CBSE Board Exams 2022 : સીબીએસઈ વર્ષમાં બે વખત કરાવશે પરીક્ષા, આવી રીતે નક્કી થશે સિલેબસ

પ્રતિકાત્મક તસવીર

કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડે શૈક્ષણિક (CBSE) સત્ર 2021-22 માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે

  • Share this:
    નવી દિલ્હી : કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડે શૈક્ષણિક (CBSE) સત્ર 2021-22 માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. બોર્ડ તરફથી જાહેર કરેલ સ્પેશ્યલ એસેસમેન્ટ સ્કીમ પ્રમાણે આ સત્રમાં બે વખત પરીક્ષા આયોજીત કરવામાં આવશે. બોર્ડ આ સંબંધમાં સિલેબસ આ મહિનાના અંતમાં જાહેર કરી દેશે.

    સીબીએસઈએ કહ્યું કે એકેડમિક સેશન 2021-22 બે ટર્મમાં વિભાજીત થશે. પ્રત્યેક ટર્મમાં લગભગ 50-50 ટકા સિલેબસ કવર થશે. જાણકારી પ્રમાણે સીબીએસઇ પહેલા ટર્મની પરીક્ષાઓ નવેમ્બર-ડિસેમ્બરમાં આયોજીત કરશે. જ્યારે બીજા ટર્મની પરીક્ષા માર્ચ-એપ્રિલમાં થશે.

    આ પણ વાંચો - કોઈ પણ દેશ એકલા કોવિડ -19 જેવા પડકારનો સામનો કરી શકે છે: કોનક્લેવમાં PM મોદી



    બોર્ડે એ પણ કહ્યું કે શૈક્ષણિક સત્ર 2021-22ના પાઠ્યક્રમને વિશેષ વિશેષજ્ઞો દ્વારા અવધારણાઓ અને વિષયના પરસ્પર સંબંધને જોતા એક વ્યવસ્થિત દ્રષ્ટિકોણનું પાલન કરતા બે ભાગમાં વિભાજન કરવામાં આવશે.
    Published by:Ashish Goyal
    First published: