મોહાલીઃ પંજાબના મોહાલીમાં પંજાબ નેશનલ બેન્કમાં દિનદહાડે પંજાબ નેશનલ બેન્કમાં (Punjab National bank) લૂંટની (loot) ઘટના બની હતી. અહું બધવારે આશરે બપોરે 1.40 વાગ્યે બે બુકાનીધારી યુવકો બેન્કમાં ઘૂસ્યા હતા. એક યુવકના હાથમાં ચપ્પ જેવું હથિયાર અને બીજાના હાથમાં એર પિસ્તલ હતી. બંને યુવકે પંજાબ નેશનલ બેન્કમાં હાજર મહિલા સ્ટાફને બંદૂકની અણીએ ડરાવી ધમકાવી એક તરફ બંધક બનાવી લીધા હતા. જ્યારે બીજા યુવકે કેશિયર યુવતી પાસે કેશ કાઢાવીને એક બેગમાં ભરી હતી. આશરે બે મિનિટમાં લાખો રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ (CCTV footage) સામે આવ્યા છે.
લૂંટારુ ફરાર થતાની સાથે જ બેન્ક મેનેજરે આ અંગ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ડીએસપી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. તપાસ બાદ શહેરમાં નાકાબંધ કરાવી દીધી હતી. પીસીઆર વાનને પણ મેસેજથી એલર્ટ કરી દીધી હતો.
માનવામાં આવી રહ્યું છે કે બેન્કમાં પાંચ મહિલાઓનો સ્ટાફ છે. જો કે બેન્કમાં એલાર્મ સિસ્ટમ ન હતી અને સિક્યોરિટી ગાર્ડ પણ રાખ્યો ન હતો. અત્યાર સુધીની તપાસ પ્રમાણે લૂંટારું બેન્કમાંથી આશરે 4.8- લાખ રૂપિયા લઈને ફરાર થયા હતા.
બંને લૂંટારુઓ બેન્કમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થયા હતા. સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે બંને યુવકોએ પોતાના મોંઢા ઉપર રૂમાલ બાંધ્યો હતો. જે પૈકી એક યુવકના માંથા ઉપર ટોપી પહેરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારુઓની તપાસ શરૂ કરી છે.
આ પહેલા પણ દપ્પર ગામની પીએનબી બ્રાન્ચને લૂંટારુઓએ બનાવી હતી નિશાન
આ પહેલા ગત 10 જૂને લૂંટારુઓએ પંજાબ નેશનલ બેન્કની દપ્પર શાકામાં લગાવેલા એટીએમને ઉખાડીને લઈ ગયા હતા. એટીએમમાંથી આશરે 16 લાખ રૂપિયા કેશ ભરેલા હતા.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર