Home /News /national-international /CBSEએ બદલી એક્ઝામ પેટર્ન, ઇન્ટરનલ પરીક્ષાથી બોર્ડમાં મળશે 10 માર્ક

CBSEએ બદલી એક્ઝામ પેટર્ન, ઇન્ટરનલ પરીક્ષાથી બોર્ડમાં મળશે 10 માર્ક

અંગ્રેજીમાં 20 માર્ક અસેસમેન્ટ ઓફ સ્પીકિંગ એન્ડ લિસનિંગ માટે નક્કી કરવામાં આવ્યા છે

અંગ્રેજીમાં 20 માર્ક અસેસમેન્ટ ઓફ સ્પીકિંગ એન્ડ લિસનિંગ માટે નક્કી કરવામાં આવ્યા છે

કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (સીબીએસઈ) તરફથી વર્ષ 2020ની બોર્ડ પરીક્ષાના પેટર્નમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર ધોરણ-12ના અંગ્રેજી, ગણિત અને આર્ટ્સ સ્ટ્રીમના પોલીટિકલ સાયન્સ માટે હશે. વર્ષ 2020માં આ ત્રણેય વિષયના પેપર 80-80 માર્કના હશે. આ ફેરફારને 2020માં લેવાનારી પરીક્ષામાં લાગુ કરવામાં આવશે.

અત્યાર સુધી અંગ્રેજી, ગણિત અને પોલીટિકલ સાયન્સની પરીક્ષા 100 માર્કની લેવાતી હતી. 2020થી આ પેપર 80 માર્કની હશે. 20 માર્કનું internal assessment હશે. ગણિતમાં 10 માર્ક સ્કૂલ પરીક્ષાના પરિણામ મુજબ આપવામાં આવશે. 10 માર્કનું ઈન્ટરનલ એસેસમેન્ટ હશે.

અંગ્રેજીમાં 20 માર્ક અસેસમેન્ટ ઓફ સ્પીકિંગ એન્ડ લિસનિંગ માટે નક્કી કરવામાં આવ્યા છે. તે મુજબ પરીક્ષા આપનારા સ્ટુડન્ટની અંગ્રેજી સાંભળવા અને બોલવાની સ્કિલ્સ ચેક કરવામાં આવશે. તેના આધારે સ્ટુડન્ટને 20માંથી માર્ક આપવામાં આવશે. સ્ટુડન્ટનો આ ટેસ્ટ બહારથી આવેલી ફેકલ્ટી દ્વારા લેવામાં આવશે.

પોલીટિકલ સાયન્સમાં પણ 20 માર્ક પ્રોજેક્ટ વર્ક અને વાઇવાના હશે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, ફિજિકલ એજ્યુકેશન અને કોમ્પ્યુટરની પરીક્ષા પેટર્નમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યા. આ પાંચેય વિષયમાં 70 માર્કની થિયરી પરીક્ષા અને 30 માર્ક પ્રેક્ટિકલ પરીક્ષાના હશે.

સીબીએસઈના એક્ઝામ કન્ટ્રોલર ડો. સંયમ ભારદ્વાજે જણાવ્યું કે જે વિષયોની પરીક્ષા પેટર્નમાં ફેરફાર કરવામાં આવ્યા છે તેનાથી સ્કૂલમાં રેગ્યુલર રહેનારા સ્ટુડન્ટને ફાયદો થશે. ધોરણ-12ના ગણિત અને અંગ્રેજીની બદલાયેલી પેટર્ન સ્કૂલોને મોકલવામાં આવી છે. નિર્દેશ, 2020ની ધોરણ-12ની બોર્ડ પરીક્ષાથી લાગુ થશે.

આ ફેરફારથી એ સ્ટુડન્ટને નુકસાન થશે જે સ્કૂલની પરીક્ષા નથી આપતા. હવે બોર્ડે સ્કૂલ પરીક્ષાને અનિવાર્ય કરી દીધી છે. હવે દર ત્રણ અને છ મહિનામાં સ્કૂલ પરીક્ષા લેવાશે. હવે સ્કૂલોને 10 માર્કની વિગતો બોર્ડને મોકલવી પડશે.

આ પણ વાંચો, સિદ્ધાર્થે 5 લાખમાં શરૂ કર્યુ હતું CCD, આજે 4,000 કરોડની કંપની
First published:

Tags: CBSE, Examination, Mathematics, Students, અંગ્રેજી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો