70 વર્ષમાં માત્ર 47,000 વેન્ટિલેટર્સ, PM Cares Fundની મદદથી દેશને એક જ ઝાટકે મળશે 50,000 વેન્ટિલટર્સ

PM Cares Fundમાંથી અંદાજિત 2000 કરોડ રૂપિયાની ફાળવણી વેન્ટિલેટર ખરીદવા માટે કરવામાં આવી છે

PM Cares Fundમાંથી અંદાજિત 2000 કરોડ રૂપિયાની ફાળવણી વેન્ટિલેટર ખરીદવા માટે કરવામાં આવી છે

 • Share this:
  નવી દિલ્હીઃ સમગ્ર દેશ હાલમાં કોરોના (Coronavirus)ની મહામારી સામે લડી રહ્યો છે. રોજેરોજ કોરોના પોઝિટિવ કેસોનો આંકડો વધતો જઈ રહ્યો છે. ઉપરાંત મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. કોરોના (COVID-19)ના ક્રિટિકલ દર્દીઓને બચાવવા માટે વેન્ટિલેટર (Ventilator) ખૂબ જ જરૂરી હોય છે. દેશમાં વેન્ટિલેટરની જરૂરિયાતને પૂરી પાડવા માટે PM Cares Fundમાંથી 50,000 વેન્ટિલેટર ખરીદવાનો અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંદાજિત 2000 કરોડ રૂપિયાની ફાળવણી વેન્ટિલેટર ખરીદવા માટે કરવામાં આવી છે.

  ઉલ્લેખનીય છે કે, પ્રિન્સટન યુનિવર્સિટી (Princeton University)ના સેન્ટર ફોર ડિઝાસ્ટર ડાયનેમિક્સ, ઇકોનોમિક્સ એન્ડ પોલિસી (CDDEP)ના સ્ટડી મુજબ ભારત 70 વર્ષમાં કુલ 47,481 વેન્ટિલેટર્સ ખરીદી શક્યું છે, જેમાં સરકારી અને પ્રાઇવેટ હૉસ્પિટલ બંનેનો સમાવેશ થાય છે. તેની સામે PM Cares Fundsના માધ્યમથી એક જ પ્રયાસમાં 50,000 વેન્ટિલેટર દેશને મળશે.


  CDDEPના સ્ટડીમાં રાજ્ય મુજબ વેન્ટિલેટરની સ્થિતિને રજૂ કરવામાં આવી છે. સરકારી હૉસ્પિટલો પાસે 17,850 અને પ્રાઇવેટ સેક્ટર હૉસ્પિટલો પાસે 29,631 વેન્ટિલેટર્સ છે. તેની સામે દેશને એક જ પ્રયાસમાં 50,000 વેન્ટિલેટર્સ મળતાં કોરોના સામેની લડાઈ વધુ મજબૂતાઈથી લડી શકાશે.


  CDDEPમાં રાજ્ય મુજબ વેન્ટિલેટર્સના આંકડા રજૂ કરવામાં આવ્યા છે. તે મુજબ ગુજરાતમાં કુલ 1,622 વેન્ટિલેટર્સ છે. સૌથી વધુ વેન્ટિલેટર્સ 7,035 ઉત્તર પ્રદેશમાં છે. મહારાષ્ટ્રમાં 5,793 અને કર્ણાટકમાં 6,553 વેન્ટિલેટર્સની સુવિધા ઉપલબ્ધ છે. સૌથી ઓછા વેન્ટિલેટર્સ 11 લક્ષ્યદ્વીપમાં છે.

  આ પણ વાંચો, 24 કલાકમાં કોરોનાના 11,502 નવા કેસ, 325 દર્દીનાં મોત, દેશમાં હવે 3.32 લાખ કેસ

  ઉલ્લેખનીય છે કે, કોવિડ-19 સામે લડવા માટે PM Cares Fundમાંથી સરકાર 3100 કરોડ ખર્ચ કરવા જઈ રહી છે. આ રકમમાંથી અંદાજિત 2,000 કરોડ રૂપિયા વેન્ટિલેટર્સ ખરીદવા માટે ફાળવવામાં આવ્યા છે. 1000 કરોડ રૂપિયા સ્થળતાંતર કરવા મજબૂર બનેલા શ્રમિકો માટે ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત 100 કરોડ રૂપિયા વેક્સીનની શોધના રિસર્ચને મદદ કરવા માટે ફાળવવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ‘મેડ ઇન ઈન્ડિયા’ 50000 વેન્ટિલેટર્સને કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તગત હૉસ્પિટલોને ફાળવવામાં આવશે.

  આ પણ વાંચો, સુશાંતસિંહ રાજપૂતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો, ફાંસો ખાવાથી થયું મોત
  Published by:Mrunal Bhojak
  First published: