Home /News /national-international /

NEET Result: ટોપ 50માં અમદાવાદનાં ચાર વિદ્યાર્થી, 75,000 ગુજરાતી બાળકોએ આપી હતી પરીક્ષા

NEET Result: ટોપ 50માં અમદાવાદનાં ચાર વિદ્યાર્થી, 75,000 ગુજરાતી બાળકોએ આપી હતી પરીક્ષા

આખા દેશમાં MBBS અને BDS કોર્સમાં એડમિશન માટે 6 મેનાં રોજ નીટનું આયોજન કરવામાં આવ્યું હતું

આખા દેશમાં MBBS અને BDS કોર્સમાં એડમિશન માટે 6 મેનાં રોજ નીટનું આયોજન કરવામાં આવ્યું હતું

    નવી દિલ્હી: કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રેન્સ ટેસ્ટ (NEET)નાં પરિણામ જાહેર થઇ ગયા છે. બોર્ડે cbseneet.nic.in અને cbseresults.nic.in પર પરીક્ષાનાં પરિણામ જાહેર કર્યા છે. બોર્ડનાં પરિણામ જાહેર કરવાની સાથે આસરે 13 લાખ લોકોની ઇન્તજાહરીનો અંત આવી ગયો છે. પહેલાં હતુ કે પરિક્ષાનું રિઝલ્ટ 5 જૂનનાં રોજ આવશે પણ બોર્ડે આજે જ રિઝલ્ટ જાહેર કરી દીધુ છએ.

    પરીક્ષામાં કલ્પના કુમારીએ પહેલું સ્થાન હાંસેલ કર્યુ છે. તેનાં 99.99 પર્સેન્ટાઇલ આ્યા છે. તેને ફિઝિક્સમાં 180માંથી 171, કેમેસ્ટ્રીમાં 180માંથી 160 માર્ક્સ જ્યારે બાયોલોજીમાં 360માંથી 360 માર્ક્સ આવ્યા છે. તેનું કૂલ 720માંથી 691 ટોટલ છે.

    આખા દેશમાં MBBS અને BDS કોર્સમાં એડમિશન માટે 6 મેનાં રોજ નીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિક્ષામાં 13,26,725 ઉમેદવારે ભાગ લીધોહ તો અને પરીક્ષાનું આયોજન 136 શહેરનાં 2255 પરીક્ષા કેનદ્‌રમાં કરવામાં આવ્યું હતું. આ ઉમેદવારોમાં 5,80,648 પુરૂષ અને 7,46,076 મહિલા ઉમેદવાર હતાં. તો એક ટ્રાન્સજેન્ડર પણ હતો. જેણે નીટની પરિક્ષા આપી હતી. પરીક્ષામાં ભારતીયોની સાથે ઘણાં વિદેશી નાગરીકોપણ હતાં આ પરીક્ષાનાં પરિણામથી એમબીબીએસ અને ડેન્ટલની સીટની પસંદગી થશે.

    ગુજરાતના 75 હજાર વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

    NEETની પરીક્ષા ગુજરાતનાં 75,000 વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાં ટોપ 50માં અમદાવાદ શહેરનાં 4 વિદ્યાર્થીઓ શામલ થયા છે. મહમ્મદ અનશે 24મો રેન્ક મેળવ્યો છે. તો શ્લોકે 26મો રેન્ક, અમિતાભ ચૌહાણે 34 અને ઋતુરાજ નામનાં વિદ્યાર્થીએ 37મો નંબર મેળવ્યો છે.

    NEET માં આ વખતે થયા આ બદલાવ, આવી રીતે જુઓ આપનું રિઝલ્ટ

    અધિકૃત વેબસાઇટ પર રિઝલ્ટ જોવા માટે ફોલો કરો નીચેનાં સ્ટેપ્સ
    -સૌથી પહેલાં વેબસાઇટ cbseneet.nic.in અથા cbseresults.nic.in પર જાઓ
    -તે બાદ તેમનાં હોમ પેજ પર પરીક્ષાનાં પરિણામની લિંક પર ક્લિક કરો
    -તે બાદ તેમાં માંગવામાં આવતી જાણકારી ભરો અને તમારું રિઝલ્ટ ચેક કરી લો

    આ વર્ષે બોર્ડ તરફથી લેવામાં આવેલી પરીક્ષામાં બદલાવ કરવામાં આવ્યો હતો.
    -આ વખતે આુ સીમા બદલવામાં આવી હતી જે અનુસાર 25 વર્ષ સુધીનો ઉમેદવાર ફોર્મ ભરી શકતો હતો.
    -પરીક્ષા આપવાનાં પ્રયાસોની લિમિટ હટાવી દેવામાં આવી છે.
    -AYUSH કોર્સમાં પણ નીટ દ્વારા જ એડમિશન થશે
    -ઉમેદવારને ઉર્દૂમાં પણ પેપર આપવાની પરવાનગી મળી.
    -NIOS દ્વારા ભણનારા ઉમેદવાર પણ પરિક્ષામાં ભાગ લઇ શકે છે.
    -દિવ્યાંગ ઉમેદવારોનાં રિઝર્વેશનમાં પણ વધારો કરવામાં આવ્યો.

    કેવી હતી પરીક્ષા
    વિદ્યાર્થીઓનું કહેવું હતું કે ભલે ફિઝઇક્સ સેક્શમાં મુશ્કેલી હતી ફણ બાયો-કેમેસ્ટ્રી સેક્શન ઠીક હતાં. તો કેમેસ્ટ્રીને અઘરું નહીં પણ લેન્ધી પેપર કાઢવામાં આવ્યુ હતું. જેનાં સવાલને સોલ્વ કરવામાં ઘણો સમય લાગ્યો હતો. ધણાં વિદ્યાર્થીઓએ કહ્યું કે મોટાભાગનાં સવાલ NCERT દ્વારા પુછવામાં આવ્યા હતાં. વિદ્યાર્થીઓએ ફિઝિક્સ, કેમેસ્ટ્રીથી બાયો સેક્શનને સૌથી સહેલા કહ્યાં હતાં. તો વિદ્યાર્થીઓએ કહ્યું કે, ભલે આ વખતે ફિઝિક્સમાં ન્યૂમેરિકલ સવાલ અઘરા હતાં. પણ જે વિદ્યાર્થીઓએ સારી રીતે તૈયારીઓ કરી છે તેમનાં માટે પેપર એકંદરે સહેલું હતું.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Declare, પરિણામ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन