કરાચી વિમાન દુર્ઘટનામાં 97નાં મોત, વિમાન ક્રેશ પહેલાનો વીડિયો આવ્યો સામે

સીસીટીવી ફૂટેજ.

પાકિસ્તાન વિમાન દુર્ઘટનામાં બે લોકોનો બચાવ થયો, વિમાન લેન્ડ થવાની એક મિનિટ પહેલા જ તૂટી પડ્યું હતું.

 • Share this:
  કરાચી : પાકિસ્તાનના ઝીણા ઇન્ટરનેશનલ એરપોર્ટ (Jinnah International Airport) પાસે ગાઢ વસ્તીમાં દુર્ઘટનાનો શિકાર બનેલા પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)ના વિમાનમાં સવાર 99 મુસાફરોમાંથી 97 લોકોનાં મોત થયા છે. વિમાન એરપોર્ટ પર લેન્ડ થવાની થોડી મિનિટ પહેલા જ ટેક્નિકલ ખામીને કારણે રહેણાક વિસ્તારમાં તૂટી પડ્યું હતું. આ આખી ઘટનાનો દર્દનાક વીડિયો સામે આવ્યો છે. સીસીટીવી ફૂટેજમાં જ જોઈ શકાય છે કે કેવી રીતે વિમાન ઘરે પર પડે છે અને બાદમાં વિસ્ફોટ થાય છે.

  ડૉનના જણાવ્યા પ્રમાણે ફ્લાઇટ પીકે-8303 લાહોરથી આવી રહી હતી. વિમાન કરાચી શહેરમાં ઉતરવાનું જ હતું ને એક મિનિટ પહેલા માલિર મૉડલ કોલોની નજીક ઝીણા ગાર્ડનમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. મળતી માહિતી પ્રમાણે પીઆઈએ એરબસ A320માં 91 મુસાફર અને ચાલક દળના આઠ લોકો સવાર હતા. આ પહેલા પીઆઈએ તરફથી કહેવામાં આવ્યું હતું કે વિમાનમાં કુલ 107 લોકો સામેલ હતા. જોકે, બાદમાં માલુમ પડ્યું હતું કે અમુક લોકો વિમાનમાં ચઢી શક્યા ન હતા.

  આ દુર્ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છો. આ વીડિયો સીસીટીવી ફૂટેજ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વિમાન એક રહેણાક વિસ્તાર ઉપર ઊડી રહ્યું છે. જે બાદમાં અચાનક વિમાન નીચે આવે છે અને ત્યાં જ તૂટી પડે છે. જે બાદમાં ધૂમાડાના ગોટેગોટા નીકળતા જોઈ શકાય છે.

  બે લોકોનો જીવ બચ્યો

  પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સના પ્રવક્તાએ કહ્યું કે PIA એરબસ A320માં 91 લોકો અને ચાલક દળના આઠ લોકો સવાર હતા. વિમાન લેન્ડ થતી વખતે ટેક્નિકલ ખામીને કારણે તૂટી પડ્યું હતું. વિમાન નીચે પડતાં જ તેમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં બે લોકોનો બચાવ થયો છે. જેમાં બેંક ઑફ પંજાબના અધ્યક્ષ ઝફર મસૂદ પણ સામેલ છે.
  Published by:Vinod Zankhaliya
  First published: