Home /News /national-international /

CBSE Result: કેજરીવાલ અને સ્મૃતિ ઇરાનીના પુત્ર ઝળક્યા,જાણો પરિણામ

CBSE Result: કેજરીવાલ અને સ્મૃતિ ઇરાનીના પુત્ર ઝળક્યા,જાણો પરિણામ

દિકરા ઝોહર સાથે સ્મૃતિ ઇરાની ( તસવીર સૌજન્ય : ટ્વીટર)

આજે જાહેર થયેલા સીબીએસઈના ધોરણ 12ના પરિણામોમાં કેજરીવાલના પુત્ર પુલકીત અને સ્મૃતિ ઇરાનીના પુત્ર ઝોહરે પણ સફળતા મેળવી હતી

    ન્યૂઝ 18 ગુજરાતી : રાજનેતાઓના સંતાનોના અભ્યાસ અંગે અવારનવાર વિવાદો સર્જાતા રહે છે પરંતુ આજે જાહેર થયેલા કેન્દ્રીય શિક્ષણ બોર્ડના ધોરણ 12 પરિણામોમાં દેશના બે દિગ્ગજ નેતાના સંતાનો ઝળક્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કેન્દ્રીય કપડા મંત્રી સ્મૃતિ ઇરાનીના દિકરાએ CBSE ધોરણ 12માં ઝળહળતી સફળતા મેળવી હતી.

    અરવિંદ કેજરીવાલના પુત્ર પુલકીત કેજરીવાલે 96.4 % મેળળ્યા હતા જ્યારે સ્મૃતિ ઇરાનીના પુત્ર ઝોહરએ 91% મેળવી માતાપિતાનું નામ રોશન કર્યુ હતું.

    અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યુ હતું કે અમારા શુભેચ્છકો અને ઇશ્વરના આશિર્વાદથી અમારા સંતાને ધોરણ 12મં 96.4 % મેળવ્યા છે. કેજરીવાલના પુત્ર પુલકીતે નોઇડાના સેક્ટર - 30માં આવેલી દિલ્હી પબ્લિક સ્કુલમાંથી ધોરણ 10માં પણ 10 ક્યૂમ્યૂલેટિવ ગ્રેડ પોઇન્ટ મેળવ્યા હતા.

    આ પણ વાંચો : CBSE ધો-12નું 83.4% પરિણામ જાહેર : યુપીની બે વિદ્યાર્થિનીઓ 499/500 ગુણ મેળવી ટોપર



    કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ ટ્વીટર પર લખ્યું કે મને દિકરા ઝોહર પર ગર્વ છે, વિશ્વ કેમ્પો ચેમ્પિનશિપમાંથી બ્રોન્ઝ મેડલ મેળવીને આવ્યા હબદાતેણે ધોરણ 12માં 91% મેળવ્યા છે, ખાસ કરીને અર્થશાસ્ત્રમાં 94% મેળવ્યા છે. માફી ચાહું છું પણ આજે હું એક ગર્વ અનુભવતી સંતુષ્ઠ માતા છું

    આ પણ વાંચો :  CBSE Results : હંસિકા શુક્લા અને કરિશ્મા અરોરાએ કર્યું ટોપ

    આવી રીતે કરો રિઝલ્ટ ચેક

    - સૌથી પહેલા બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ cbseresults.nic.in અને cbse.nic.in પર જાઓ
    - 'Click for CBSE Results' લિંક પર ક્લિક કરો
    - CBSE results સેક્શનમાં - CBSE Class 10 Results, CBSE Class 12 results લિંક પર ક્લિક કરો
    - આપનો રોલ નંબર તથા અન્ય જરૂરી વિગતો એન્ટર કરો
    - રિઝલ્ટ આપના સ્ક્રીન પર હશે. ભવિષ્ય માટે રિઝલ્ટની પ્રિન્ટ આઉટ પણ લઈ શકશો.
    Published by:Jay Mishra
    First published:

    Tags: CBSE Result 2019, Smriti Irani, અરવિંદ કેજરીવાલ, પુત્ર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन