Home /News /national-international /CBSE પેપર લીક મામલે હિમાચલ પ્રદેશમાંથી 3ની ધરપકડ

CBSE પેપર લીક મામલે હિમાચલ પ્રદેશમાંથી 3ની ધરપકડ

    CBSE પેપર લીક મામલે તપાસ કરી રહેલી પોલીસે હિમાચલ પ્રદેશ માંથી  3 આરોપીની ધરપકડ કરી છે. આ લોકો પર 12માં ધોરણના ઇકોનોમિક્સનું પેપર લીક કરવાનો આરોપ છે. હાલ તો પોલીસ આ આરોપીઓની પૂછપરછ કરી રહી છે.

    મળતી માહિતી અનુસાર આ લોકોએ હાથેથી લખેલા પેપરને લીક કર્યા હતા. જેની પડતાલ કરવામાં આવી રહી છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ માંથી એક ટીચર, ક્લર્ક અને સપોર્ટ સ્ટાફ સામેલ છે.





    જણાવીએ કે પેપર લીક બાદ સીબીએસઈના 12નું ઇકોનોમિક્સ અને 10માંનું ગણિતનું પેપર ફરી લેવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ રી-એક્ઝામ વિરૂદ્ધ શનિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. શકરપુરના નિવાસી રિપક કંસલે પોતાની અરજીમાં કહ્યું હતું કે તપાસ કર્યા વગર ફરીથી પરીક્ષા લેવાનો કોઈ મતલબ નથી.

    અરજીમાં કહેવામાં આવ્યું હતું કે , 'આ વર્ષે 16 લાખ 38 હજાર 428 વિદ્યાર્થીઓએ 10માની પરીક્ષા અને 11 લાખ 86 હજાર 306 વિદ્યાર્થીઓએ 12માંની પરીક્ષા આપી છે. ત્યારે આ મામલાની તપાસ કર્યા વગર જ આ વિદ્યાર્થીઓને ખોટી રીતે દંડિત કરવામાં આવે તે યોગ્ય નથી.'

    જ્યારે બીજી તરફ કોંગ્રેસ નેતા શશિ થરૂરે માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરને આગ્રહ કર્યો કે દયાના આધાર પર 12માં ધોરણના ,સ્ટૂડેંટ્સને છુટ આપવામા આવે.

    થરૂરે જાવડેકરને એક પત્રમાં લખ્યું હતું કે, 12માં ધોરણના વિદ્યાર્થીઓ પહેલાથી જ પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારીની પ્રક્રિયામાં છે. તેઓ ઘણા તનાવ અને ચિંતામાં છે. જેથી તેને ફરી પરીક્ષામાં બેસવા પર છુટ આપવામાં આવે.

    એચઆરડી મંત્રાલયએ ગયા અઠવાડિયે ઘોષણા કરી હતી કે પેપર લીક થયું હોવાને ધ્યાનમાં રાખીને 12નું ઇકોનોમિક્સનું પેપર ફરીથી 25 એપ્રિલે લેવામાં આવે.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Arrest, CBSE, Economics, Paper leak, હિમાચલ પ્રદેશ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन