'ઉદ્યોગસાહસિક તરીકે હું નિષ્ફળ ગયો, કોઈને છેતરવાનો ઇરાદો નહોતો' કર્મચારી જોગ ભાવુક પત્ર લખી CCDના માલિક ગુમ

Cafe Coffee Dayના માલિક વીજી સિદ્ધાર્થની ફાઇલ તસવીર

CCDના માલિક વી.જી. સિદ્ધાર્થ રહસ્યમય સંજોગોમાં ગુમ, કંપની પર કરોડો રૂપિયાનું દેવું હતું.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : એશિયાની સોથી મોટી કોફી એસ્ટેટ કંપની કૈફે કોફી ડે (CCD)ના સંસ્થાપક અને માલિક વીજી સિદ્ધાર્થને લઈને મોટા સમાચાર છે. સિદ્ધાર્થ કર્ણાટકના મેંગલોરથી સંદિગ્ધ પરિસ્થિતિઓમાં ગુમ થઈ ગયા છે. સિદ્ધાર્થ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એસએમ કૃષ્ણાના જમાઈ છે. પરિવાર મુજબ, તેઓ સોમવાર સાંજે ઘરથી રવાના થયા હતા, ત્યારથી તેમના વિશે કોઈ જાણકારી નથી મળી રહી. તેમનો મોબાઇલ પણ સ્વિચ ઓફ આવી રહ્યો છે. ગુમ થતાં પહેલાં સિદ્ધાર્થે કર્મચારીઓને એક ભાવુક પત્ર લખ્યો હતો.

  'ઉદ્યોગરકાર તરીકે હું નિષ્ફળ ગયો, કોઈને છેતરવાનો ઇરાદો નહોતો'
  “કોફી ડે પરિવારના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સ અને પરિવાર જોગ.
  37 વર્ષના અથાક પરિશ્રમ બાદ સીધી રીતે 30 હજાર નોકરીઓ અને આડકતરી રીતે 20,000 રોજગારી સર્જવા છતાં આપણા ધંધાને નફાકારક બનાવવામાં હું નિષ્ફળ ગયો છું.”

  આ પણ વાંચો :  Cafe Coffee Dayના માલિક વીજી સિદ્ધાર્થ ગુમ, હેલિકોપ્ટર-બોટથી શોધખોળ ચાલુ

  હું મારૂ સર્વસ્વ ત્યજી રહ્યો છું. આપ સૌને નીચું જોવું પડે તેવી સ્થિતીમાં મૂકવા બદલ દિલગીર છું. મેં લાંબી લડાઈ લડી તેમ છતાં ખાનગી ભાગીદારો અને લેણદારોનું દબાણ જીરવી શક્યો નહીં. 6 મહિના પહેલાં મેં મિત્ર પાસેથી ખૂબ મોટી રકમ ઉધાર લીધી હતી. ઇનકમટેક્સના પૂર્વ ડીજીએ મને ખૂબ પ્રતાડીત કર્યો હતો. આપણે ફેરરિટર્ન સબમીટ કર્યુ હોવા છતાં તેમના દ્વારા આપણો સોદો પાછો ઠેલવવામાં આવ્યો હતો. આ આઘાતના કારણે આપણને ખૂબ જ મોટો ફટકો પડ્યો હતો.”

  આ પણ વાંચો : સિદ્ધાર્થે 5 લાખમાં શરૂ કર્યુ હતું CCD, આજે 4,000 કરોડની કંપની

  “હું આપ સૌને અપીલ કરી રહ્યો છું કે તમે મક્કમ રહેજો અને નવા મેનેજમેન્ટ સાથે આ ધંધો આગળ ધપાવજો. તમામ નાણાકીય વ્યવહારો અને ભૂલો માટે માત્ર હું જ જવાબદાર છું. મારી ટીમ, મારા ઓડિટોર, સિનિયર મેનેજમેન્ટ મારા વ્યવહારોથી અજાણ છે. કાયદો તેમને સાણસામાં લે તેવું હું ઇચ્છતો નથી. આ અંગે મેં કોઈ પણ જાણ કરી નથી. મારા પરિવારને પણ આના વિશે જાણ નથી. મારો ઇરાદો કોઈને છેતરવાનો નહોતો. દ્યોગકાર તરીકે હું નિષ્ફળ ગયો છું. આ મારૂ પ્રમાણિક કબૂલાતનામું છે. આશા રાખું છું એક દિવસ તમે સમજી શકશો અને મને માફ કરશો. મેં આપણી મિલકત અને તેના અંદાજે ભાવનું એક લિસ્ટ આ પત્ર સાથે બિડાણ કર્યુ છે. આપણી મિલકત અને દેવાના આધારે પૈસા ચુકવવામાં તમને મદદ મળશે.”

  આભાર
  વી.જી. સિદ્ધાર્થ
  Published by:Jay Mishra
  First published: