આ છે CBSE ધોરણ-10 સાયન્સ પેપરનું પેટર્ન, અહીંથી કરો ડાઉનલોડ

News18 Gujarati
Updated: October 10, 2019, 2:07 PM IST
આ છે CBSE ધોરણ-10 સાયન્સ પેપરનું પેટર્ન, અહીંથી કરો ડાઉનલોડ
પ્રતીકાત્મક તસવીર

CBSE ધોરણ-10ના સ્ટુડન્ટ્સ માટે પરીક્ષાની પેટર્ન અને માર્કિંગ સ્કીમને સમજવી ખૂબ જરૂરી છે

  • Share this:
CBSE Board Exam 2020: સીબીએસઈ ધોરણ-10 (Class 10) અને ધોરણ-12 (Class 12)ની બોર્ડ પરીક્ષાનું આયોજન ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં કરશે. ધોરણ-10ના સ્ટુડન્ટ્સ પર બોર્ડ પરીક્ષાનું પ્રેશર સૌથી વધુ રહે છે, પરંતુ સ્ટુડન્ટ્સને પ્રેશરને લઈ પોતાની તૈયારી પર ધ્યાન આપવું જોઈએ. અનેક સ્ટુડન્ટ્સને સાયન્સ (CBSE Science Paper)નું પેપર ખૂબ કઠીન લાગે છે. એવામાં સ્ટુડન્ટ્સ માટે પરીક્ષાની પેટર્ન અને માર્કિંગ સ્કીમને સમજવી ખૂબ જરૂરી છે.

સાયન્સ (Science) વિષયમાં 80 પૉઇન્ટની થિયરીનું પેપર હશે અને 20 પૉઇન્ટ સ્ટુડન્ટ્સને પ્રેક્ટિકલના મળશે. થિયરી પેપરમાં 30 સવાલ હશે અને સ્ટુડન્ટ્સને પેપર પૂરું કરવા માટે 3 કલાકનો સમય આપવામાં આવશે. આ પેપરમાં 3 સેક્શન હશે- A, B અને C. પરીક્ષામાં તમામ સવાલના જવાબ આપવા જરૂરી છે, પરંતુ દરેક સવાલ માટે ચોઇસ હશે.

સ્ટુડન્ટ્સ નીચે આપવામાં આવેલા લિંક પર ક્લિક કરીને સાયન્સનું સેમ્પલ પેપર અને માર્કિંગ સ્કીમ ડાઉનલોડ કરી શકો છો.

CBSE ધોરણ-10 સાયન્સ સેમ્પલ પેપર
CBSE ધોરણ-10 માર્કિગ સ્કીમ

CBSE ધોરણ-10 સાયન્સ પરીક્ષા પેટર્ન (CBSE Class 10 Science Exam Pattern)સેક્શન A - આ સેક્શનમાં તમામ સવાલ ઑબ્જેક્ટિવ (Objective) ટાઇપ, વીએસએ ટાઇપ અને અને અસર્શન રીજન ટાઇપ હશે અને દરેક સવાલ 1 પૉઇન્ટનો હશે. સ્ટુડન્ટને 1 શબ્દ કે એક વાક્યમાં જવાબ લખવાનો રહેશે.
સેક્શન B - તેમાં ટૂંકા જવાબ ટાઇપ સવાલ પૂછવામાં આવશે, દરેક સવાલ 3 પૉઇન્ટનો હશે. સ્ટુડન્ટને 50-60 શબ્દોમાં જવાબ લખવાનો રહેશે.
સેક્શન C - તેમાં લાંબા જવાબ ટાઇપના સવાલ પૂછવામાં આવશે, દરેક સવાલ 5 પૉઇન્ટનો હશે અને સ્ટુડન્ટને 80-90 શબ્દોમાં જવાબ લખવાનો રહેશે.

આ પણ વાંચો,

Vodafone-Ideaનો મહત્વનો નિર્ણય, યૂઝર્સ પાસેથી IUC ચાર્જ નહીં લે
રેલવેમાં નોકરી કરવાની સુવર્ણ તક, 5 નવેમ્બર સુધીમાં કરો અરજી
First published: October 10, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading