ઘટના ખરાબ વિઝિબિલિટીના કારણે બની હતી.

    જીએમસી બાલયોગી અને સી સંગમાનું મૃત્યુ

    વર્ષ 2002માં તત્કાલિન લોકસભા સ્પીકર અને TDPના મજબૂત નેતા જીએમસી બાલયોગી (GMC Balayogi)નું મૃત્યુ પણ હેલિકોપ્ટર દુર્ઘટનામાં થયું હતું. બાલયોગીનું હેલિકોપ્ટર ક્રેશ થવાનું કારણ પણ નબળી વિઝિબિલિટી હોવાનું કહેવાયું હતું. આ પછી વર્ષ 2004માં મેઘાલયના કેબિનેટ મંત્રી રહી ચૂકેલા સી સંગમા (C. Sangama) નું પણ હેલિકોપ્ટર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. સંગમા હેલિકોપ્ટર દ્વારા ગુવાહાટીથી મેઘાલયની રાજધાની શિલોંગ જઈ રહ્યા હતા.

    આ પણ વાંચો: CDS Bipin Rawat Helicopter crash: દેશના CDSનો કાર્યભાર હવે કોઈ અન્ય અધિકારી સંભાળશે કે પછી થશે નવી નિમણૂક? જાણો

    નિયમ અને જોગવાઈઓ

    હરિયાણાના ઉર્જા મંત્રી રહી ચૂકેલા ઓપી જિંદાલનું નિધન
    વર્ષ 2005માં હરિયાણાના ઉર્જા મંત્રી રહેલા ઓપી જિંદાલનું અવસાન પણ વિમાન અકસ્માતમાં થયું હતું. યુપીના સહારનપુરમાં ટેકનિકલ ખામીના કારણે આ વિમાન દુર્ઘટના બની હતી.

    આ પણ વાંચો: CDS Bipin Rawat Helicopter Crash: PM મોદી, રાજનાથ સિંહે શોક વ્યક્ત કર્યો, કહ્યું- ‘તેમનું યોગદાન ક્યારેય નહીં ભૂલાય’

    જંગલમાં ક્રેશ થયું હતું YSR રેડ્ડીનું હેલિકોપ્ટર

    2009માં આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વાયએસઆર રેડ્ડી (YRS Reddy)નું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. રેડ્ડીનું હેલિકોપ્ટર 27 કલાક બાદ મળ્યું હતું. ચિત્તૂરના જંગલોમાં ક્રેશ થવાના કારણે હેલિકોપ્ટરની શોધ મોડી થઈ શકી.
    Published by:Nirali Dave
    First published:

    Tags: CDS, CDS બિપિન રાવત, Helicopter-crash

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन