CCTV: બે ટ્રેનો સામસામે ટકરાતાં બોગીઓ હવામાં ઉછળી
News18 Gujarati Updated: November 12, 2019, 11:33 AM IST

બંને ટ્રેનોની સીધી ટક્કર થયા બાદ પ્રવાસીઓ જીવ બચાવીને ભાગતાં જોવા મળ્યાં

- News18 Gujarati
- Last Updated: November 12, 2019, 11:33 AM IST
હૈદરાબાદ : હૈદરાબાદ (Hyderabad)ના કાચીગુડા રેલવે સ્ટેશન (Kachiguda Railway Station) પર સોમવારે બે ટ્રેનોની સીધી ટક્કર (Train Collission) થઈ ગઈ. આ ઘટનામાં એક ટ્રેન ચાલક સહિત 16 લોકો ઘાયલ થયા. હવે આ દુર્ઘટનાના સીસીટીવી ફુટેજ (CCTV Footage)સામે આવ્યા છે. અહીંની સ્થિતિ જોઈને તમે આશ્ચર્યમાં મૂકાઈ જશો. રાહતની વાત એ છે કે આટલી મોટી દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ.
CCTVમાં શું છે?
વીડિયોમાં જોઈ શકાય છે કે બે ટ્રેનો એક જ ટ્રેક પર આવી ગઈ. થોડીક જ ક્ષણોમાં બંને ટ્રેનોની સીધી ટક્કર થઈ ગઈ. ટ્રેનના ડબ્બા હવામાં ઊંચા ઉછળી ગયા. લોકો તાત્કાલીક જીવ બચાવવા માટે બહાર ભાગવા લાગ્યા. ટક્કરમાં એમએમટીએસ ટ્રેના 6 ડબ્બા અને હુંડ્રી એક્સપ્રેસના ત્રણ ડબ્બા ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. 16 ઘાયલોને ઉસ્માનિયા જનરલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં 9 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી.જુઓ અકસ્માતનો વીડિયો...
ડ્રાઇવર ઘાયલ
કાચીગુડા રેલવે સ્ટેશન પર સોમવાર સવારે 10.41 વાગ્યે લિંગમપલ્લી-ફલકનુમા મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (એમએમટીએસ) ટ્રેન કુર્નૂલ-સિકંદરાબાદ રેલવે ઇન્ટરસીટી એક્સપ્રેસ (17028) સાથે ટકરાઈ ગઈ. આ ઘટનામાં 16 લોકો ઘાયલ થયા. આ દુર્ઘટનામાં એમએમટીએમસ ટ્રેનના ચાલક ગંભીર રીતે ઘાયલ થઈને પોતાની કેબિનમાં જ ફસાઈ ગયા. તેમને થોડાક કલાક બાદ ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા. તેમના પગમાં ઈજા થઈ છે. ઓપરેશન દરમિયાન તેમને ઑક્સિજન અને અન્ય જીવન રક્ષક ચિકિત્સા સહાયતા આપવામાં આવી.
અનેક ટ્રેનો રદ
રેલ મંત્રાલયે સામાન્ય રીતે ઘાયલ થયેલા પ્રત્યેક વ્યક્તિને 5000 અને ગંભીર રીતે ઘાયલ થયેલા પ્રત્યેક પ્રવાસીને 25000 રૂપિયાની સહાયતા આપવાની જાહેરાત કરી છે. આ ઘટના બાદ એક ટ્રેન રદ કરી દેવામાં આવી અને એક અન્ય ટ્રેનનો માર્ગ બદલી દેવામાં આવ્યો. પાંચ અન્ય ટ્રેનોને આંશિકા રીતે રદ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો, નશામાં ચૂર પ્રોફેસરની બેગમાંથી મળ્યા ગર્લફ્રેન્ડના કપાયેલા હાથ, પોલીસને ઘરમાંથી મળ્યું બાકી શરીર

CCTV footage of the Mmts train collision in Kachiguda. pic.twitter.com/IMLO9Di53U
— Bala (@naartthigan) November 11, 2019