Home /News /national-international /Sidhu Moose Wala Shot Dead: સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડ : સિંગરની જીપનો પીછો કરી રહી હતી બે ગાડીઓ, CCTV વીડિયો આવ્યો સામે

Sidhu Moose Wala Shot Dead: સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડ : સિંગરની જીપનો પીછો કરી રહી હતી બે ગાડીઓ, CCTV વીડિયો આવ્યો સામે

રવિવારે માનસાના જવાહર ગામ પાસે કેટલાક લોકોએ ફાયરિંગ કરીને સિદ્ધુ મુસેવાલાની હત્યા કરી દીધી (Twitter/@iSidhuMooseWala)

Sidhu Moose Wala murder : હત્યાકાંડમાં લોરેન્સ બિશ્નોઇ ગેંગ સામેલ છે અને ગેંગના સભ્યએ કનેડાથી હત્યાની જવાબદારી લીધી છે. મુસેવાલા પાસે ખાનગી બુલેટપ્રુફ ગાડી હતી પણ ઘટના સમયે તે સાથે લઇ ગયા ન હતા

ચંદીગઢ : પંજાબના લોકપ્રિય સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યાથી (Sidhu Moose Wala Shot Dead)બધા સ્તબ્ધ છે. રવિવારે માનસાના જવાહર ગામ પાસે કેટલાક લોકોએ ફાયરિંગ કરીને સિદ્ધુ મુસેવાલાની હત્યા કરી દીધી હતી. આ હત્યાના સમાચારથી આખા પંજાબમાં સનસની ફેલાઇ ગઈ છે. આ દરમિયાન એક સીસીટીવી (CCTV) વીડિયો સામે આવ્યો છે. જેમાં સિદ્ધુ મુસેવાલાની (Sidhu Moose Wala)ગાડીને બે કાર પીછો કરતી જોવા મળી રહી છે. આ વીડિયો (Sidhu Moose Wala CCTV)ઘટનાનો ઠીક પહેલા છે.

મુસેવાલા કાળા રંગની થાર ગાડીમાં બેસેલો જોવા મળે છે. સીસીટીવી વીડિયોમાં જોવા મળે છે કે તેમની ગાડીની પાછળ બે કાર છે. આ બે કાર તેમની ગાડીનો પીછો કરી રહી છે. પોલીસ આ બન્ને કારને શોધી રહી છે. હરિયાણા અને બીજા રાજ્યોની પોલીસને પણ એલર્ટ કરવામાં આવી છે. સાથે પોલીસ અન્ય સીસીટીવી ફૂટેજને પણ શોધી રહી છે.

કેનેડાથી લીધી હત્યાની જવાબદારી

પંજાબના ડીજીપી વીકે ભાવરાએ કહ્યું કે મુસેવાલાની હત્યા ગેંગ વચ્ચે આપસી દુશ્મનીનું પરિણામ લાગી રહ્યું છે. હત્યાની તપાસ માટે વિશેષ તપાસ દળ બનાવવામાં આવ્યું છે. ડીજીપીએ એ પણ જણાવ્યું કે હત્યાકાંડમાં લોરેન્સ બિશ્નોઇ ગેંગ સામેલ છે અને ગેંગના સભ્યએ કનેડાથી હત્યાની જવાબદારી લીધી છે. મુસેવાલા પાસે ખાનગી બુલેટપ્રુફ ગાડી હતી પણ ઘટના સમયે તે સાથે લઇ ગયા ન હતા. પોતાના ઘરેથી નીકળ્યા પછી મુસેવાલા બે અન્ય લોકો સાથે માનસા જિલ્લામાં પોતાની ગાડી ચલાવી રહ્યા હતા. આ સમયે 2-2 ગાડીઓ આગળ અને પાછળ આવી અને મુસેવાલાની ગાડી પર ફાયરિંગ કર્યું હતું. જેમાં મુસેવાલાનું મોત થયું હતું.

આ પણ વાંચો - Nepal Plane Crash: તારા એરનું પ્લેન ક્રેશ, 4 ભારતીયો સહિત 22 લોકો હતા સવાર



કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા

શુભદીપ સિંહ સિદ્ધુ તેમના ચાહકોમાં સિદ્ધુ મુસેવાલા તરીકે પ્રખ્યાત હતા. આ હુમલો ત્યારે થયો જ્યારે મુસેવાલા અને તેના બે મિત્રો પંજાબમાં તેમના ગામ માનસા જઈ રહ્યા હતા. 2022ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં સિદ્ધુ મુસેવાલાએ કોંગ્રેસની ટિકિટ પર માનસાથી ચૂંટણી લડી હતી. તેમને આમ આદમી પાર્ટીના ડો. વિજય સિંગલાએ હરાવ્યા હતા.

કોણ હતા શુભદીપ સિંહ સિદ્ધુ

તમને જણાવી દઈએ કે, શુભદીપ સિંહ સિદ્ધુ, જેને પ્રેમથી મુસેવાલા કહેવામાં આવતા હતા, તેમનો જન્મ 17 જૂન 1993ના રોજ થયો હતો. તે મુસા વાલા ગામનો રહેવાસી હતો. શુભદીપને લોકો તેની ગાયકીને કારણે પણ ઓળખતા હતા. તેની લાખોમાં ફેન ફોલોઈંગ હતી. ગેંગસ્ટર રેપથી અલગ ઓળખ મળી હતી. મુસેવાલાએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી અને તેમની માતા ગામના સરપંચ હતા
First published:

Tags: CCTV Video, Sidhu Moose Wala, પંજાબ

विज्ञापन