દિલ્હીમાં ગયા ગુરુવારે 23 વર્ષીય ફોટોગ્રાફર અંકિત સેક્સેનાની ખૂબ જ ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખવામાં આવી હતી. તેનો ગુનો ફક્ત એટલો જ હતો કે તે એક મુસ્લિમ યુવતીને પ્રેમ કરતો હતો અને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો.
યુવતીના પરિવારને બંનેના સંબંધ સામે વાંધો હતો. એ માટે જ તેમણે અંકિતને પ્રેમ કરવાની 'સજા' આપી હતી. યુવતીના પિતા, કાકા અને મામાએ મળીને છરીથી તેનું ગળું કાપી નાખ્યું હતું. આ વચ્ચે હત્યાના થોડા સમય પહેલાનો અંકિત સક્સેનાનો એક વીડિયો સામે આવ્યો છે.
એએનઆઈ તરફથી જાહેર કરવામાં આવેલા સીસીટીવી ફૂટેઝમાં અંકિત સક્સેના બ્લેક લેધરમાં નજરે પડી રહ્યો છે. તે રસ્તાની બાજુમાં આમતેમ ફરતો તેમજ ફોન પર કોઈ સાથે વાત કરતો નજરે પડી રહ્યો છે. તે કોની સાથે વાતચીત કરી રહ્યો હતો તે સ્પષ્ટ થયું નથી.
મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, અંકિતે થોડા દિવસ પહેલા પોતાની ગર્લફ્રેન્ડ સાથે ચૂપચાપ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. ગુરુવારે તેણે પોતાની ગર્લફ્રેન્ડને મેટ્રો સ્ટેશન મળવા માટે બોલાવી હતી. બંને એ જ દિવસ લગ્ન કરવાના હતા. જોકે, યુવતીના પરિવારને આ અંગેનો અંદાજ આવી ગયો હતો. એટલે બંને લગ્ન કરે તે પહેલા જ યુવતીના પરિવારજનોએ તેની ગળું કાપીની હત્યા કરી નાખી હતી.
અંકિતની ગર્લફ્રેન્ડે તેના પિતા, માતા, કાકા અને મામા અને સગીર ભાઈ વિરુદ્ધ નિવેદન આપ્યું છે. પોલીસે હત્યાના આરોપમાં તેના પિતા, કાકા, મામા અને માતાની ધરપકડ કરી છે. તેના સગીર ભાઈને બાળ સુધાર ગૃહમાં મોકલી આપવામાં આવ્યો છે.
બાળ કલ્યાણ સમિતિમાં રહે છે યુવતી
યુવતીને તેના પરિવારજનોએ રાખવાનો ઇન્કાર કરી દીધો છે. માતા-પિતાની પહેલા જ ધરપકડ થઈ ચુકી છે. સંબંધીઓ પણ તેને રાખવા માટે તૈયાર નથી. યુવતી પોતે પણ પોતાના પરિવાર કે સંબંધીઓની સાથે રહેવા નથી માંગતી. પોલીસે તેને બાળ કલ્યાણ સમિતિમાં મોકલી આપી છે.
પરિવાર વિરુદ્ધ આપ્યું નિવેદન
યુવતીએ પોતાના પરિવાર વિરુદ્ધ પોલીસમા નિવેદન આપ્યું છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે. બોયફ્રેન્ડ અંકિતની હત્યા અંગે જણાવતા યુવતીએ કહ્યું કે, 'હું મારા ઘરથી અંકિતને મળવા જઈ રહી હતી. મને ખબર પડી કે તેનું ગળું કાપીની હત્યા કરી નાખવામાં આવી છે. આ હત્યા પાછળ મારા ઘરવાળા છે. મામા અને પપ્પાએ આ બધુ કર્યું છે. અંકિત અને હું લગ્ન કરવાના હતા. હું હત્યા વખતે ત્યાં હાજર ન હતી. પરંતુ તમામ લોકો જણાવી રહ્યા છે કે એ વખતે મારા પરિવારના લોકો ત્યાં હાજર હતા. મને મારા ઘરવાળાથી ડર લાગી રહ્યો છે.'
એક જ વિસ્તારમાં રહેતા હતા
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અંકિત અને તેની ગર્લફ્રેન્ડ એક જ વિસ્તારમાં ત્રણ-ચાર મકાન છોડીને રહે છે. આથી ઘણા લાંબા સમયથી એક બીજાને ઓળખતા હતા. અંકિતના ઘરની પાસે જ તેનો ફોટો સ્ટુડિયો છે. અંકિતે અનેક વખત યુવતીના પિતાને બંનેના લગ્નની વાત કરી હતી. પરંતુ દર વખતે યુવતીના પરિવારજનોએ અંકિતને રસ્તામાંથી હટી જવાનું કહ્યું હતું.
#WATCH CCTV footage of Ankit, who was stabbed to death in Delhi's Khyala on
February 1; Three accused, including a juvenile, have been sent to judicial custody in connection with the incident pic.twitter.com/9E3IsvzH50